Wednesday, September 28, 2022
Home Sports ભારતીય ટીમના નિરાશાજનક પ્રદર્શન પર ગુસ્સે થયો રવિ શાસ્ત્રી

ભારતીય ટીમના નિરાશાજનક પ્રદર્શન પર ગુસ્સે થયો રવિ શાસ્ત્રી

  • ભારતીય ફિલ્ડરોએ મેચમાં કુલ ત્રણ કેચ છોડ્યા
  • અક્ષર-હર્ષલ-રાહુલે કેમેરોન ગ્રીન-મેથ્યુ વેડને જીવનદાન આપ્યું
  • કેમેરોન ગ્રીને 61 અને મેથ્યુ વેડે 45 રન ફટકાર્યા

ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પણ પ્રથમ T20Iમાં ભારતની નબળી ફિલ્ડિંગની ટીકા કરી હતી. 208ના સ્કોરનો બચાવ કરતા ભારતીય ફિલ્ડરોએ કેમેરોન ગ્રીન (30 બોલમાં 61 રન) અને મેથ્યુ વેડ (21 બોલમાં અણનમ 45) સહિત ત્રણ કેચ છોડ્યા હતા.

- Advertisement -

ભારતની હાર બાદ ભડક્યો રવિ શાસ્ત્રી 

ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પણ પ્રથમ T20 ઇન્ટરનેશનલમાં ભારતની નબળી ફિલ્ડિંગની ટીકા કરી હતી. 208ના સ્કોરનો બચાવ કરતા ભારતીય ફિલ્ડરોએ કેમેરોન ગ્રીન (30 બોલમાં 61 રન) અને મેથ્યુ વેડ (21 બોલમાં અણનમ 45) સહિત ત્રણ કેચ છોડ્યા હતા. કોમેન્ટ્રી બોક્સમાં હાજર રહેલા શાસ્ત્રીએ કહ્યું, ‘જો તમે અગાઉની તમામ ટોચની ભારતીય ટીમો પર નજર નાખો તો તેમાં યુવા અને અનુભવનો સારો સમન્વય જોવા મળ્યો છે, મને અહીં યુવાનોની ખોટ દેખાઈ રહી છે અને તેથી ફિલ્ડિંગને અસર થઈ છે.’

ફિલ્ડિંગની બાબતમાં ટીમ ઇન્ડિયા છેલ્લા ક્રમે

- Advertisement -

તેણે કહ્યું, ‘જો તમે છેલ્લા પાંચથી છ વર્ષ પર નજર નાખો તો મને લાગે છે કે આ ટીમ ફિલ્ડિંગની બાબતમાં ટોચની કોઈપણ ટીમ સાથે ટક્કર નથી આપતી. તે મોટી ટુર્નામેન્ટમાં ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે.

ટેલેન્ટ ક્યાં છે, એક્સ-ફેક્ટર ક્યાં છે?

ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચે કહ્યું, ‘એનો અર્થ એ છે કે બેટિંગ યુનિટ તરીકે તમારે દરેક મેચમાં 15-20 રન વધુ બનાવવા પડશે કારણ કે જો તમે ટીમની આસપાસ જુઓ તો ટેલેન્ટ ક્યાં છે? જાડેજા નથી, એ એક્સ-ફેક્ટર ક્યાં છે?’

અક્ષર-હર્ષલ-રાહુલે છોડ્યા કેચ

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ T20માં અક્ષર પટેલે પ્રથમ 42 રનના વ્યક્તિગત સ્કોર પર ડીપ મિડવિકેટ પર ગ્રીનને જીવનદાન આપ્યું, કેએલ રાહુલ આગલી ઓવરમાં લોંગ ઓફ પર કેચ લેવામાં નિષ્ફળ ગયો. જો કે, જે કેચ મોંઘો સાબિત થયો તે મેથ્યુ વેડનો હતો, હર્ષલ પટેલે 18મી ઓવરમાં પોતાના જ બોલ પર વેડનો કેચ છોડ્યો. વેડે 21 બોલમાં અણનમ 45 રન ફટકારીને ઓસ્ટ્રેલિયાને ચાર બોલ બાકી રહેતા જીત અપાવી હતી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રોએશિયા, ઇટાલી, નેધરલેન્ડ્સ નેશન્સ લીગની સેમિફાઇનલમાં

2022ના વર્લ્ડ કપ પહેલાં તમામ ટીમો છેલ્લી મેચ રમી ઇંગ્લેન્ડ રેલિગેટ થયું નેશન્સ લીગમાં ફ્રાન્સની ટીમ સામે ડેનમાર્કે 2-0થી વિજય મેળવ્યો હતો. સતત બીજી...

વિમેન્સ વન-ડે રેન્કિંગમાં હરમનપ્રીત ટોપ-5માં, મંધાનાને પણ ફાયદો થયો

ભારતની ખેલાડીઓને રેન્કિંગમાં ફાયદો થયો મંધાના છઠ્ઠા ક્રમે પહોંચી ચાર્લી ડીનને 24 ક્રમાંકનો ફાયદો થયો ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન બીજી વન-ડેમાં અણનમ 143 રનની આક્રમક ઇનિંગ રમનાર ભારતીય...

ભારતે ન્યુઝીલેન્ડનો કર્યો વ્હાઈટવોશ, સંજુ સેમસને આફ્રિકા શ્રેણી પહેલા કર્યો કમાલ

ભારત-Aએ ODI શ્રેણીમાં ન્યુઝીલેન્ડ-Aને 3-0થી હરાવ્યું સંજુ સેમસને ન્યુઝીલેન્ડ-A સામે સૌથી વધુ 120 રન બનાવ્યા આફ્રિકા શ્રેણી માટે સંજુ સેમસને પોતાનો દાવો મજબૂત કર્યો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!