Tuesday, September 27, 2022
Home Entertainment કરોડોની સંપતિ મૂકીને ગયા રાજુ શ્રીવાસ્તવ, મહિનાની હતી આટલી કમાણી

કરોડોની સંપતિ મૂકીને ગયા રાજુ શ્રીવાસ્તવ, મહિનાની હતી આટલી કમાણી

  • રાજુ શ્રીવાસ્તવે ફાની દુનિયાને કહ્યું અલવિદા
  • કોમેડિયન અંદાજે 20 કરોડની સંપત્તિ પોતાની પાછળ મૂકીને ગયા
  • ઇનોવા, ઓડી Q7 અને BMW3 સીરીઝની કારનું કલેકશન

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે ફાની દુનિયાને આજે અલવિદા કહી દીધું છે. રાજુ શ્રીવાસ્તવ સ્ટેન્ડ અપ કોમેડી દ્વારા લોકોને હસાવતા રહ્યા છે. કેટલાંય ટીવી અને સ્ટેજ શોમાં રાજુ શ્રીવાસ્તવ કામ કરી ચૂકયા છે. એક કોમેડિયન, ટીવી સેલિબ્રિટી હોવાની સાથો સાથ રાજુ શ્રીવાસ્તવ ભાજપના નેતા પણ હતા. થોડાંક દિવસ પહેલાં જીમમાં વર્કઆઉટ દરમ્યાન અચાનક બેભાન થવા પર તેમને દિલ્હીની એમ્સમાં દાખલ કરાયા હતા. કહેવાય છે કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદથી તેમના સ્વાસ્થયને લઇ સતત ફેન્સ અને ઇન્ડસ્ટ્રીઝથી જોડાયેલા લોકોના નિવેદન આવવાનું શરૂ થઇ ગયું હતું. પોતાના હુનરથી લોકોને હસાવીને લોટપોટ કરનાર રાજુ શ્રીવાસ્તવ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના રહેવાસી હતા. મધ્યમવર્ગ પરિવારમાં જન્મેલા રાજુ શ્રીવાસ્તવ પોતાની પાછળ કરોડોની ગાડીઓ, ઘર અને સંપત્તિ છોડીને ગયા. આવો અમે તમને કોમેડી બાદશાહ રાજુ શ્રીવાસ્તવની કમાઇ, ઘર, ગાડી અને કુલ સંપત્તિ અંગે જણાવીએ.

- Advertisement -

25 ડિસેમ્બર 1963ના રોજ કાનપુરના એક મધ્યમ વર્ગીય પરિવારમાં રાજુ શ્રીવાસ્તવનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ રમેશ ચંદ્ર શ્રીવાસ્તવ હતું, જે ખુદ એક કવિ હતા અને બલાઇ કાકાના નામથી પ્રખ્યાત હતા. પિતા પાસેથી જ હુનર શીખ્યા હતા અને નાનપણથી જ તેઓ સારી મિમિક્રી કરતા હતા. રાજુ શ્રીવાસ્તવે નાનપણમાં જ કોમેડિયન બનવાનું સપનું જોવાનું શરૂ કરી દીધું હતું. આ સપનાને પૂરું કરવા માટે રાજુ શ્રીવાસ્તવે કેટલાંય સ્ટેજ શો, ટીવી શોમાં કામ કર્યું.

રાજુ શ્રીવાસ્તવની નેટવર્થ

મીડિયા રિપોર્ટ અનુસાર રાજુ શ્રીવાસ્તવ દર મહિને 7 થી 8 લાખ રૂપિયાની કમાણી કરતા હતા. તેઓ અંદાજે કુલ 20 કરોડ સંપત્તિના માલિક હતા. હોસ્ટિંગ, જાહેરાત, રિઆલિટી શો અને સ્ટેજ શોથી રાજુ કમાણી કરતા હતા. આ સિવાય રાજુની પાસે કાનપુરમાં ઘર છે. રાજુ લક્ઝુરિયસ કારના શોખીન હતા. કાર કલેકશનની વાત કરીએ તો તેમની પાસે ઇનોવા, ઓડી Q7, અને BMW3 સીરીઝની કાર હતી.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

સની લિયોન સાથે થઈ મોટી છેતરપિંડી, જાણીને તમે પણ હેરાન થઈ જાશો…

સની લિયોનની પોસ્ટ જોરદાર વાયરલ થઈ રહી છેસનીએ વર્ષ 2012માં ફિલ્મ 'જિસ્મ 2'થી તેની બોલિવૂડ સફરની શરૂઆત કરી હતીસનીએ બધાને આ બાબતે સાવચેત રહેવા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

NCP નેતા છગન ભૂજબલનું વિવાદાસ્પદ નિવેદન, મા સરસ્વતીને લઇને વિવાદ

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા છગન ભુજબલ વિવાદોમાં ફસાયા મા સરસ્વતીને લઇને કરેલા નિવેદનને કારણે ચર્ચામાં છગન ભુજબળે શાળાઓમાં સરસ્વતીજીના ફોટો અને પૂજા પર સવાલ...

ભારત-પાકિસ્તાન મહામુકાબલા માટે તૈયાર થઈ રહ્યું છે ઐતિહાસિક સ્ટેડિયમ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે MCGમાં થશે મુકાબલો એક સાથે એક લાખ લોકો સ્ટેડિયમમાં જોઈ શકશે મેચ ભારત અને પાકિસ્તાન...

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!