Monday, September 26, 2022
Home National દેશમાં 100 સ્થળોએ દરોડા, પોલિટિકલ ફંડિંગ મામલે રાજકીય પક્ષો પણ સાણસામાં

દેશમાં 100 સ્થળોએ દરોડા, પોલિટિકલ ફંડિંગ મામલે રાજકીય પક્ષો પણ સાણસામાં

  • મધ્યાહ્ન ભોજન યોજનામાં ગેરરીતિની કમાણી, પોલિટિકલ ફંડિંગમાં કર ચોરી મામલે દરોડા
  • શરાબ ગોટાળાના સંદર્ભમાં પણ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી
  • રાજસ્થાનમાં રાજ્યમંત્રી રાજેન્દ્ર યાદવ અને તેના સંબંધીઓના 53થી વધારે સ્થાનો પર રેડ

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે બુધવારે દેશભરમાં એકસાથે 100 જેટલા સ્થળો પર દરોડા પાડયા હતાં. અહેવાલો અનુસાર આઈટી ડિપાર્ટમેન્ટની આ કાર્યવાહી મધ્યાહ્ન ભોજન યોજનામાં ગેરરીતિની કમાણી, પોલિટિકલ ફંડિંગમાં કર ચોરી અને શરાબ ગોટાળાના સંદર્ભમાં હાથ ધરવામાં આવી હતી. દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ અને ઉત્તરાખંડ સહિત 12 રાજ્યોમાં આઈટી દરોડા ચાલી રહ્યા છે અને આ લખાય છે ત્યારે પણ કાર્યવાહી ચાલુ હતી. આ ઉપરાંત દિલ્હીના સ્વતંત્ર થિંક ટેન્ક સેન્ટર ફોર પોલિસી રિસર્ચમાં પણ આઈટી દરોડા પડયા હતાં. રાજસ્થાનમાં બુધવારે રાજ્યમંત્રી રાજેન્દ્ર યાદવ અને તેના સંબંધીઓના 53થી વધારે સ્થાનો પર ઇન્કમટેક્સની રેડ પડી હતી. રાજસ્થાનમાં મધ્યાહ્ન ભોજન યોજનાની સપ્લાઈમાં ગરબડ સાથે જોડાયેલો મામલો હોવાના અહેવાલો છે. બુધવારે વહેલી સવારે શરૂ થયેલી કાર્યવાહી મોડે સુધી ચાલી રહી હતી. મહારાષ્ટ્રમાં પણ મધ્યાહ્ન યોજનામાં ગરબડના સંદર્ભમાં આઈટી દરોડા ચાલી રહ્યા છે. જો કે આ દરોડા ક્યાં-ક્યાં પડયા છે તેની સંપૂર્ણ માહિતી બહાર આવી નથી.

- Advertisement -

છત્તીસગઢમાં શરાબના વેપારીઓ પર દરોડા

છત્તીસગઢમાં આઈટી ડિપાર્ટમેન્ટે કેટલાક શરાબના વેપારીઓ પર દરોડા પાડયા છે. અહેવાલો અનુસાર શરાબ ગોટાળા અને ટેક્સ ચોરીના સંદર્ભમાં આ રેડ પડી હતી. તો યુપીમાં એકસાથે ૨૪ શહેરોમાં આઈટીના દરોડા પડયા હતાં. પાટનગર લખનઉમાં બુધવારે સવારે આઈટી ટુકડી રાષ્ટ્રીય ક્રાંતિકારી સમાજવાદી પાર્ટીના વડા ગોપાલ રાયના ઘરે પહોંચી હતી. આઈટી ટુકડી દસ્તાવેજોની ચકાસણી કરી રહી છે. મામલો પોલિટિકલ ફંડિંગ અને કર ચોરીનો છે.

બેંગ્લુરુમાં એક સાથે 20થી વધુ સ્થાન પર દરોડા

બીજીતરફ વરસાદથી ત્રસ્ત બેંગ્લુરુમાં પણ ૨૦થી વધારે સ્થાનો પર આઈટીની ટુકડી ત્રાટકી હતી. મણિપાલ જૂથ પર પણ કાર્યવાહી થઈ રહી છે. આ તમામ મામલા ઇન્કમટેક્સની ચોરી સાથે સંકળાયેલા છે. આઈટીને આ સંબંધમાં માહિતી મળી હતી. વધારે વિગતોની રાહ જોવાઈ રહી છે.

- Advertisement -

ચૂંટણીપંચની ભલામણ પર થઈ કાર્યવાહીઃ અધિકારીઓ

અહેવાલો અનુસાર ચૂંટણીપંચની ભલામણના આધારે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી જેણે તાજેતરમાં જ ફિઝિકલ વેરિફિકેશન દરમિયાન ગેરહાજર હોવાના કારણે 87 સંસ્થાઓને આરયુપીપીની યાદીમાંથી હટાવી દીધી હતી. ચૂંટણીપંચે જાહેરાત કરી હતી કે તે 2,100થી વધારે રજિસ્ટર્ડ ગેર-માન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષોની સામે કાર્યવાહી કરી રહ્યું હતું, કે જેઓ નિયમો અને ચૂંટણી કાયદાનો ભંગ કરી રહ્યા હતાં. તેના હેઠળ આ તમામ રાજકીય દળ મોનેટરી કોન્ટ્રિબ્યૂશન દાખલ કરવાના સંદર્ભમાં, તેમના એડ્રેસ અને પદાધિકારીઓના નામ અપડેટ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમાંની ઘણી પાર્ટીઓ ગંભીર આર્થિક અનિયમિતતામાં લપેટાયેલી હતી.

મમતાના વધુ એક મંત્રી પર સીબીઆઈની રેડ

દરમિયાન પિૃમ બંગાળમાં કોલસાની ચોરીના કેસમાં સીબીઆઈની ટીમે બુધવારે મોટી કાર્યવાહી કરી હતી. સીબીઆઈની ટુકડી આસનસોલ સ્થિત મમતા સરકારના કાયદામંત્રી મલય ઘટકના નિવાસસ્થાન પર ત્રાટકી હતી. આ ઉપરાંત કોલકાતાના અન્ય ચાર ઠેકા પર પણ સીબીઆઈએ રેડ પાડી હતી. અહેવાલો અનુસાર આ તમામ સ્થાનો મલય ઘટક સાથે સંકળાયેલાં છે. આ લખાય છે ત્યારે પણ તપાસ અભિયાન ચાલુ હતું. નોંધનીય છે કે આ અગાઉ ઈડીની ટીમે બે સપ્ટેમ્બરે મલય ઘટકને સમન મોકલ્યું હતું. તેને કોલસા ગોટાળામાં પૂછપરછ માટે ૧૪ સપ્ટેમ્બરે હાજર થવા ફરમાન કરાયું છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત, બસ ખાઇમાં ખાબકતા 7 વિદ્યાર્થીઓના મોત

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત 7 વિદ્યાર્થીઓના મોત, 10 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાહિમાચલના કુલ્લુમાં (Kullu) એક દર્દનાક અકસ્માત થયો...

તિરુપતિ બાલાજી મંદિર પાસે 85,705 કરોડની સંપત્તિ

TTDની દેશભરમાં 7123 એકરમાં ફેલાયેલી કુલ 960 જેટલી સંપત્તિઓ આવેલી છેતિરુપતિ દેવસ્થાન ટ્રસ્ટ દેશભરમાં કુલ 960 સંપત્તિઓ ધરાવે છે જગવિખ્યાત તિરુમાલા તિરુપતિ મંદિર વિશ્વમાં સૌથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

સૂર્યકુમારની તોફાની બેટિંગ, કોહલીએ બેટિંગ સ્ટ્રેટેજીનું ખુલાસો કર્યો

બંને ખેલાડી વચ્ચે 104 રનની ભાગીદારી નોંધાય હતી સૂર્યકુમારે 36 બોલમાં 69 રન બનાવી આઉટ થયો હતા. વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન બનાવ્યા વિરાટ કોહલી અને...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!