Friday, October 7, 2022
Home Gujarat Surat નૂપુર શર્મા ની ધરપકડની માંગને લઈને સુરતમાં લાગ્યા પોસ્ટર

નૂપુર શર્મા ની ધરપકડની માંગને લઈને સુરતમાં લાગ્યા પોસ્ટર

પયગંબર મોહમ્મદ સાહેબ પર નૂપુર શર્મા એ કરેલ વિવાદિત ટીપ્પણીનો મામલો ખતમ થવાનું નામ નથી લીધો. જ્યાં બીજેપીની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માનો વિરોધ વધતો જઈ રહ્યો છે. આ દરમ્યાન ગુજરાતના સૂરત જીલાની બ્રિજ પર નૂપુર શર્માની ધરપકડની માંગને લઈને પોસ્ટર લગાવાયા છે. પોલીસ અનુસાર, પોસ્ટર સૂરતના જીલાની બ્રિજ પર લગાવવામાં આવ્યા હતા. આ મામલામાં પોલીસે કહ્યું કે, હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે, પોસ્ટર કોના દ્વારા લગાવાયા હતા. હાલ પોસ્ટર લગાવનાર લોકો અંગે જાણકારી મેળવવા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. 

હકિકતમાં બીજેપીની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા ની ધરપકડ કરવાની માંગ સાથેના પોસ્ટર સૂરતના જીલાની પુલ પર લગાવવામાં આતા પોલીસ સતર્ક થઈ ગઈ છે. આ મામલામાં પોલીસનું કહેવું છે કે, હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે, પોસ્ટર્સ કોણે લગાવ્યા છે. જો કે, પોસ્ટર લગાવનાર લોકો અંગે જાણકારી મેળવવા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે, નૂપુર શર્માને આ વીડિયો બાદ સસ્પેન્ડ કરવામાં આવી હતી. જેમાં તેણે પેયગંબર મોહમ્મદ સાહેબ અંગે ટીપ્પણી કરી હતી. જેના વાયરલ થવા પર સમગ્ર વિશ્વમાં આક્રોશ ફેલાયો છે. તેની વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ઠેંસ પહોંચાડવા કેટલાક મામલા નોંધાયા છે.

- Advertisement -

ધીમે ધીમે આ વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે ત્યારે ભાજપ પણ બેકફૂટ પર આવી ગઈ છે, ત્યારે કાનપુર બાદ સુરતમાં નૂપુર શર્માની ધરપકડની માંગ સાથે પેમ્ફલેટ ફરતા થતાં પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે. આ પેમ્ફલેટ કોણે લગાવ્યા? તે જિલાની બ્રિજ પર જ કેમ ફેંકવામાં આવ્યા? તે દિશામાં પોલીસ અને આઈબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

નૂપુર શર્મા એ વગર શર્તે નિવેદન લીધુ પરત

ત્યાં જ બીજેપીએ ગત દિવસોમાં એક નિવેદન જાહેર કરતા કહ્યું કે, તેઓ તમામ ધર્મોનું સન્માન કરે છે અને કોઈ પણ ધાર્મિક વ્યક્તિત્વના અપમાનની ખૂબ નિંદા કરું છું. તે બાદથી નૂપુર શર્માએ વગર શર્તે પોતાનું નિવેદન પરત લઈ લીધું છે. જો કે, આ મામલો આંતરરાષ્ટ્રીય મોર્ચા પર ખૂબ ઝડપથી ઉછળ્યો છે. જેના કારણે કેટલાક ઈસ્લામી દેશોના પેયગંબર મોહમ્મદ અંગે ટીપ્પણીની ખૂબ નિંદા કરી છે. 

- Advertisement -
RELATED ARTICLES

રાજસ્થાનનાં અનુ.જાતિના વિદ્યાર્થીનાં મોતનો પડઘો ગુજરાતમાં પણ પડ્યો

રાજસ્થાનનાં અનુ.જાતિના વિદ્યાર્થીનાં મોતનો પડઘો ગુજરાતમાં પણ પડ્યો સ્કૂલમાં પાણી પીવા મામલે એક સ્વર્ણ શિક્ષકે માર મારવાની ઘટનામાં વિદ્યાર્થીનું મોત ડો.બાબા સાહેબ આંબેડકર યુવક...

સુરતમાં હપ્તાખોરી ખુલ્લી પાડનાર એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો! લાકડી વડે ફટકારતો વિડિઓ વાયરલ

સુરતમાં આજે એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો થયો હતો અને આ ઘટનાથી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કેવી છે તે ખુલ્લી પડી હતી. આ બનાવ...

ઉકાઇ ડેમની જળ સપાટી વધીને ૩૩૫.૪૫ ફૂટ ઉપર પહોંચી,૧૨ ગેટ ૯ ફૂટ ઓપન કરાયા

ઉકાઇ ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવક ઉપલબ્ધ બનતા આજે એટલે તા.૧૨મી ઓગસ્ટ નારોજ બપોરે ૧૨ કલાકે ઉકાઇ ડેમની જળ સપાટી વધીને ૩૩૫.૪૫ ફૂટ ઉપર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!