Tuesday, September 27, 2022
Home Sports છ વર્લ્ડકપ વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમની સભ્ય રેચલ હેન્સે નિવૃત્તિ લીધી

છ વર્લ્ડકપ વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમની સભ્ય રેચલ હેન્સે નિવૃત્તિ લીધી

  • ઓસ્ટ્રેલિયન વિમેન્સ ક્રિકેટ ટીમની ઉપસુકાનીએ લીધી નિવૃત્તિ
  • ચાલુ વર્ષની વિમેન્સ બિગ બેશ લીગ રેચલની છેલ્લી ટૂર્નામેન્ટ
  • રેચલે કારકિર્દીમાં 77 વન-ડે અને 84 T20 રમી

ઓસ્ટ્રેલિયન વિમેન્સ ક્રિકેટ ટીમની ઉપસુકાની રેચલ હેન્સે ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. ચાલુ વર્ષની વિમેન્સ બિગ બેશ લીગ રેચલની છેલ્લી ટૂર્નામેન્ટ રહેશે. 2009માં ડેબ્યૂ કરનાર 35 વર્ષીય રેચલને વિશ્વની શાનદાર મહિલા બેટ્સ વુમન્સમાં સ્થાન મળ્યું છે. કારકિર્દીમાં છ ટેસ્ટ, 77 વન-ડે અને 84 T20 મેચ રમનાર રેચલ છ વર્લ્ડ કપ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમની સભ્ય પણ રહી હતી. તેણે 2017 દરમિયાન પ્રથમ વખત મહિલા વન-ડે વર્લ્ડ કપમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું.

- Advertisement -

વર્લ્ડકપ-કોમનવેલ્થ ગેમ્સમાં મહત્વની ભૂમિકા અદા કરી

આ સમયે નિયમિત સુકાની મેગ લેનિંગ ખભાની ઈજાના કારણે મેચમાં રમી શકી નહોતી. હેન્સને 2018માં ટીમની ઉપસુકાની બનાવવામાં આવી હતી. ત્યારબાદ તેણે 2022ના વન-ડે વર્લ્ડકપ અને કોમનવેલ્થ ગેમ્સમાં ટીમને ગોલ્ડ મેડલ જીતાડવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. હેન્સે 2010 અને 2012ના ટી20 વર્લ્ડ કપ તથા 2013માં વન-ડે વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી ટીમની સભ્ય હતી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ફ્લોપ કેએલ રાહુલના સમર્થનમાં આવ્યા સુનીલ ગાવસ્કર, કરી પ્રશંસા

એશિયા કપ-ઓસ્ટ્રેલિયા સામે કેએલ રાહુલ રહ્યો ફ્લોપ રહ્યો રાહુલે ટીમ માટે પોતાની વિકેટનું બલિદાન આપ્યું: ગાવસ્કર રાહુલ તે જ કરી રહ્યો હતો જે ટીમ કરાવવા માંગે...

તિરુવનંતપુરમમાં ભારતીય ટીમ પહોંચી, ચાહકોએ સંજુ-સંજુના નારા લગાવ્યા

પ્રથમ મેચ બુધવારે તિરુવનંતપુરમમાં રમાશેસાઉથ આફ્રિકાનો ભારત પ્રવાસ 28 સપ્ટેમ્બરથી શરૂ ચાહકોમાં અલગ જ ગુસ્સાનું વાતાવરણ જોવા મળ્યું T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે...

સ્વિમિંગ પૂલમાં દબદબો મેળવવા ગુજરાતના 18 સ્વિમર્સ તૈયાર, 12 મેડલ્સની સંભાવના

ગુજરાતના 18 સ્વિમર્ગ મેડલ્સ માટેના દાવેદાર રહેશેનેશનલ ગેમ્સમાં ગુજરાત ટોપ-5માં રહેશે તેવી આશા સ્વિમર્સ મોર્ડન ટેક્નિકવાળા પેડલ્સ, પુલ્લબૉય, સ્નોર્કલ સાથે પ્રેક્ટિસ કરે છે ઘરઆંગણે યોજાનારી 36મી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!