Saturday, October 1, 2022
Home International યુક્રેનના ચાર ભાગને રશિયામાં જોડવાની તૈયારી, પુતિને આપ્યા ખાસ આદેશ

યુક્રેનના ચાર ભાગને રશિયામાં જોડવાની તૈયારી, પુતિને આપ્યા ખાસ આદેશ

  • પુતિનની જાહેરાત એવા સમયે આવી છે જ્યારે રશિયા યુક્રેનના ચાર ભાગોને જોડવાની તૈયારી 
  • રશિયા યુક્રેનના ડોનેત્સ્ક, લુહાન્સ્ક, ખુરાસાન અને ઝાપોરિજ્જિયાને જોડવાનો પ્રયાસ કરી
  • રશિયા શુક્રવારથી આ વિસ્તારોમાં જનમત સંગ્રહ શરૂ કરવા જઈ રહ્યું છે
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 7 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયામાં 3 લાખ રિઝર્વ સૈનિકો તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. પુતિનની આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે રશિયા યુક્રેનના ચાર ભાગોને જોડવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે રશિયા શુક્રવારથી આ વિસ્તારોમાં જનમત સંગ્રહ શરૂ કરવા જઈ રહ્યું છે. આ વિસ્તારોમાં રહેતા લોકો 23-27 સપ્ટેમ્બરની વચ્ચે પોતાનો મત આપી શકશે. બીજી તરફ યુક્રેન અને તેના સહયોગી દેશોએ આ જનમત સંગ્રહને ગેરકાયદે ગણાવીને રશિયા પર નિશાન સાધ્યું છે.

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશમાં સેનાની આંશિક તૈનાતીનો આદેશ આપ્યો છે. આ દરમિયાન તેમણે કહ્યું કે પશ્ચિમી દેશો રશિયાને નષ્ટ કરવા અને નબળા પાડવાનું કાવતરું ઘડી રહ્યા છે. આ દેશોએ હદ વટાવી દીધી છે. એટલું જ નહીં, પુતિને પશ્ચિમી દેશોને ચેતવણી આપી હતી કે જો રશિયાની પ્રાદેશિક અખંડિતતાને જોખમ થશે તો તેઓ રશિયા પાસે ઉપલબ્ધ તમામ સંસાધનોનો ઉપયોગ કરશે. પુતિને કહ્યું કે આ ચેતવણીને હળવાશથી લેવાની ભૂલ ન કરવી જોઈએ.

આ ચાર ભાગોને જોડવાની તૈયારી
રશિયા યુક્રેનના ડોનેત્સ્ક, લુહાન્સ્ક, ખુરાસાન અને ઝાપોરિજ્જિયાને જોડવાનો પ્રયાસ કરી રહ્યું છે. પુતિને આ વિસ્તારોમાં જનમત સંગ્રહ કરાવવાનો આદેશ આપ્યો છે. પુતિને કહ્યું કે યુક્રેનનું લુહાન્સ્ક પીપલ્સ રિપબ્લિક (એલપીઆર) આઝાદ થઈ ગયું છે અને ડોનેત્સક પીપલ્સ રિપબ્લિક (ડીપીઆર) પણ આંશિક રીતે આઝાદ થઈ ગયું છે. દરમિયાન રશિયાના સંરક્ષણ મંત્રીએ કહ્યું કે દેશમાં 300,000 રિઝર્વ સૈનિકો તૈનાત કરવામાં આવશે.
પુતિને કહ્યું, “જે લોકો રશિયા વિશે એવા નિવેદનો આપે છે, હું તે લોકોને યાદ અપાવવા માંગુ છું કે આપણા દેશમાં વિનાશના વિભિન્ન સાધન છે, તે નાટો દેશો કરતા વધુ આધુનિક છે.” જ્યારે આપણા દેશની પ્રાદેશિક અખંડિતતાને ખતરો છે, ત્યારે રશિયા અને આપણા લોકો ચોક્કસપણે આ સંસાધનોનો ઉપયોગ રક્ષા માટે કરશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

યુક્રેનનાં કિવમાં સામાન્ય નાગરિકો પર રશિયાનો હુમલો, 25ના મોત

વાહનોને પંચર કરવામાં આવ્યા હતાઆ હુમલા માટે યુક્રેનિયન દળોને જવાબદાર ઠેરવ્યા હતા ઝાપોરિઝ્ઝિયા શહેરનો વિસ્તાર એક મુખ્ય "ટ્રાન્ઝીટ પોઈન્ટ" યુક્રેનના નાગરિકના વાહનોનો કાફલો શુક્રવારે શહેરમાં...

રિસર્ચઃ શું આંગળીની લંબાઈનું પણ છે જાતીય સંબંધ સાથે કનેક્શન?

લેસ્બિયન મહિલાઓની આંગળી વચ્ચેનું અંતર વધુ પુરુષોમાં બીજી અને ચોથી આંગળી વચ્ચે હોય છે વધુ જગ્યા મહિલાઓની રિંગ ફિંગર અને તર્જની આંગળીની લંબાઈમાં અંતર હોય છે આર્કાઈવ...

આ ધર્મમાં નથી યુવતીઓને ક્યારેય વાળ કપાવવાની પરમિશન! મનાય છે ગુનો

આ નિયમોનું પાલન લાંબા સમયથી ચાલી રહ્યું છે મહિલાઓ ફક્ત ઘરની અંદર જ વાળ ખોલી શકે છે કોઈ મહિલા ભૂલથી પણ વાળ કાપે તો તેને પાપ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!