Friday, October 7, 2022
Home Entertainment રાજુ શ્રીવાસ્તવની લવ સ્ટોરી: લગ્ન માટે 12 વર્ષ જોવી પડી હતી રાહ

રાજુ શ્રીવાસ્તવની લવ સ્ટોરી: લગ્ન માટે 12 વર્ષ જોવી પડી હતી રાહ

દેશના પ્રખ્યાત સ્ટેન્ડ-અપ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને 41 દિવસ પહેલાં દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં આજે તેમનું નિધન થયું હતું. આ દુઃખદ સમાચારથી દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ પોતાની કોમેડીથી રડતા લોકોને પણ હસાવતા હતા, પરંતુ આજે તેમણે દરેકની આંખોમાં આંસુ સાથે આ દુનિયાને અલવિદા કહી દીધું. રાજુ શ્રીવાસ્તવની પ્રોફેશનલ લાઈફ વિશે તો બધા જાણે છે પરંતુ તેમની અંગત જિંદગી વિશે બહુ ઓછા લોકો જાણે છે. તેઓ તેમની પત્નીને ખૂબ પ્રેમ કરતા હતા અને તેમની લવ સ્ટોરી પણ એકદમ ફિલ્મી હતી.

- Advertisement -

રાજુ શ્રીવાસ્તવના પત્નીનું નામ શિખા છે. આ કપલને બે બાળકો અંતરા અને આયુષ્માન છે. તેમના ફેન્સને ભાગ્યે જ ખબર હશે કે રાજુ શ્રીવાસ્તવને શિખાને જોતાં જ પહેલી નજરમાં પ્રેમ થઈ ગયો હતો. પરંતુ રાજુ શ્રીવાસ્તવને આના માટે 12 વર્ષ રાહ જોવી પડી હતી. વાસ્તવમાં રાજુ શ્રીવાસ્તવે ફતેહપુરમાં તેમના ભાઈના લગ્ન દરમિયાન શિખાને પહેલીવાર જોયા હતા અને તેમના માટે દિલ દઇ બેઠા હતા. ત્યારે તેમણે નક્કી કર્યું હતું કે જો હું લગ્ન કરીશ તો આ છોકરી સાથે જ કરીશ. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે ખુલાસો કર્યો હતો કે જ્યારે તેમને ખબર પડી કે શિખા તેમના ભાભીના કાકાની દીકરી છે તો તેમણે તેમના ભાઈઓને સમજાવ્યા અને ઈટાવા જવાનું શરૂ કર્યું. ત્યાં ગયા પછી પણ તેઓ શિખાને કંઈ કહેવાની હિંમત ના કરી શક્યા.

ત્યારબાદ વર્ષ 1982 માં, તેઓ નસીબ અજમાવવા માટે મુંબઈ આવ્યા અને અહીં ઘણો સંઘર્ષ કર્યો. જીવનમાં કંઈક પ્રાપ્ત કર્યા પછી તેમણે શિખા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. તેઓ શિખાને પત્ર લખતા હતા પણ તેમની લાગણી વ્યક્ત કરી શકયા ન હોતા. બાદમાં તેમણે શિખાના ઘરે લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો અને બંનેએ 17 મે, 1993ના રોજ લગ્ન કરી લીધા હતા.

નોંધનીય છે કે 10 ઓગસ્ટના રોજ રાજુને જીમમાં વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેક આવતાં તેમને દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબોની ટીમે તમામ પ્રયાસો કર્યા ઘણી વખત તેમની તબિયતમાં સુધારો પણ થયો પરંતુ આજે તેઓ જિંદગીની લડાઈ હારી ગયા. 

Source link

- Advertisement -
RELATED ARTICLES

માધુરીએ મુંબઈમાં 53મા માળે 48 કરોડનો સી-ફેસિંગ ફ્લેટ ખરીદ્યો

માધુરી દીક્ષિત તથા ડૉ. શ્રીરામ નેને હાલમાં ફ્લેટ ખરીદ્યોમુંબઈના વર્લીમાં ખરીદ્યો મોંઘો ફ્લેટ માધુરીનું નવું ઘર 5,384 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે બોલિવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિત તથા...

ઓસ્કારની રેસમાં 'RRR'ની એન્ટ્રી, 14 કેટેગરીમાં મેકર્સે નોંધાવ્યું નામ

આ પહેલાં ગુજરાતી ફિલ્મ છેલ્લો શો ફિલ્મની થઇ હતી ઓસ્કારમાં પસંદગીRRR ફિલ્મને જાપાનમાં પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી એલએમાં ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ પણ રાખવામાં...

'તમે લોકો આંખો પર લાઇટ પાડો છો. તમને લોકોને શરમ નથી આવતી

જયા બચ્ચન ચાહકો પર ગુસ્સે થયાદીકરા અભિષેક સાથે જોવા મળ્યા હતા જયા બચ્ચન ભોપાલમાં આવેલા કાલીબાડી મંદિર સ્થિત દુર્ગા પંડાલમાં દર્શન કર્યા હતા બોલિવૂડ એક્ટર અભિષેક...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!