Monday, September 26, 2022
Home Gujarat જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 72મા જન્મદિન નિમિત્તે કાર્યક્રમો યોજાયા

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 72મા જન્મદિન નિમિત્તે કાર્યક્રમો યોજાયા

  • બહેનોએ 72 સુર્યનમસ્કારો અને દિર્ઘાયુની કામના સાથે ગાયત્રી યજ્ઞ કર્યો
  • સાંસદ, ધારાસભ્ય દ્વારા રક્તદાન કેમ્પમાં રકદાતાઓ ઉમટ્યા
  • ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાના સમુહ સફાઈ કાર્યક્રમમાં કમિશનર જોડાયા

જામનગરમાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 72મા જન્મદિન નિમિતે તેના દિર્ઘાયુની કામના સાથે ગાયત્રી યજ્ઞ, ગુર્જર સુતાર જ્ઞાતિમાં વિશ્વકર્મા ભગવાનની મહાઆરતી તેમજ બે જગ્યાએ મહા રક્તદાન કેમ્પ, ફોટો પ્રદર્શન તેમજ સમુહ સફાઈના કાર્યક્રમો યોજાયા હતા. આજે શહેરમાં હરિયા કોલેજ ખાતે સાંસદ પુનમબેન માડમ તેમજ તેઓ દ્વારા સંચાલિત સંસ્થાઓ દ્વારા મેગા સર્વરોગ નિદાન અને રક્તદાન કેમ્પના આયોજનમાં હજારો લોકો ઉમટ્યા હતા. મોટી સંખ્યામાં રક્તદાન થયું હતું.

- Advertisement -

આ જ રીતે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા પ્રેરિત ટ્રસ્ટ દ્વારા મેગા રક્તદાન કેમ્પ ઓશવાલ સેન્ટર ખાતે યોજાયો હતો. જેમાં પણ મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટ્યા હતા. આયોજન કરવામાં આવ્યું હતું. આજે સવારે ગ્રીન સીટી વિસ્તારમાં યોગ બોર્ડ અને પતંજલિ સમિતિના બહેનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વસ્થ લાંબા આયુષ્ય માટે ગાયત્રી યજ્ઞ તેમજ 72 સુર્ય નમસ્કારનું આયોજન યોગ બોર્ડના જિલ્લા કો ઓર્ડીનેટર પ્રિતિબેન શુક્લની અગ્રતામાં કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જામનગર શહેર ભાજપા દ્વારા તળાવની પાળ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવનના મહત્વના ફોટાનું અને તેઓની અગ્રતામાં દેશમાં થયેલા વિકાસના ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

આ જ રીતે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ માતૃશક્તિ ટ્રસ્ટના માધ્યમથી શહેરમાં વાલસુરા રોડ અને અન્ય બે સ્થળે સમુહ સફાઈ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી પણ જોડાયા હતા.

Source link

- Advertisement -
RELATED ARTICLES

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

અમિત શાહ આજથી બે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

આજે અમદાવાદ-સાણંદમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે આવતીકાલે રૂપાલ મંદિર જશે અને માણસામાં પણ કાર્યક્રમમાં જશે મંગળવારે પરત ફરતા પહેલાં માણસા ખાતે આરતી કાર્યક્રમમાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહૃસહકાર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

ફિફા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં સિંગાપોર-ભારતની મેચ 1-1થી ડ્રો

સિંગાપોર માટે ઇખસાન ફાંડીએ 37મી મિનિટે કર્યો ગોલભારતના આશિક કુરુનિયને 43મી મિનિટે ગોલ કરી બરાબરી કરીકુરુનિયને જોરદાર કિક મારી સિંગાપોરના ગોલકીપરને બીટ કર્યોફિફા ઇન્ટરનેશનલ...

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!