Wednesday, September 28, 2022
Home Gujarat SG હાઈવે-સિંધુ ભવન વિસ્તારમાં ડ્રગ્સ ડિટેક્શન કિટ સાથે પોલીસનું પેટ્રોલિંગ

SG હાઈવે-સિંધુ ભવન વિસ્તારમાં ડ્રગ્સ ડિટેક્શન કિટ સાથે પોલીસનું પેટ્રોલિંગ

  • નવરાત્રિની શ્રાદ્ધા-રસપૂર્વક ઉજવણી માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત
  • ખેલૈયાના વીમા, સીસીટીવી કેમેરા
  •  ચુસ્ત સુરક્ષા ગોઠવવા આયોજકોને આદેશ

શહેરીજનો શાંતિપુર્વક ગરબા ગાઇ શકે તે માટે આ વખતે શહેર પોલીસ દ્વારા પુરતા પ્રયાસ કરવામાં આવ્યા છે. શહેર પોલીસ કમીશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામુ બહાર પાડયુ છે. તેમાં જણાવાયુ છે કે રાત્રિના 12 વાગ્યા પછી કોઇ પણ જગ્યાએ લાઉડ સ્પિકર કે માઇક ધ્વારા ગરબા ગાવામાં આવતાં હોવાનુ ધ્યાને આવશે તો જે તે ગરબાના આયોજકો સામે પોલીસ કમીશનરના જાહેરનામાંના ભંગનો ગુનો નોંધવામા આવશે. આ ઉપરાંત શહેરમાં જ્યાં મહત્તમ પાર્ટી પ્લોટ અને ક્લબ્સ આવેલી છે તે એસ.જી હાઇવે પર અને સિંધુભવન રોડ પર ગરબા ગાતા ખેલૈયાઓ શાંતિથી ગરબા ગાઇ શકે તે માટે આ વખતે પોલીસ ડ્રગ્સની કીટો ગુપ્ત રીતે લઇને ઉભી રહેશે, તેમજ પોલીસને કોઇપણ યુવક કે યુવતી ડ્રગ્સનુ સેવન કર્યુ હોવાની શંકા જશે તો તેણે ચકાસીને ડ્રગ્સનુ સેવન કર્યુ હશે તો તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે. આ ઉપરાંત આ વિસ્તારોમાં ટ્રાફિકની સૌથી વધારે સમસ્યા થતી હોવાથી પોલીસ તેને હળવી કરશે તેમજ કોઇ યુવતીની છેડતી ના થાય તે માટે અમદાવાદ શહેરની 50 શી ટીમોને કામે લગાડી દેવામા આવશે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં 70 જગ્યાએ ગરબાનુ આયોજન થયુ હોવાથી તેના આયોજકો સાથે પોલીસે મિટીંગો કરીને ખલૈયાઓ વિમો લેવો પણ ફરજીયાત કરવામા આવ્યુ છે. જેથી કોઇ પણ અનિરછનિય ઘટના બનશે તો તેના જવાબદાર આયોજકોને જ ગણવામા આવશે. આ ઉપરાંત ફાયરસેફટી ,સિકયુરિટી ,CCTV કેમેરા વિજ જોડાણનુ પ્રમાણપત્ર અને પાર્કિગની પુરેપુરી વ્યવસ્થા કરેલી હોવી જોઇએ તેમ પોલીસ અધિકારીએ જણાવ્યુ છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

મેમનગરમાં બે દિવસ પહેલાં બનેલા રોડનો ડામર ફક્ત પેનથી ઊખડી ગયો

સળંગ ફૂટપાથ બનાવતા સોસાયટીના રહીશોને હાલાકીનબળી ગુણવત્તા, વ્યાપક ભ્રષ્ટાચારનો વિપક્ષી નેતાનો આક્ષેપ AMC દ્વારા VVIPના આગમન વેળા રાતોરાત રોડ બનાવી દેવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!