Saturday, October 1, 2022
Home National વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં માત્ર ડ્રીમ નહીં, ડિલિવરી પણ હોય છે

વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં માત્ર ડ્રીમ નહીં, ડિલિવરી પણ હોય છે

  • ડિજિટલ ઈન્ડિયા, સ્ટાર્ટ અપ અને મેક ઈન ઈન્ડિયાનું સ્વપ્ન સાકાર થયું
  • GCCI ખાતે ‘મોદી એટ 20 : ડ્રીમ્સ મીટ ડિલિવરી’ પર અશ્વિની વૈષ્ણવનું સંબોધન
  • ભાવનગરમાં 10,000 કન્ટેનર બનાવવામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં માત્ર ડીમ નહીં, ડીલીવરી પણ હોય છે, તેવું કેન્દ્રના રેલવે અને IT, કમ્યુનિકેશન મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું. વડાપ્રધાન મોદી વિઝનરી છે અને તેમની સૌથી મોટી વિશેષતા એ છે કે, તેઓ ભવ્ય ડ્રીમ જુએ છે અને પછી અથાગ પ્રયાસોથી એ સ્વપ્નને સાકાર કરીને ડીલીવરી આપે છે. 8 વર્ષ પહેલાં ભારતમાં ફક્ત 500 જેટલા સ્ટાર્ટઅપ હતા, પરંતુ વડાપ્રધાન મોદીની દીર્ઘદ્રષ્ટિથી આજે 74,000 સ્ટાર્ટઅપ છે અને 100થી વધુ યુનિકોર્ન છે. સ્ટાર્ટ અપ ક્ષેત્રે ભારત સૌથી વધુ ઈકો સિસ્ટમ ધરાવે છે. ડિજીટલ ઈન્ડિયા, સ્ટાર્ટ અપ અને મેઈક ઈન્ડિયા ક્ષેત્રે ભારતનું સ્વપ્ન સાકાર થયું છે. 2023ના અંતે 75 વંદે ભારત ટ્રેનથી દેશના જુદા જુદા રાજ્યોને જોડવામાં આવશે. રેલવેમાં રીન્યુએબલ એનર્જી સોર્સ અને રીજનરેશનની ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. રેલવેમાં સોલાર ઉર્જા, પ્લેટફોર્મ પેનલ અને મેગા સોલાર પ્લાન્ટ મારફતે સોલાર એનર્જીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નજીકના ભવિષ્યમાં અમદાવાદ- મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડશે. મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં ભારત વિશ્વમાં ટોપ 3 દેશોમાં સામેલ થયું છે અને 6 લાખ કરોડ મોબાઈલના ઉત્પાદન સાથે ભારત વિશ્વમાં બીજા ક્રમે છે અને 25 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે. આગામી સમયમાં ભારતમાં વિશ્વસ્તરના આઈ ફોન બનશે.

- Advertisement -

GCCI ખાતે ‘મોદી એટ 20: ડ્રીમ્સ મીટ ડિલીવરી’ વિષય પરની ઈન્ટરેક્ટિવ સેશન અને પત્રકાર પરિષદમાં અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ભારતમાં તૈયાર કરાયેલ મેટ્રો કોચની ઓસ્ટ્રેલિયામાં નિકાસ થઈ છે. માત્ર બે વર્ષમાં વંદે ભારત ટ્રેન પૃથ્વીની 18 વખત પ્રદક્ષિણા કરે તેટલા કિ.મી. બ્રેકડાઉન વિના દોડી છે. રેલવેની જમીનનો વેર હાઉસ, ઈન્ડસ્ટ્રીય પ્રોસેસિંગ, વગેરે હેતુસર ઉપયોગ કરવા માટેની નીતિનો ટુંક સમયમાં અમલ થશે. વિશ્વના ગણ્યા ગાંઠયા દેશોમાં 5G ટેકનોલોજી છે અને દેશના લોકો સુધી 5G ટેકનોલોજી પહોંચાડવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્યાન આપી રહ્યા છે. દેશમાં ડિજીટલ પેમેન્ટનો વ્યાપ વધ્યો છે. GCCIના પ્રમુખ પથિક પટવારીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અજય પટેલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું મેમેન્ટો આપીને સ્વાગત કર્યું હતું.

દાહોદમાં 9,000 હોર્સ પાવરની મોટર બનશે

વંદે ભારત, બુલેટ ટ્રેન, માટે દાહોદમાં 9,000 હોર્સ પાવરની મોટરનું ઉત્પાદન કરાશે. આ હેતુસર ફેક્ટરનું ભૂમિપૂજન કરાયું છે અને ટેન્ડર પ્રોસેસ કરીને કોન્ટ્રાક્ટ અપાશે. હાલ 4,000 હોર્સ પાવરની મોટરનું ઉત્પાદન થાય છે. ભાવનગરમાં 10,000 કન્ટેનર બનાવવામાં આવશે. જ્યારે સાવલી નજીક ટ્રેનના બોગી બનાવાય છે. રાજકોટમાં બુલેટ ટ્રેનની મશીન તૈયાર કરાયા છે. સુરતમાં વિશ્વની સૌથી મોટી જીઓટેકનિકલ લેબ નિર્માણ પામી છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ ચુકવવા નવી સિસ્ટમ અમલી બનશે

ફ્રોડ રોકવા આજથી ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ માટે ટોકન સિસ્ટમનો અમલ શરૂ કાર્ડ નંબર, એક્સ્પાયરી ડેટ, સીવી નંબર લીક ન થતાં ફ્રોડ પર બ્રેક લાગવાની આશા પીઓએસ,...

અશ્લીલ સામગ્રી પિરસતી 63 પોર્ન સાઇટ પર પ્રતિબંધ લગાવાયો

અત્યાર સુધીમાં કુલ 800થી વધુ પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવાયો સરકારે ઈન્ડિયન ISPsને આદેશ આપીને સાઈટ્સો બ્લોક કરી દીધી નવા આઈટી નિયમ 2021 હેઠળ તમામ વેબસાઈટ્સને...

300થી વધુ દવાઓ પર બારકોડ અથવા QR કોડ લગાવવાના આદેશની તૈયારી

ભારતમાં વેચાતો ફાર્મા સામાન 20 ટકા નકલી હોવાની અમેરિકાએ દાવો કર્યો હતો અમેરિકાએ ભારતને નકલી દવાઓની વધી રહેલી સમસ્યા વિશે ચેતવણી આપી હતી દવાઓના પેકેટ પર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને 13 કરોડ મળશે, IPL કરતાં સાત કરોડ

ICC મેગા ઇવેન્ટ માટે કુલ 45.67 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની અપાશેરનર્સ-અપ ટીમને 6.5 કરોડ રૂપિયા  પ્રથમ રાઉન્ડ હારનારી ટીમને 33.62 લાખ રૂપિયા અપાશે ટી20 વર્લ્ડ કપ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!