Tuesday, September 27, 2022
Home Health - Food મજા બની શકે છે સજા! ચપટી વગાડવાની ટેવ હોય તો ભૂલી જજો!

મજા બની શકે છે સજા! ચપટી વગાડવાની ટેવ હોય તો ભૂલી જજો!

  • ચપટી વગાડવાથી થાય છે નુકસાન
  • સાંધાની વચ્ચેથી કાર્બન ડાયોક્સાઇડના પરપોટા ફૂટે છે
  • ચપટી વગાડવાથી આ ગેસ રિલીઝ થવાનો અવાજ આવે છે

ચપટી વગાડવી એ ઘણા લોકોની આદત છે. કેટલાક લોકો બેસીને ચપટી વગાડતા રહે છે. ચપટી વગાડવી એ પણ એક વ્યસન જેવું છે, એક વાર આદત બની જાય પછી એમાંથી છૂટવું મુશ્કેલ છે. ઘણા લોકોવારંવાર ચપટી વગાડતા રહે છે. આમ કર્યા વિના તેમને શાંતિ નથી મળતી અને જો તેઓ આમ ન કરે તો તેમની આંગળીઓમાં દુખાવો થવા લાગે છે. કેટલાક લોકો ચપટી ન વગાડવાની સલાહ આપે છે. ચાલો જાણીએ કે શું ચપટી વગાડવી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે?

- Advertisement -

અવાજ કેમ આવે છે?

આપણા સાંધામાં પ્રવાહી જોવા મળે છે, તેની વચ્ચે ગેસ ભરેલો હોય છે. જ્યારે આપણે આપણી આંગળીઓથી ચપટી વગાડીએ છીએ, ત્યારે સાંધાની વચ્ચેથી કાર્બન ડાયોક્સાઇડના પરપોટા ફૂટે છે અને ગેસ નીકળે છે. ચપટી વગાડવાથી આ ગેસ રિલીઝ થવાનો અવાજ આવે છે. ટચાકા ફોડવા કે ચપટી વગાડવાથી માસપેશીઓને આરામ મળે છે. પણ આ કામ વધારે કરવાથી તમને નુકસાન પણ થઇ શકે છે. તમારી આંગળીમાં સોજા પણ આવી શકે છે. તમારી આંગળીઓના સાંધા ડાર્ક પડી શકે છે.

થઇ શકે છે આર્થરાઇટિસ?

કેટલાક લોકોના મનમાં એવી મૂંઝવણ હોય છે કે આંગળીઓના ટચાકા ફોડવાથી કે ચપટી વગાડવાથી આર્થરાઈટિસ થાય છે, વારંવાર ચપટી વગાડવાથી લિગામેન્ટના સ્ત્રાવ પર અસર થાય છે, તેનાથી સાંધામાં સમસ્યા થાય છે, પરંતુ એવું નથી. આના કારણે માત્ર સાંધા વચ્ચેનો ગેસ જ બહાર આવે છે. જો કે, વધારે પડતી ચપટી વગાડવી યોગ્ય નથી.

- Advertisement -

હાડકામાંથી પણ આવે છે અવાજ

કેટલાક લોકોના હાડકાં જાતે જ અવાજ આવે છે.. આપણે આ વાતને હળવાશથી લઈએ છીએ, પણ હાડકાંમાંથી અવાજ આવવો પણ સારું નથી. ક્યારેક તે હાનિકારક બની શકે છે, જો આવું થાય, તો ડૉક્ટરની સલાહ લો.

Source link

- Advertisement -
RELATED ARTICLES

વજન ઘટાડવા સહિત આ સમસ્યાઓમાં લાભદાયી છે જીરું, કરો ઉપયોગ

કાળા જીરાનો ઉપયોગ કરવાથી ફેટને ઘટાડવામાં મદદ મળશે જીરાનું પાણી શરીરને ડિટોક્સ કરીને ઈમ્યુનિટી વધારશે પેટમાં ગેસ, અપચો, પેટ દર્દ, લૂઝ મોશનની સમસ્યામાં રાહત થશે જીરાનો ઉપયોગ...

રોજ ચોખા ખાઓ છો તો જાણો તેના ફાયદા અને નુકસાન પણ

ચોખામાં ચરબીનું તત્ત્વ ઘણું ઓછું હોવાથી તે પચવામાં ખૂબ જ હલકા છે. તેથી બાળકો અને માંદા માણસોને બફાયેલો ભાત અને મગની દાળ નિર્ભય પથ્ય...

ગર્ભાવસ્થામાં આ પાંચ વાત સ્ત્રીએ અવશ્ય યાદ રાખવી

પ્રેગ્નન્સીના 9 મહિના દરેક સ્ત્રીના જીવનનો એક સુવર્ણ સમય હોય છે. માતૃત્વની લાગણી અને આનંદ સ્ત્રીના ચહેરા ઉપર કંઈક અનોખું તેજ લાવે છે, તો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

વજન ઘટાડવા સહિત આ સમસ્યાઓમાં લાભદાયી છે જીરું, કરો ઉપયોગ

કાળા જીરાનો ઉપયોગ કરવાથી ફેટને ઘટાડવામાં મદદ મળશે જીરાનું પાણી શરીરને ડિટોક્સ કરીને ઈમ્યુનિટી વધારશે પેટમાં ગેસ, અપચો, પેટ દર્દ, લૂઝ મોશનની સમસ્યામાં રાહત થશે જીરાનો ઉપયોગ...

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

NCP નેતા છગન ભૂજબલનું વિવાદાસ્પદ નિવેદન, મા સરસ્વતીને લઇને વિવાદ

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા છગન ભુજબલ વિવાદોમાં ફસાયા મા સરસ્વતીને લઇને કરેલા નિવેદનને કારણે ચર્ચામાં છગન ભુજબળે શાળાઓમાં સરસ્વતીજીના ફોટો અને પૂજા પર સવાલ...

F-16 ફાઈટર જેટની ડિલ, તમે કરીને કોઈને મૂર્ખ બનાવી શકતા નથી: જયશંકર

એસ જયશંકરે વોશિંગ્ટન ઈસ્લામાબાદ સંબંધો પર સવાલ ઉઠાવ્યાભારત અને પાકિસ્તાન સાથે અમારા સંબંધો અલગ છે અમેરિકા પાકિસ્તાનને 450 મિલિયન ડોલર આપશે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!