Wednesday, September 28, 2022
Home National આજે મળી કેન્દ્રીય કેબિનેટની બેઠક | રતન ટાટાને મળી મોટી જવાબદારી

આજે મળી કેન્દ્રીય કેબિનેટની બેઠક | રતન ટાટાને મળી મોટી જવાબદારી

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. જેમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે. તો બીજી બાજુ, દિગ્ગજ ભારતીય ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ચેરમેન રતન ટાટાને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે, ઓપરેશન ‘ગોલ્ડ રશ’ હેઠળ ડીઆરઆઈએ મોટી કાર્યવાહી પાર પાડી છે. તો, કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ત્યારે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે. જેને લઈને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોટું નિવેદન આપ્યું છે. તો, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મુંબઈના નવા શેરા પોર્ટ પર દરોડા પાડીને એક કન્ટેનર જપ્ત કર્યું છે. જેમાં કરોડો રૂપિયાની કિંમતનો હેરોઈન કોટેડ Liquorice ભરાયો હતો. તો, ભારતને પોતાનો ખાસ મિત્ર ગણાવનાર રશિયા હવે પાકિસ્તાન સાથે સંબંધોને મજબૂત કરવામાં વ્યસ્ત છે. તો, 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પત્રકાર પરિષદ યોજીને લીધેલા નિર્ણયોની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે પીએમના નેતૃત્વમાં કેબિનેટની બેઠક યોજાઈ હતી જેમાં આત્મનિર્ભર ભારતની કલ્પનાને પ્રોત્સાહન આપવા માટે 3 નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેબિનેટે ઉચ્ચ કાર્યક્ષમતાવાળા સોલાર પીવી મોડ્યુલ ટ્રાન્સ-2 માટેની PLI યોજનાને મંજૂરી આપી દીધી છે.
દિગ્ગજ ભારતીય ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ચેરમેન રતન ટાટાને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, તેમને પીએમ કેર્સ ફંડના નવા ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રતન ટાટાની સાથે સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ કેટી થોમસ અને લોકસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર કરિયા મુંડાને પીએમ કેયર્સ ફંડના ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે.
ઓપરેશન ‘ગોલ્ડ રશ’ હેઠળ ડીઆરઆઈએ મોટી કાર્યવાહી પાર પાડી છે. DRIએ આશરે 33.40 કરોડ રૂપિયાના સોનાના બિસ્કિટ જપ્ત કર્યા છે. મોટા પ્રમાણમાં દાણચોરી કરેલું સોનાનું કન્સાઈનમેન્ટ મિઝોરમના રસ્તેથી ભારતમાં ઘૂસાડવાના કારસ્તાનની માહિતી મળતા ડીઆરઆઈએ દરોડા પાડ્યા હતા.
કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેંચ આ મામલે સુનાવણી કરી રહી છે. બુધવારે પણ આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે. રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે સ્પષ્ટ જણાવ્યું છે કે, જો રાહુલ ગાંધી આ ચૂંટણીમાં નહીં લડે તો તેઓ ઉમેદવારી નોંધાવશે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને મોટી સફળતા મળી છે. સ્પેશિયલ સેલે મુંબઈના નવા શેરા પોર્ટ પર દરોડા પાડીને એક કન્ટેનર જપ્ત કર્યું છે. જેમાં કરોડો રૂપિયાની કિંમતનો હેરોઈન કોટેડ Liquorice ભરાયો હતો. જપ્ત કરાયેલા નશીલા પદાર્થોની કિંમત 1700 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
ભારતને પોતાનો ખાસ મિત્ર ગણાવનાર રશિયા હવે પાકિસ્તાન સાથે સંબંધોને મજબૂત કરવામાં વ્યસ્ત છે. તાજેતરમાં, ઉઝબેકિસ્તાન SCO બેઠકમાં, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ પણ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા, જ્યાં બંને દેશોએ એકબીજા સાથે વેપાર વધારવાની વાત કરી હતી. આ બેઠક બાદ હવે સમાચાર આવી રહ્યા છે કે રશિયા પાકિસ્તાનને લોન પર તેલ અને ગેસ આપશે.
હવે એ દિવસો દૂર નથી જ્યારે વિશાળ અવકાશી ખડકોને પૃથ્વી માટે ખતરો બનતા અટકાવવામાં આવશે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાનું ડબલ એસ્ટરોઇડ રીડાયરેક્શન ટેસ્ટ (DART) મિશન તેના અંતિમ દિવસો તરફ આગળ વધી રહ્યું છે. આ મિશનને એસ્ટરોઇડ સાથે અથડાવીને, નાસા એક મુખ્ય ટેક્નોલોજીનું પરીક્ષણ કરવા માંગે છે જેમાં પૃથ્વી તરફ આગળ વધતા ખડકોની દિશા બદલી શકાય છે.
ભારતીય-અમેરિકન ધારાશાસ્ત્રી રાજા કૃષ્ણમૂર્તિએ કહ્યું છે કે દક્ષિણ એશિયાના દેશમાં હાજર ઉગ્રવાદીઓ સામેના તેમના વલણને કારણે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI તેમને દુશ્મન તરીકે જુએ છે. ઇલિનોઇસના ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ કૃષ્ણમૂર્તિએ બોસ્ટનમાં યુએસ ઈન્ડિયા સિક્યુરિટી કાઉન્સિલના પ્રમુખ અને જાણીતા ભારતીય-અમેરિકન નાગરિક આરવી કપૂરના નિવાસસ્થાને ભંડોળ એકત્ર કરવા સમુદાયના સભ્યોને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું.
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) દ્વારા ગત વર્ષે નવેમ્બર માસમાં ગુજરાત વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલર (ઉપકુલપતિ) ડૉ. રાજેન્દ્ર ખિમાણીને તેમના પદ પરથી હટાવેલા. UGCના આ નિર્ણય સામે થયેલી રાજેન્દ્ર ખિમાણીએ કરેલી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે.
સુરત શહેરમાં આવેલી સુમુલ ડેરીના વાહન સાથે પોલીસ પાયલોટીંગ કરી શહેરના દરેક ખૂણામાં 13 લાખ લીટર દૂધ વિતરણ કરાયું છે. જેમાં ઢોર નિયંત્રણ કાયદો રદ કરવાની માંગ સાથે માલધારી મહાપંચાયતે દૂધ વેચાણ બંધનું આપેલ એલાન વચ્ચે સુમુલ ડેરી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દૂધ રવાના કરવામાં આવ્યું હતું.
બુધવારે બપોરે સચિન પારડી ખાતેની સ્વસ્તિક રેસીડેન્સિના પાંચમાં માળે આગ ફાટી નીકળી હતી. શોર્ટ સર્કિટને કારણે ભડકેલી આગમાં ઘરવખરી સહિતનો સામાન બળી ગયો હતો. જ્યારે ઘરમાં સૂતેલા યુવકને ધૂમાડાને લીધે ગૂંગળામણ થતા હોસ્પિટલમાં ખસેડાયો હતો.
અમદાવાદના ગોમતીપુરમાં પાલિકાની ટીમ રખડતા ઢોર પકડવા માટે ગઈ હતી તે દરમિયાન મહેશ રબારી નામના વ્યક્તિએ પાલિકાની ઢોર પકડ ટીમ ઉપર તલવારથી હુમલો કર્યો હતો. જે બાદ પાલિકાની ટીમ દ્વારા આ બાબતની પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. અને પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી હતી.
વિધાનસભા ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે. ત્યારે ચૂંટણી પંચ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે. જેમાં ચૂંટણી પંચ 26-27 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. તથા ચૂંટણી પંચ ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. તેમજ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડે અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ મુલાકાત લેશે.
ગુજરાત રમખાણ કેસમાં તીસ્તા સેતલવાડ, સંજીવ ભટ્ટ અને આરબી શ્રીકુમાર વિરુધ્ધ હાલ SITની તપાસ ચાલી રહી છે. તેવામાં આજરોજ SIT દ્વારા ત્રણેય વિરુદ્ધ 100 કરતા વધુ પેજની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
ઢોર નિયંત્રણ કાયદાના વિરુદ્ધમાં રાજ્યભરમાં માલધારીઓ આંદોલનને ચડ્યા છે. દૂધના સપ્લાયા અટકાવવાની સાથે કરાઈ રહેલા વિરોધ વચ્ચે આજે બપોરે હિંસા પર ઉતરી આવ્યા હતા. અડાજણ સુરભી ડેરીમાં આંદોલનકારીઓએ ડંડા માર્યા હતા. સ્થાનિક ચેનલના એક કેમેરામેનનો મોબાઇલ પણ ટોળાએ તોડી નાખ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. શાંતિ પૂર્વક ચાલી રહેલા આંદોલન વચ્ચે ડેરીમાં થયેલી તોડફોડને પગલે પોલીસ કાફલો દોડતો થયો હતો.
રાજકોટના ગુંદાવાડીમાં રહેતા અને સોની બજારમાં કેશવ જવેલર્સ નામે વેપાર કરતા મિતેશભાઈ ચંદ્રકાન્તભાઈ પાટડીયા નામના વેપારીએ તેના જ 15 વર્ષ જુના મિત્ર એવા ભાગીદાર રાજન મનુભાઈ ઠુંમ્મર સામે 52 લાખની ઠગાઇ અંગે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રાજ્યમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જેમાં નવરાત્રીમાં સામાન્ય વરસાદ રહેશે. તથા નવરાત્રીમાં દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. તેમજ 23 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ રહેશે. તથા રાજ્યમાં ભારે વરસાદની શકયતા નહિવત છે.
રખડતાં પશુઓ અંગે નવા કાયદાના વિરોધમાં અમરેલીમાં માલધારી સમાજ દ્વારા એક દિવસ માટે દૂધ બંધ કરવામાં આવ્યું હતું અને જિલ્લાભરમાંથી માલધારી સમાજના લોકો અમરેલીમાં ઉમટી પડ્યાં હતાં અને વિશાળ રેલી સાથે કલેકટરને આવેદનપત્ર સુપરત કરાયું હતું.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

હવે ઘેર બેઠા મોટા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી લાઇવ જોવા મળશે

સીજેઆઈ યુ.યુ. લલિત લાઈવ સ્ટ્રીમિંગ માટે સુપ્રીમકોર્ટનું પ્લેટફોર્મ હોવાની તરફેણ કરે છેહવે ઘેર બેઠા મોટા મોટા કેસની સુપ્રીમમાં કેવી રીતે સુનાવણી થાય છે તે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!