Wednesday, September 28, 2022
Home Gujarat સત્યાગ્રહ છાવણી પાસે પોલીસ પરિવાર અને એલઆરડી મહિલાઓનો ચક્કાજામ

સત્યાગ્રહ છાવણી પાસે પોલીસ પરિવાર અને એલઆરડી મહિલાઓનો ચક્કાજામ

  • MLAને આવેદન આપવા ગયેલા ખેડૂતોની અટકાયત
  • રસ્તા પર બેસી જતાં ટ્રાફિકજામ, પોલીસે મોટી સંખ્યામાં અટકાયત કરી
  • વિધાનસભાના ટૂંકા સત્રના બીજા, અંતિમ દિવસે ન્યાયની લડત ચાલુ રહી

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પાસે આજે પોલીસ પરિવાર અને એલઆરડી મહિલા ઉમેદવારોએ રસ્તા પર ચક્કાજામ કર્યુ હતું. આંદોલનકર્તાઓ રસ્તા પર બેસી જતા થોડા સમય માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો. આ દરમિયાન પોલીસે તેઓની અટકાયત કરી હતી.

- Advertisement -

આજે વિધાનસભા બે દિવસના ટુંકા સત્રનો અંતિમ દિવસ હતો. આ દરમિયાન સત્યાગ્રહ છાવણી ખાતે એલઆરડી મહિલા ઉમેદવારો અને પોલીસ પરિવાર દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. એલઆરડી મહિલાઓ વર્ષ 2018માં લેવાયેલી એલઆરડીની ભરતીમાં થયેલા અન્યાય મામલે ન્યાય અપાવવા માંગ સાથે પાટનગરમાં છેલ્લા દસ દિવસથી આંદોલન કરી રહી છે. તેઓએ સત્યાગ્રહ છાવણી ખાતે ધામા નાખ્યા છે. મહિલા ઉમેદવારોનો આરોપ છેકે, 1 ઓગષ્ટ 2018નો ઠરાવ ચાલુ ભરતી દરમિયાન રદ્દ થતા 313 જેટલી બિનઅનામત મહિલા ઉમેદવારોને નોકરીથી વંચિત રહેવુ પડયુ છે. તેઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઇ ગયા છે. તેમ છતા હજુ ઓર્ડર મળ્યો નથી. આજે આ મહિલા ઉમેદવારો વિફરી હતી. તેઓએ ઘ રોડ પર રસ્તા પર આવીને ચક્કાજામ કર્યો હતો. રસ્તા પર બેસી જતા બંને તરફનો ટ્રાફિક થમી ગયો હતો. મહિલા ઉમેદવારોએ ન્યાય આપવાની માંગ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. બીજીતરફ બંદોબસ્તમાં રહેલી પોલીસે ત્યારબાદ આ મહિલા ઉમેદવારોને દુર કરી ડિટેઇન કરી હતી. જ્યારે પોલીસ પરિવારના સદસ્યો રહેમરાહે નોકરીની માંગણીને લઇને આંદોલન પર ઉતર્યા હતા. તેઓએ પણ આજે સત્યાગ્રહ છાવણી ખાતે ઘ રોડ પર આંદોલન કર્યુ હતું. એક સમયે આ આંદોલનકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેના કારણે રસ્તો બ્લોક થઇ ગયો હતો. ટ્રાફિક અટવાઇ જતા પોલીસે આંદોલનકારીઓને ખદેડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બંને પક્ષે ઘર્ષણ થયુ હતું. પોલીસે અહિથી 200 જેટલા આંદોલનકારીઓની અટકાયત કરી હતી.

MLAને આવેદન આપવા ગયેલા ખેડૂતોની અટકાયત

સમાજ વિજદર સહિતના વિવિધ મુદ્દે આંદોલન કરી રહેલા ખેડૂતોએ આજે સદસ્ય નિવાસ્થાને ઘુસીને ધારાસભ્યોને આવેદન આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્થળ પર દોડી ગયેલી પોલીસે આ પૈકી કેટલાક ખેડૂતોની અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છેકે, ખેડૂતો છેલ્લા એક પખવાડિયાથી પણ વધુ સમયથી ગાંધીનગરમાં ધામા નાખીને આંદોલન કરી રહ્યા છે. કિસાન સંઘના નેજા હેઠળ આ આંદોલન ચાલી રહ્યુ છે. ખેડૂતો સમાન વીજદર સહિતના વિવિધ મુદ્દે લડત આપી રહ્યા છે. જોકે,તેમના પ્રશ્નનો હજુસુધી કોઇ જ ઉકેલ આવ્યો નથી.

ઘ રોડ પર ચક્કાજામ સમયે એક આંદોલકારીએ પોલીસ સાથે ઝપાઝપી કરી

- Advertisement -

પોલીસ પરિવાર દ્વારા ચાલતા આંદોલન દરમિયાન કેટલાક આંદોલનકર્તાઓ ઘ રોડ પર ઉતરી આવ્યા હતા. તેઓએ રસ્તો બ્લોક કરી દીધો હતો. પોલીસે તેને રસ્તા પરથી ખદેડવા માટે પ્રયાસ કર્યો હતો અને ડિટેઇનની કાર્યવાહી શરૂ કરી હતી તે દરમિયાન મહેસાણા જિલ્લાના કડીના રાજપુર ગામનો અશોક કનૈયાલાલ સોલંકી ધસી આવ્યો હતો. તેણે ગાળાગાળી શરૂ કરી હતી. આ શખસને પોલીસે રોકવાનો પ્રયાસ કરતા તે વધુ ઉશ્કેરાયો હતો અને તેણે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

મેમનગરમાં બે દિવસ પહેલાં બનેલા રોડનો ડામર ફક્ત પેનથી ઊખડી ગયો

સળંગ ફૂટપાથ બનાવતા સોસાયટીના રહીશોને હાલાકીનબળી ગુણવત્તા, વ્યાપક ભ્રષ્ટાચારનો વિપક્ષી નેતાનો આક્ષેપ AMC દ્વારા VVIPના આગમન વેળા રાતોરાત રોડ બનાવી દેવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!