Tuesday, September 27, 2022
Home Gujarat લમ્પી વાયરસ પર કોંગ્રેસના આક્ષેપ પાયાવિહોણા: રાઘવજી પટેલ

લમ્પી વાયરસ પર કોંગ્રેસના આક્ષેપ પાયાવિહોણા: રાઘવજી પટેલ

  • હાલમાં 11 હજાર જેટલા પશુ સારવાર હેઠળ: રાઘવજી પટેલ
  • પશુપાલન ખાતાએ લમ્પી અટકાવવા પુરતા પ્રયત્ન કર્યા: કૃષિ મંત્રી
  • પશુ મૃત્યુની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે: ગૃહમાં મંત્રીનો જવાબ

લમ્પી વાયરસને લઇને આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં વિપક્ષે હોબાળો કર્યો હતો. પૂજાભાઇ વંશે લમ્પી વાયરસને લઇ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. તેના પર વિધાનસભા ગૃહમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું. રાઘવજી પટેલે કહ્યું કે લમ્પી વાયરસને લઇ કોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણા છે. પશુઓના મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયો છે.

- Advertisement -

https://fb.watch/fHPmPeV8_g/   

રાઘવજી પટેલે કહ્યું કે હાલમાં 11 હજાર જેટલા પશુ સારવાર હેઠળ છે. પશુપાલન ખાતાએ લમ્પી અટકાવવા પુરતા પ્રયત્ન કર્યા છે. જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરવામાં આવ્યો. કોંગ્રેસના આક્ષેપ પાયાવિહોણા છે. ‘પશુ મૃત્યુની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે’

લમ્પી વાયરસથી સંપૂર્ણ સાજા થઇ ગયેલા પશુની સંખ્યા 41 ટકા છે. રસીકરણ 1 સપ્ટેમ્બર સુધીમાં 52 લાખ 62 હજાર જેટલું કર્યું હતું, જે આજની તારીખે એટલે કે 22 સપ્ટેમ્બરના રોજ 59 લાખ 60 હજાર જેટલું થઇ ગયું છે.

- Advertisement -

ગીરસોમનાથમાં 76 ટકા અને જૂનાગઢમાં 77 ટકા પશુઓ લમ્પી વાયરસની સારવાર બાદ સાજા થઇ ગયા છે. એ બાબત સ્પષ્ટ કરે છે કે ગૂરસોમનાથ અને જૂનાગઢમાં લમ્પી વાયરસની અસર ઓછી છે.

પૂજાભાઇ વંશે લમ્પી વાયરસને લઇ જે વાત કરી હતી તેના પ્રતિભાવમાં મેં હકીકત કીધી તેમ રાઘવજી પટેલે કહ્યું. તેમણે વધુમાં કહ્યું કે રાજ્યના પશુપાલન ખાતાના અધિકારીઓ, પશુધન નિરીક્ષકો, આઉટસોર્સના પશુપાલનની કામગીરી કરતાં અધિકારીઓ રસીકરણ, પશુઓને સારવાર આપવાની કામગીરી કરી રહ્યા છે. ઉપરાંત રાજ્યની ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ અસરગ્રસ્ત પશુઓને આઇસોલેટ વોર્ડ બનાવીને તેમને સાચવ્યા છે.

રાઘવજી પટેલે કહ્યું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારનું પશુપાલન ખાતું સતત લમ્પી રોગ નાબૂદ થાય એ દિશામાં પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે. સીએમે એટલે સુધી કહ્યું છે કે જે કોઇ ખર્ચ થાય તે કરો પણ ગાયમાતાને આ લમ્પી રોગમાંથી બચાવો, જે પણ કરવું પડે તે કરો. આમ લમ્પી વાયરસને અંકુશમાં લેવા માટે તમામ કાર્યો થઇ રહ્યા છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

NCP નેતા છગન ભૂજબલનું વિવાદાસ્પદ નિવેદન, મા સરસ્વતીને લઇને વિવાદ

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા છગન ભુજબલ વિવાદોમાં ફસાયા મા સરસ્વતીને લઇને કરેલા નિવેદનને કારણે ચર્ચામાં છગન ભુજબળે શાળાઓમાં સરસ્વતીજીના ફોટો અને પૂજા પર સવાલ...

F-16 ફાઈટર જેટની ડિલ, તમે કરીને કોઈને મૂર્ખ બનાવી શકતા નથી: જયશંકર

એસ જયશંકરે વોશિંગ્ટન ઈસ્લામાબાદ સંબંધો પર સવાલ ઉઠાવ્યાભારત અને પાકિસ્તાન સાથે અમારા સંબંધો અલગ છે અમેરિકા પાકિસ્તાનને 450 મિલિયન ડોલર આપશે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે...

ભારત-પાકિસ્તાન મહામુકાબલા માટે તૈયાર થઈ રહ્યું છે ઐતિહાસિક સ્ટેડિયમ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે MCGમાં થશે મુકાબલો એક સાથે એક લાખ લોકો સ્ટેડિયમમાં જોઈ શકશે મેચ ભારત અને પાકિસ્તાન...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!