Monday, September 26, 2022
Home Gujarat Surat ખાનગી પ્રકાશનના પુસ્તકો એ મૂલ્યનિષ્ઠ શિક્ષણને ક્ષીણ ક્ષીણ કર્યું

ખાનગી પ્રકાશનના પુસ્તકો એ મૂલ્યનિષ્ઠ શિક્ષણને ક્ષીણ ક્ષીણ કર્યું

  • કમિશનખોર સંચાલકો અને રબર સ્ટેમ્પ આચાર્યો અને હપ્તાખોર શિક્ષણ અધિકારી. આ તિગડી તૂટે તો ભણશે ગુજરાત.
  • સરકારી પુસ્તકો વણવપરાયા પસ્તીમાં વેચાઈ છે. સર્વ શિક્ષા અભિયાનની ગ્રાન્ટ ખાડે જાય છે.
  • વાલી માવતરને સવાલ: પૂછો આપના બાળકને પાઠ્યપુસ્તક વર્ગમાં શિક્ષક વાંચે છે. બાળકે વાંચ્યા છે ?

ખાનગી પ્રકાશનના પુસ્તકો એ મૂલ્યનિષ્ઠ શિક્ષણને ક્ષીણ ક્ષીણ કર્યું

રંગબેરંગી દુનિયાના સપનાં જુઓ. અને વાસ્તવિકતા ભુલી જશો તો પછતાશો.

વિદ્યા મહાદાન ?
વિદ્યા મહાધન ?

સાચી વિદ્યા સમાજ તારે, ખોટી વિદ્યા કુટુંબ, પરિવાર, સમાજ અને દેશની કતલ કરે : ચાણક્ય

- Advertisement -

વિચાર, વિવેચન, વૈજ્ઞાનિક અભિગમ શક્તિનો નાશ, લોટરી જુગાર જેવી પરીક્ષા સિસ્ટમમાં ૨૧ અપેક્ષિત પ્રશ્ર્નોત્તર અને બાળકનો વિકાસ જવાબ નિરુત્તર.

હું એક શિક્ષક દિપક પટેલ, શિક્ષક આગેવાન આ લેખથી શરમ સાથે, માફી માંગી જાહેરમાં કબૂલ કરું છું કે સાચી માસ્તરી મરી પરવારી છે. ઝોલાં છાપ કથિત સરકારે પ્રમાણીત કરેલી પ્રમાણિત લાયકાત વગરના શિક્ષકોથી ખાનગી શાળાઓમાં ગંદવાડ ઉભરાય છે.

જેનું શોષણ થાય તે નપાણીયા, નમાલા, માત્ર પગાર લાલચુ કથિત શિક્ષકો આપના બાળકને દેશપ્રેમ, નીડરતા, વીરતા, શૂરવીરતાના સાચા નાગરિક ધર્મના પાઠ ભણાવશે ખરાં ?

પાંચ દશ હજારમાં આજે મહિનાના બાંધ્યા પગારે કડિયો કે સુથાર કે લુહાર કે મજુર નથી મળતાં. ખાનગી શાળાઓમા આવાં અધકચરા અધુરી લાયકાત ધરાવતા લોક શૂટ બુટ સાડી એપ્રોન પહેરી ટાઈ બાંધી શું ભણાવતાં હશે ?

નૈતિકતા અને ભૌતિક્તાનો ભેદ પરખો.
ભારતના ભાવિ પેઢી બાળકોનું ભવિષ્ય ભણતર બચાવો.

- Advertisement -

સરકારી શાળાઓમાં અંગ્રેજી ગણિત વિજ્ઞાન ના શિક્ષકો ચાલીશ પચાસ હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવે છે ત્યારે હજાર સીટો નિમણૂક વગર ખાલી છે.

ઠેર ઠેર ઇંગ્લિશ ગુજલિશ પાટિયાં બોર્ડ વાળી શંકાસ્પદ પ્રાઈમરી સ્કૂલની સીબીએસસી માન્યતા વાળી શંકાસ્પદ પ્રાઈમરી સ્કૂલ કેમ ઉભરાઈ છે. વાલીઓ લાખો રૂપિયા ડોનેશન ડીપોઝિટ આપી પડાપડી કેમ કરે છે ?

હવે મુળ વિષય પર ચર્ચા વિચારણા કરો… કરીએ….

આપનું બાળક ગાઈડબુક જોઇ જોઈ બેઠાં પ્રશ્નોના જવાબો લખી શિક્ષક દ્વારા વર્ગખંડમાંથી હુકમ છોડેલ ઘરકામ હોમવર્ક કરે છે ? વાલીઓ આપ જાતે લહિયા પદ્ધતિથી લેશન કરાંવો છો ?

આપના બાળકોની સમજ શકિત વધે છે કે ગોખણ શક્તિ વધે છે.

ખાનગી શાળાઓમાંથી વગર બીલ પુસ્તકો ખરીદો છો ?

એક સાચા રાષ્ટ્રપ્રેમી દેશ પ્રેમી છો ? ખાનગી પુસ્તકોના કાળા બજારના ગ્રાહક છો ?

આપણાં શિક્ષણમંત્રી, શિક્ષણ વિભાગ અઘિકારીઓનો વાંક નથી.

આપણે આપણી માનસિકતા બદલવી પડશે.

પૂછો આપના બાળકને પાઠ્યપુસ્તક આખું વાંચ્યું છે ? વાંચે છે ? સવાલોના જવાબો પાઠ્ય પુસ્તકો વાંચી વાંચીને જવાબો શોધ્યાં છે.

પાઠ્ય પુસ્તકો વાંચશે શિક્ષક-વિદ્યાર્થી તો વિકસશે ગુજરાત. બાકી ખાલી ઢોલ. સૌનો સાથ સૌનો વિકાસ.

કહેવાય છે અને સૌ જાણે છે કે સરકારી પુસ્તકો શાળામાં પહોંચે તે પહેલાં જ ખાનગી પ્રકાશકોની સ્વાધ્યાય પોથીઓ, ગાઈડ બુકો કોને કોને લાભ મળે એવી ગોઠવણો થાય છે.

આજે ખૂલ્લેઆમ શાળાઓમા જ પુસ્તકો વેચાઈ છે. જિલ્લા શિક્ષણાધિકારી અને શિક્ષણ નિરીક્ષકો પણ વેચાઈ છે.

મીડિયા પોલ ખોલ કરે તો જુના કાયદાના કડક અમલ કરવા કરાવવાના ફતવા જાહેર કરવામાં આવે છે. કોણ કોણ પકડાયા ? કોને કોને સજા કરવામાં આવી ?

ફળોના કરન્ડિયામાં એક કેરી સડેલી હોય તો ?

વાલી મિત્રો આપનું બાળક સાચું શિક્ષણ મેળવે તે માટે આપણે જ કાળજી રાખવી પડે.

જેમ ગીતા અને કુરાનમાં ધર્મસાર સમાવેશ છે તે જ રીતે પાઠ્ય પુસ્તકોમાં જ સાચું શિક્ષણ સમાયેલું છે.

બાકી આપની જેવી દાનત, મરજી, ચુપકીદી, શરણાગતિ એવી ફળશે હરિ ઈચ્છા.

__

દિપક પટેલ શિક્ષક સુરત.
જનતા દરબાર સંયોજક ગુજરાત.
RTI ACT Reform Movement Gujarat India.
૯૯૦૪૦ ૧૨૧૬૯

- Advertisement -
RELATED ARTICLES

રાજસ્થાનનાં અનુ.જાતિના વિદ્યાર્થીનાં મોતનો પડઘો ગુજરાતમાં પણ પડ્યો

રાજસ્થાનનાં અનુ.જાતિના વિદ્યાર્થીનાં મોતનો પડઘો ગુજરાતમાં પણ પડ્યો સ્કૂલમાં પાણી પીવા મામલે એક સ્વર્ણ શિક્ષકે માર મારવાની ઘટનામાં વિદ્યાર્થીનું મોત ડો.બાબા સાહેબ આંબેડકર યુવક...

સુરતમાં હપ્તાખોરી ખુલ્લી પાડનાર એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો! લાકડી વડે ફટકારતો વિડિઓ વાયરલ

સુરતમાં આજે એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો થયો હતો અને આ ઘટનાથી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કેવી છે તે ખુલ્લી પડી હતી. આ બનાવ...

ઉકાઇ ડેમની જળ સપાટી વધીને ૩૩૫.૪૫ ફૂટ ઉપર પહોંચી,૧૨ ગેટ ૯ ફૂટ ઓપન કરાયા

ઉકાઇ ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવક ઉપલબ્ધ બનતા આજે એટલે તા.૧૨મી ઓગસ્ટ નારોજ બપોરે ૧૨ કલાકે ઉકાઇ ડેમની જળ સપાટી વધીને ૩૩૫.૪૫ ફૂટ ઉપર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ફિફા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં સિંગાપોર-ભારતની મેચ 1-1થી ડ્રો

સિંગાપોર માટે ઇખસાન ફાંડીએ 37મી મિનિટે કર્યો ગોલભારતના આશિક કુરુનિયને 43મી મિનિટે ગોલ કરી બરાબરી કરીકુરુનિયને જોરદાર કિક મારી સિંગાપોરના ગોલકીપરને બીટ કર્યોફિફા ઇન્ટરનેશનલ...

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!