Monday, September 26, 2022
Home Gujarat રાજકોટ: પોલીસે માથામાં બેલ્ટ ફટકારી બેફામ મારતા સ્તબ્ધ યુવાનનો આપઘાત

રાજકોટ: પોલીસે માથામાં બેલ્ટ ફટકારી બેફામ મારતા સ્તબ્ધ યુવાનનો આપઘાત

  • જસદણની ચોરીમાં ફરિયાદીનો ગળાફાંસો: મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર
  • મોટાબાપુને દૂર કરી, ભાઇ ઉપર ચડી પોલીસે બેફામ માર્યો: ભાઇનો આક્ષેપ
  • મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દેતા પોલીસબેડામાં દોડધામ મચી ગઇ હતી

જસદણના ગીતાનગરમાં આવેલા બેન્ક ઓફ બરોડાની શાખાના એટીએમમાંથી ગત 17 તારીખે 17.33 લાખની ચોરી થયાની ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાયા બાદ આ ચકચારી બનાવના ફરિયાદી એવા રાજકોટના યુવાનને પોલીસે ઢોર માર મારતા હતાશ થઇ ગયેલા યુવાને પોતાના ઘરે જ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. પોલીસે માથે ચડી, માથામાં બેલ્ટ માર્યા હોવાનો મૃતકના ભાઇએ આક્ષેપ કરી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દેતા પોલીસબેડામાં દોડધામ મચી ગઇ હતી.

- Advertisement -

રાજકોટના બેડીનાકા ટાવર પાસે રહેતા અને એટીએમ સેન્ટરમાં નાણાં ટ્રાન્સફર કરતી સિક્યોરિટી કંપનીમાં નોકરી કરતા જયપુરી અતુલપૂરી ગોસ્વામી નામના 23 વર્ષના યુવાને સાંજે સાડ પાંચે પોતાના ઘરે ઓરડીમાં ચાદર બાંધી આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે તેના પિતરાઇ ભાઇ દીપ એ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે પૈસા નાખ્યાના બે દિવસ બાદ ચોરી થઇ હતી જેથી જયને મેનેજરે નિવેદન માટે જસદણ પોલીસ સ્ટેશને જવાનું છે તેમ કહેતા પિતા સાથે ગયા હતા. ત્યાં કોઇ રાણાભાઇ નામના પોલીસમેને મારઝૂડ કરતા પિતાએ તેને એક જ કીડની છે અને ઓપરેશન કરાવ્યું છે મારઝૂડ ના કરવા વિનંતી કરતાં પોલીસે તમે બહાર નીકળો અમે અમારી કાર્યવાહી કરીશું કહી બહાર કાઢ્યા બાદ માથે ચડી માથામાં બેલ્ટ માર્યા હતા અને વહેલી સવારે ફરિયાદ નોંધી જવા દીધા હતા. બેફામ મારકૂટથી હતાશ થયેલા યુવાને આ પગલું ભરી લીધું હતું એકના એક આધારસ્તંભ દીકરાના મોતથી દંપત્તિ શોકમાં ગરકાવ થઇ ગયું છે અને ન્યાય ના મળે ત્યાં સુધી મતદેહ સ્વીકારવાનો પણ ઇન્કાર કર્યો હતો.

પૂછપરછ માટે બોલાવ્યો હતો, ઇન્કવાયરી સોંપવામાં આવી છે: એસપી રાઠોડ

આ અંગે જિલ્લા પોલીસવડા જયપાલ સિંહ રાઠોડે જણાવ્યું હતું કે ચોરીના બનાવમાં પૂછપરછ માટે યુવકને બોલાવ્યો હતો આક્ષેર અંગે ઇન્કવાયરી સોંપવામાં આવી છે હાલ પોલીસને પણ હોસ્પિટલે મોકલવામાં આવી છે. 

Source link

- Advertisement -
RELATED ARTICLES

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

અમિત શાહ આજથી બે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

આજે અમદાવાદ-સાણંદમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે આવતીકાલે રૂપાલ મંદિર જશે અને માણસામાં પણ કાર્યક્રમમાં જશે મંગળવારે પરત ફરતા પહેલાં માણસા ખાતે આરતી કાર્યક્રમમાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહૃસહકાર...

વિશ્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવ નવરાત્રિનો આજથી શુભારંભ

બે વર્ષ બાદ તહેવારની છેલ્લી ઘડીની ભીડે બજારમાં રોનક જમાવી, ખેલૈયાઓનું કીડિયારું ઊમટયુંલૉ-ગાર્ડન અને માણેકચોકમાં ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં  ચૂંદડી સહિત પૂજાપાની ખરીદી ખૂલી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

સૂર્યકુમારની તોફાની બેટિંગ, કોહલીએ બેટિંગ સ્ટ્રેટેજીનું ખુલાસો કર્યો

બંને ખેલાડી વચ્ચે 104 રનની ભાગીદારી નોંધાય હતી સૂર્યકુમારે 36 બોલમાં 69 રન બનાવી આઉટ થયો હતા. વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન બનાવ્યા વિરાટ કોહલી અને...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!