Saturday, October 1, 2022
Home Gujarat માગ ન સ્વીકારાયતો વિધાન સભાનો ઘેરાવો કરવા તૈયારી

માગ ન સ્વીકારાયતો વિધાન સભાનો ઘેરાવો કરવા તૈયારી

  • વન વિભાગના 7 જિલ્લાનું મહાસંમેલન મળ્યું
  • PMના જન્મદિને રાજયમાં અનોખો વિરોધ કરાશે
  • વન કર્મચારીઓના અગ્રણીઓએ મહાસંમલનમાં જણાવ્યુ

રાજયના વન કર્મચારીઓના હડતાળના 9 દિવસ બાદ પણ કોઇ નિરાકારણ નહી આવતા ગુરૂવારે વારસીયા રીંગ રોડ ઉપરના હોલમાં સાત જિલ્લાના મળેલા મહાસંમેલનમાં કર્મચારીઓની માંગ ના સ્વીકારયતો આંદોલન જલદ બનાવવાના ભાગરૂપે વિધાનસભાના ઘેરાવ કરવામાં પણ આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

- Advertisement -

વન વિભાગના કર્મચારીઓમાં વન રક્ષકનો ગ્રેડ પે 2800 અને વનપાલનો ગ્રેડ પે 4200 કરવામાં આવે તેવી માંગ સાથે વન્ય કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા છે. આ ઉપરાંતની માંગણીઓમાં તેઓને રજા પગાર આપવામાં આવે વન્ય કર્મચારીઓ ચોવીસ કલાક ફરજ બજાવતા હોય છે. તેઓને રીલીવર નથી મળતો સૌથી ઓછો ગ્રેડ પે છે. તેમજ બઢતીમાં 1:3નો રેસીયો કરવામાં આવે તેવી તેમની માંગ છે.

વડોદરા ઝોનના વનપાલ તેમજ વનરક્ષકોનુ મહા સંમેલન રાજ્યના યુનિયન પ્રમુખ પ્રવિણસિંહ ચૌહાણ ના અઘ્યક્ષ સ્થાને ગુરૂવારે વડોદરામાં યોજાયુ હતુ. જેમાં વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ દાહોદ મહિસાગર નડિયાદ અને આણંદના 500 ઉપરાંત વન કર્મચારીઓ હાજર રહ્યા હતા. જેમાં વન કર્મચારીઓ 17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદીનો જન્મ દિવસ છે. આ નિમિતે દરેક જિલ્લામાં 72 વૃક્ષો વાવીને તેને ગ્રીન પટ્ટી બાંધીને વિરોધ કરવામાં આવશે. જો માંગણીઓ નહી સ્વીકારયતો વિધાનસભા ઘેરાવ સહિતના જલદ કાર્યક્રમો આપવામાં આવશે.

ગ્રીન સોલ્જર અત્યાર સુધીને ગાંધીજીના માર્ગે અહિંસક રીતે આંદોલન આગળ વધારી રહ્યુ છે. જોકે તેમ છતા રાજય સરકાર દ્વારા વન કર્મચારીઓ હડતાળ ઉપર હોવાથી વન સંપદાને થતા નુકશાન અંગે પણ કોઇ ચર્ચા કરવામાં આવતી નથી જે દુઃખદ બાબત હોવાનું વન કર્મચારીઓના અગ્રણીઓએ મહાસંમલનમાં જણાવ્યુ હતુ.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!