Wednesday, September 28, 2022
Home National બંગાળમાં ફરી રાજકીય હંગામો : ભીષણ હિંસા, આગચંપી, પથ્થરમારો

બંગાળમાં ફરી રાજકીય હંગામો : ભીષણ હિંસા, આગચંપી, પથ્થરમારો

  • વિરોધ પ્રદર્શન વચ્ચે ભાજપ, ટીએમસી, પોલીસ વચ્ચે તકરાર
  • બંગાળમાં હંગામા માટે મમતા સરકાર જવાબદાર : ભાજપ
  • બંગાળમાં ઉત્તર કોરિયા જેવી સરમુખત્યારશાહી : શુભેન્દુ અધિકારી

પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે ચાલી રહેલી તકરાર ઓછી થવાનું નામ નથી લઈ રહી. બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ સાથે શરૂ થયેલ હિંસા આજે પણ બંગાળની સડકો પર જોવા મળે છે. હવે મંગળવારે બીજેપીના વિરોધ પ્રદર્શનથી રાજ્યમાં ફરી હિંસા ભડકી ઉઠી છે. કેટલીક જગ્યાએ ભાજપની પોલીસ સાથે તકરાર થઈ તો કેટલાક વિસ્તારોમાં ટીએમસી કાર્યકર્તાઓ સાથે હિંસક અથડામણ પણ થઈ છે.

- Advertisement -

મમતા સરકાર પર સતત ભ્રષ્ટાચારના આરોપોનો વિરોધ

મમતા સરકાર ઘણા સમયથી સતત ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહી છે. આ આક્ષેપોને લઈને ભાજપે રસ્તા પર ઉતરવાની તૈયારી કરી હતી. કોલકાતામાં સચિવાલય સુધી કૂચ કાઢવાની હતી. પરંતુ પોલીસને પહેલાથી જ આ વાતની જાણ હોવાથી પહેલાથી જ મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત કરાઈ હતી. પોલીસે હાવડાથી સચિવાલય તરફ જતા તમામ રસ્તાઓ પર બેરિકેડિંગ લગાવી દીધું હતું.

- Advertisement -

ભાજપના નેતાઓને કસ્ટડીમાં લેવાયા

આવી સ્થિતિમાં જ્યારે પ્રદર્શન શરૂ થયું ત્યારે ભાજપના નેતા શુભેંદુ અધિકારી, લૉકેટ ચેટર્જી અને રાહુલ સિન્હાને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ઉપરાંત ભાજપના અન્ય ઘણા કાર્યકરોને પણ કસ્ટડીમાં લેવાયા હતા. ત્યારબાદ રસ્તાઓ પર હંગામો વધી ગયો અને બડાબજાર પોલીસ સ્ટેશનની બહાર એક પોલીસ વાનને સળગાવી દેવામાં આવી.

ભાજપ-ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે હંગામો

બીજી તરફ પૂર્વ મિદનાપુર અને તામલુક વિસ્તારોમાં ભાજપ અને ટીએમસીના ઘણા કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા અને ત્યારબાદ બંને તરફથી ઉગ્ર હિંસા થઈ હતી. એક તરફ ભાજપના કાર્યકરો સતત નારા લગાવી રહ્યા છે અને હંગામો મચાવી રહ્યા છે, તો બીજી તરફ પોલીસ તેમને રોકવા માટે પાણીના મારાનો ઉપયોગ કરી રહી છે. પ્રદર્શનકારીઓને પાછળ ધકેલવા માટે ઘણી વખત ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા.

હંગામા માટે મમતા સરકાર જવાબદાર : ભાજપ

ભાજપે આ હંગામા માટે મમતા સરકારને જવાબદાર ઠેરવી છે. શુભેન્દુ અધિકારીએ કહ્યું છે કે મમતા બેનર્જી પાસે પોતાના લોકોનું જ સમર્થન નથી. તેથી જ તેઓ બંગાળમાં ઉત્તર કોરિયા જેવી સરમુખત્યારશાહી લાગુ કરી રહ્યા છે. તો ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે, મને આશ્ચર્ય થાય છે કે પશ્ચિમ બંગાળમાં આટલા બધા પોલીસકર્મીઓ ક્યાંથી આવ્યા? જ્યારે કોલસા અને ઢોરની દાણચોરી થઈ રહી હતી ત્યારે આ પોલીસ ક્યાં હતી. જ્યારે અશાંતિ હોય, જ્યારે બોમ્બ બ્લાસ્ટ થાય, જ્યારે તમે પોલીસને ફોન કરો ત્યારે જવાબ મળે કે પોલીસ ફોર્સ નથી.

બંગાળના રાજકારણમાં હિંસા સામાન્ય

હાલ રાજ્યમાં ઘણી જગ્યાઓ પર તનાવપૂર્ણ વાતાવરણ છે, ઘણી જગ્યાઓ પર પોલીસ તૈનાત હોવાનું જોવા મળી રહી છે, પરંતુ ભાજપ અને ટીએમસી બંને કાર્યકરોનો ગુસ્સો પણ સાતમા આસમાને છે. આ કારણોસર, ફરીથી હિંસક વિરોધ ફાટી નીકળવાની સંભાવના છે. બંગાળમાં બીજેપી અને ટીએમસીની આ પ્રકારની લડાઈ પહેલીવાર નથી થઈ. આમ પણ બંગાળના રાજકારણમાં હિંસા સામાન્ય રહી છે. અગાઉ ડાબેરીઓના શાસનમાં આ તણાવ જોવા મળતો હતો, હવે મમતા સરકારના સમયમાં પણ આવો માહોલ ઘણી વખતે જોવા મળતો હોય છે.Source link

- Advertisement -
RELATED ARTICLES

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

હવે ઘેર બેઠા મોટા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી લાઇવ જોવા મળશે

સીજેઆઈ યુ.યુ. લલિત લાઈવ સ્ટ્રીમિંગ માટે સુપ્રીમકોર્ટનું પ્લેટફોર્મ હોવાની તરફેણ કરે છેહવે ઘેર બેઠા મોટા મોટા કેસની સુપ્રીમમાં કેવી રીતે સુનાવણી થાય છે તે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!