Tuesday, September 27, 2022
Home International 'આગનો વરસાદ' કે હુમલો? જીવ ટાળવે ચોંટી જશે, યુક્રેનના ગામનો Video વાયરલ

'આગનો વરસાદ' કે હુમલો? જીવ ટાળવે ચોંટી જશે, યુક્રેનના ગામનો Video વાયરલ

  • યુક્રેનના એક ગામનો ચોંકાવનારો વીડિયો વાયરલ
  • ગામ પર વરસી રહ્યા છે ચારેબાજુથી અગનગોળા
  • યુક્રેનના સાંસદ Roman Hryshchukએ શેર કર્યો વીડિયો

યુદ્ધ લડી રહેલા દેશના એક ગામનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં ગામ પર ‘આગનો વરસાદ’ જોવા મળી રહ્યો છે. ચારે બાજુથી અગનગોળા પડી રહ્યા છે. ઘર, દુકાન, રસ્તા, દરેક જગ્યાએ આકાશમાંથી આગ વરસી રહી છે. જેણે પણ આ ભયાનક દ્રશ્ય જોયું તેને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો.

- Advertisement -

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 12 સેકન્ડની આ ક્લિપમાં ગામની ઉપર ‘આગનો વરસાદ’ જોઈ શકાય છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ 9M22С શેલ્સના હુમલાના ફાયરબોલ્સ છે. આ ઘટના યુક્રેનના એક ગામની છે.

આ વીડિયો યુક્રેનના સાંસદ Roman Hryshchuk પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યો છે. તેણે આરોપ લગાવ્યો કે રશિયન સૈન્યએ તેના 9М22С હથિયારનો ઉપયોગ કરીને Donetsk પ્રાંતના Ozerneમાં એક ગામ પર ગોળીબાર કર્યો હતો. 9M22С એક એવું શસ્ત્ર છે, જેને આગના વરસાદી ગોળા બનાવીને ફાયર કરી શકાય છે. 9M22S શેલ સામાન્ય રીતે BM-21 ‘Grad’ મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમ જેવા વાહનો દ્વારા ઉપયોગમાં લેવાય છે. તે ‘ઉશ્કેરણીજનક’ હથિયાર તરીકે ઓળખાય છે. જેના દ્વારા, દુશ્મન અને તેના સાધનોને મોટા પ્રમાણમાં આગ દ્વારા અથવા સીધા પ્રહાર દ્વારા નષ્ટ કરી શકાય છે.

- Advertisement -

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે યુક્રેનના ગામ પર અગણિત અગનગોળા પડી રહ્યા છે. આ આગ ગામની દરેક ઈમારત, શેરી, વિસ્તારને પોતાની ઝપેટમાં લઈ રહી છે. ઘણા લોકોએ તેને ‘અગ્નિનો વરસાદ’ ગણાવ્યો છે. યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે પણ આ વીડિયો શેર કર્યો છે. મંત્રાલયે દાવો કર્યો હતો કે રશિયન 9M22S દ્વારા કરવામાં આવેલા હુમલાથી ગામમાં ભારે વિનાશ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે મહિનાઓથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને પક્ષે હજારો લોકોના મોત થયા છે. સમગ્ર વિશ્વની નજર આ દેશો પર ટકેલી છે. અહેવાલો અનુસાર, જે ગામ પર આગલા દિવસે ગોળીબાર કરવામાં આવ્યો હતો તે ગામને તાજેતરમાં રશિયન કબજામાંથી મુક્ત કરવામાં આવ્યું હતું.Source link

- Advertisement -
RELATED ARTICLES

F-16 ફાઈટર જેટની ડિલ, તમે કરીને કોઈને મૂર્ખ બનાવી શકતા નથી: જયશંકર

એસ જયશંકરે વોશિંગ્ટન ઈસ્લામાબાદ સંબંધો પર સવાલ ઉઠાવ્યાભારત અને પાકિસ્તાન સાથે અમારા સંબંધો અલગ છે અમેરિકા પાકિસ્તાનને 450 મિલિયન ડોલર આપશે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

ઈરાનમાં હિજાબ બાબતે અમીની પછી હદીસ નજફી પર પોલીસે ગોળીઓ ચલાવી

આ પ્રદર્શનમાં ઓછામાં ઓછા 76 લોકોએ જીવ ગુમાવ્યાનજફી ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય ચહેરો હતો વિશ્વના અનેક શહેરોમાં આવા જ પ્રદર્શનો થઈ રહ્યા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

NCP નેતા છગન ભૂજબલનું વિવાદાસ્પદ નિવેદન, મા સરસ્વતીને લઇને વિવાદ

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા છગન ભુજબલ વિવાદોમાં ફસાયા મા સરસ્વતીને લઇને કરેલા નિવેદનને કારણે ચર્ચામાં છગન ભુજબળે શાળાઓમાં સરસ્વતીજીના ફોટો અને પૂજા પર સવાલ...

F-16 ફાઈટર જેટની ડિલ, તમે કરીને કોઈને મૂર્ખ બનાવી શકતા નથી: જયશંકર

એસ જયશંકરે વોશિંગ્ટન ઈસ્લામાબાદ સંબંધો પર સવાલ ઉઠાવ્યાભારત અને પાકિસ્તાન સાથે અમારા સંબંધો અલગ છે અમેરિકા પાકિસ્તાનને 450 મિલિયન ડોલર આપશે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે...

ભારત-પાકિસ્તાન મહામુકાબલા માટે તૈયાર થઈ રહ્યું છે ઐતિહાસિક સ્ટેડિયમ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે MCGમાં થશે મુકાબલો એક સાથે એક લાખ લોકો સ્ટેડિયમમાં જોઈ શકશે મેચ ભારત અને પાકિસ્તાન...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!