Wednesday, September 28, 2022
Home Sports PSGએ મક્કાબી હાફિયા ક્લબને 3-1થી હરાવ્યું

PSGએ મક્કાબી હાફિયા ક્લબને 3-1થી હરાવ્યું

  • PSGએ ગ્રૂપ તબક્કામાં સતત બીજો મુકાબલો જીત્યો
  • PSGના વિજયમાં મેસ્સી-નેમાર-મબાપેએ કર્યા ગોલ
  • બોરુસિયા ડોર્ટમન્ડને માન્ચેસ્ટર સિટીએ 2-1થી હરાયું

ફ્રેન્ચ ક્લબ પેરિસ સેન્ટ જર્મેને (PSG) UEFA ચેમ્પિયન્સ લીગ ફૂટબોલના ગ્રૂપ તબક્કામાં સતત બીજો મુકાબલો જીત્યો હતો. ગ્રૂપ-એચની મેચમાં PSG માટે લાયોનલ મેસ્સી, નેમાર અને મબાપેના ગોલની મદદથી ઇઝરાયેલની મક્કાબી હાફિયા ક્લબ સામે 3-1થી વિજય હાંસલ કર્યો હતો.

- Advertisement -

PSGનો સતત બીજો વિજય

મેચની શરૂઆતમાં હાફિયા ક્લબ સામે 0-1થી પાછળ રહ્યા બાદ ફ્રેન્ચ ક્લબની સ્ટાર ત્રિપુટીએ શાનદાર તાલમેલનું પ્રદર્શન કરીને મેચ પીએસજીની તરફેણમાં કરી દીધી હતી. મેચની 24મી મિનિટે હાફિયાના જારોન ચેરીએ ગોલ કરીને યજમાન ક્લબને 1-0થી આગળ કરી દીધી હતી. મબાપેએ શાનદાર પાસ દ્વારા બોલને ગોલપોસ્ટ પાસે મોકલી આપ્યો હતો જેની ઉપર મેસ્સીએ કોઈ પણ ભૂલ કર્યા વિના 37મી મિનિટે ગોલ કરી દીધો હતો. બીજા હાફમાં PSGએ આક્રમણ વધાર્યું હતું અને 69મી મિનિટે મબાપેએ મેસ્સીના આસિસ્ટ વડે ગોલ કરીને સ્કોર 2-1નો કર્યો હતો. ત્યારબાદ નેમારે 88મી મિનિટે ગોલ કરીને પીએસજીનો 3-1થી વિજય નિશ્ચિત કરી દીધો હતો. PSGએ ગયા સપ્તાહે રમાયેલી મેચમાં જુવેન્ટસને 2-1થી હરાવ્યું હતું. તે બે વિજય સાથે કુલ છ પોઇન્ટ વડે ગ્રૂપમાં ટોચના ક્રમે છે. ગ્રૂપ-એચની અન્ય એક મેચમાં ઇટાલિયન ક્લબ જુવેન્ટ્સનો પોર્ટુગલની ક્લબ બેનફિસા સામે 2-1થી પરાજય થયો હતો. ક્રિસ્ટિયન મલિકે જુવેન્ટ્સ માટે ચોથી મિનિટે અને જોઆઓ મારિયાએ બેનફિકા માટે 43મી તથા ડેવિડ નેરેસે 55મી મિનિટે ગોલ કર્યા હતા.

- Advertisement -

માન્ચેસ્ટર સિટીએ સિઝનનો બીજો મુકાબલો જીત્યો

ઇંગ્લિશ ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર સિટીએ ચેમ્પિયન્સ લીગની વર્તમાન સિઝનમાં પોતાનો બીજો મુકાબલો જીતી લીધો હતો. સિટીની ટીમે ગ્રૂપ-જીમાં જર્મનીની ક્લબ બોરુસિયા ડોર્ટમન્ડને 2-1થી પરાજય આપ્યો હતો. પોતાના હોમગ્રાઉન્ડમાં રમી રહેલી સિટીની ટીમે ધીમી શરૂઆત કરી હતી અને પ્રથમ હાફમાં એક પણ ગોલ નોંધાયો નહોતો. 56મી મિનિટે જૂડ બેલિંઘમે ગોલ કરીને ડોર્ટમન્ડને 1-0થી આગળ કરી દીધું હતું. 80મી મિનિટે જોન સ્ટોન્સે ફિલ્ડ ગોલ કરીને સ્કોર 1-1થી સરભર કર્યો હતો. ચાર મિનિટ બાદ હાલાંદે બોલને ડોર્ટમન્ડના ગોલપોસ્ટમાં નાખીને માન્ચેસ્ટર સિટીને 2-1થી વિજય અપાવી દીધો હતો. અન્ય એક મેચમાં ડેનમાર્કની કોપનહેગાન અને સ્પેનની સેલિવા ક્લબ વચ્ચેની મેચ 0-0થી ડ્રો રહી હતી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રોએશિયા, ઇટાલી, નેધરલેન્ડ્સ નેશન્સ લીગની સેમિફાઇનલમાં

2022ના વર્લ્ડ કપ પહેલાં તમામ ટીમો છેલ્લી મેચ રમી ઇંગ્લેન્ડ રેલિગેટ થયું નેશન્સ લીગમાં ફ્રાન્સની ટીમ સામે ડેનમાર્કે 2-0થી વિજય મેળવ્યો હતો. સતત બીજી...

વિમેન્સ વન-ડે રેન્કિંગમાં હરમનપ્રીત ટોપ-5માં, મંધાનાને પણ ફાયદો થયો

ભારતની ખેલાડીઓને રેન્કિંગમાં ફાયદો થયો મંધાના છઠ્ઠા ક્રમે પહોંચી ચાર્લી ડીનને 24 ક્રમાંકનો ફાયદો થયો ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન બીજી વન-ડેમાં અણનમ 143 રનની આક્રમક ઇનિંગ રમનાર ભારતીય...

ભારતે ન્યુઝીલેન્ડનો કર્યો વ્હાઈટવોશ, સંજુ સેમસને આફ્રિકા શ્રેણી પહેલા કર્યો કમાલ

ભારત-Aએ ODI શ્રેણીમાં ન્યુઝીલેન્ડ-Aને 3-0થી હરાવ્યું સંજુ સેમસને ન્યુઝીલેન્ડ-A સામે સૌથી વધુ 120 રન બનાવ્યા આફ્રિકા શ્રેણી માટે સંજુ સેમસને પોતાનો દાવો મજબૂત કર્યો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!