Wednesday, September 28, 2022
Home Sports ફેરવેલ મેચમાં રોજર ફેડરરનો ડબલ્સ પાર્ટનર રફેલ નાદાલ રહેશે

ફેરવેલ મેચમાં રોજર ફેડરરનો ડબલ્સ પાર્ટનર રફેલ નાદાલ રહેશે

  • રોજર ફેડરરની કારકિર્દીની છેલ્લી પ્રોફેશનલ ટૂર્નામેન્ટ
  • ટીમ વર્લ્ડ અને ટીમ યૂરોપ વચ્ચે આજથી લેવર કપ ટેનિસનો પ્રારંભ
  • ફેડરરે લંડન બ્રીજ પાસે સાથી ખેલાડીઓ સાથે સેલ્ફી પણ ખેંચી

સ્વિસ સ્ટાર રોજર ફેડરર પોતાની કારકિર્દીની છેલ્લી પ્રોફેશનલ ટૂર્નામેન્ટ રમવા માટે લંડન પહોંચી ગયો છે અને તેણે લેવર કપમાં ભાગ લેનાર વર્લ્ડ ટીમના સાથી ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ પણ શરૂ કરી હતી. આ દરમિયાન ફેડરરે લંડન બ્રીજ પાસે સાથી ખેલાડીઓ સાથે સેલ્ફી પણ ખેંચી હતી.

- Advertisement -

રફેલ નાદાલ સાથે રમીને કારકિર્દીનો અંત લાવશે

ફેડરર શુક્રવારે પોતાની એક ડબલ્સ મેચમાં પોતાના પરંપરાગત હરીફ સ્પેનના રફેલ નાદાલ સાથે રમીને કારકિર્દીનો અંત લાવે તેવા સંકેત મળ્યા છે. ફેડરરની કારકિર્દીમાં નોવાક જોકોવિચ અને એન્ડી મરે પણ મુખ્ય હરીફ રહ્યા હતા. ફેડરરે જણાવ્યું હતું કે નિવૃત્તિના નિર્ણય બાદ હું શાંતિ અનુભવી રહ્યો છું અને ટેનિસમાંથી મારી વિદાય એક ઉજવણી જેવી બને તેવું હું ઇચ્છું છું.

- Advertisement -

છેલ્લી ટૂર્નામેન્ટમાં ફેડરર નર્વસ

ફેડરરે જણાવ્યું હતું કે હું છેલ્લી ટૂર્નામેન્ટમાં રમવા અંગે થોડોક નર્વસ બન્યો છું કારણ કે હું લાંબા સમયથી રમ્યો નથી. હું મુકાબલા દરમિયાન સ્પર્ધાત્મક બનીશ તેવી મને આશા છે. હું સમર્થકો સામે સાબિત કરવા માગતો હતો કે હું ટેનિસનો ભૂત બનીશ નહીં. ટેનિસે મને ઘણું આપ્યું છે અને મને ટેનિસ સાથે સંકળાયેલી અનેક બાબતો સાથે લગાવ થઇ ગયો છે. તમે મને ફરીથી જોશો પરંતુ કઇ ભૂમિકા અને ક્યારે તેની મને ખબર નથી. નોંધનીય છે કે લેવર કપ શુક્રવારથી શરૂ થશે અને પાંચમી સિઝનમાં ટીમ યૂરોપ સામે ટીમ વર્લ્ડ ટકરાશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રોએશિયા, ઇટાલી, નેધરલેન્ડ્સ નેશન્સ લીગની સેમિફાઇનલમાં

2022ના વર્લ્ડ કપ પહેલાં તમામ ટીમો છેલ્લી મેચ રમી ઇંગ્લેન્ડ રેલિગેટ થયું નેશન્સ લીગમાં ફ્રાન્સની ટીમ સામે ડેનમાર્કે 2-0થી વિજય મેળવ્યો હતો. સતત બીજી...

વિમેન્સ વન-ડે રેન્કિંગમાં હરમનપ્રીત ટોપ-5માં, મંધાનાને પણ ફાયદો થયો

ભારતની ખેલાડીઓને રેન્કિંગમાં ફાયદો થયો મંધાના છઠ્ઠા ક્રમે પહોંચી ચાર્લી ડીનને 24 ક્રમાંકનો ફાયદો થયો ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન બીજી વન-ડેમાં અણનમ 143 રનની આક્રમક ઇનિંગ રમનાર ભારતીય...

ભારતે ન્યુઝીલેન્ડનો કર્યો વ્હાઈટવોશ, સંજુ સેમસને આફ્રિકા શ્રેણી પહેલા કર્યો કમાલ

ભારત-Aએ ODI શ્રેણીમાં ન્યુઝીલેન્ડ-Aને 3-0થી હરાવ્યું સંજુ સેમસને ન્યુઝીલેન્ડ-A સામે સૌથી વધુ 120 રન બનાવ્યા આફ્રિકા શ્રેણી માટે સંજુ સેમસને પોતાનો દાવો મજબૂત કર્યો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!