Wednesday, September 28, 2022
Home Gujarat પોરબંદરમાં યુવાનની કરપીણ હત્યા મામલે 6 શખ્સો સામે પોલીસ ફરિયાદ

પોરબંદરમાં યુવાનની કરપીણ હત્યા મામલે 6 શખ્સો સામે પોલીસ ફરિયાદ

  • એક માસ પહેલા મળેલા મૃતદેહના ફોરેન્સિક પીએમમાં થયો ખુલાસો
  • પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં હત્યા થયાનો ખુલાસો થતા ભાઈએ નોંધાવી ફરિયાદ
  • પૈસાની લેતીદેતી બાબતે પથ્થરના ઘા ઝીંકી દરિયામાં ફેંકી દેવાયો

પોરબંદરમાં એક મહિના પહેલા મળેલી યુવાનની કોહવાયેલી લાશના ફોરેન્સિક પીએમમાં તેની હત્યા થઇ હોવાનું સામે આવતા મૃતકના ભાઈએ 6 શખ્સો સામે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોરબંદરના રતનપરના સ્મશાન પાસેના દરિયાકાંઠેથી ગત તા. 19/8ના રોજ અજાણ્યા યુવાનની કોહવાયેલી લાશ મળી આવી હતી. હાર્બર મરીન પોલીસ સ્ટેશન દ્વારા તેની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરાઈ હતી અને જામનગર ખાતે ફોરેન્સીક પીએમ માટે લઇ જવામાં આવી હતી. મૃતદેહના હાથ પર R.R. લખ્યું હોવાથી નરસંગ ટેકરી સુદામા પરોઠા હાઉસ પાછળ રહેતા હર્ષલ હેમંતભાઈ શાહ દ્વારા આ તેના નાના ભાઈ રાહુલનો મૃતદેહ હોવાનું જણાવી તેની અંતિમવિધિ કરી હતી.

- Advertisement -

ત્યારબાદ, તેના ભાઈની હત્યાની થઇ હોવાનું સામે આવતા હર્ષલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે રાહુલના મિત્ર હાર્દિક ભરતભાઈ બોખીરીયાએ તેને વાત કરી હતી કે તા. 17/8 ના રોજ તેને તથા રાહુલને અમીત જેઠવા નામના શખ્સે તેના છાયામાં આવેલ રૂમે બોલાવતા તે ત્યાં ગયા હતા. ત્યાં, રાજુ કારા ઓડેદરા, ભાવિન ઉર્ફે ચકકરડી, જય બલાટ, રાણો ઉફે રેણીયો, માલદે ઉર્ફે જગીરો એમ પાંચેય જણા તેની પાસે આવ્યા હતા અને અને રાજુ કારા રાહુલ સાથે પૈસા બાબતે બોલાચાલી કરવા લાગ્યો હતો. રાહુલે પોતાના રોટલા બહુ ખાધા હોવાથી પોતાની મમ્મી પાસે આવી માફી માંગવાનું જણાવી જેમ તેમ બોલવા લાગ્યો હતો. જેથી બધા ત્યાંથી ત્રણ બાઈકમાં બેસી રાજુ કારાના ઘરે જતા હતા.

ત્યારે, એચ.એમ.પી. ગ્રાઉન્ડમાં રાજુએ બાઈક ઉભું રાખ્યું હતું અને ત્યાંથી એચ.એમ.પી. ગ્રાઉન્ડમાંથી દરિયાકાંઠે રતનપર ગામનું સ્મશાન છે ત્યાં લઇ ગયો હતો. ત્યારબાદ, રાજુ કારા સહિતના શખ્સોએ રાહુલ સાથે પૈસા બાબતે બોલાચાલી કરી રાહુલને ઢીકાપાટુનો માર માર્યો હતો. ઓટલા ઉપર રાહુલને સુવડાવી પથ્થરના ઘા માર્યા હતા. આથી રાહુલ બેભાન થઇ ગયો હતો. જેથી રાજુ કારાએ તેને દરિયામાં ફેંકી દેવાનું જણાવતા પાંચેય શખ્સોએ રાહુલને ઉપાડી દરિયાના પાણીમાં ફેંકી દીધો હતો ત્યારપછી રાજુ કારાએ હાર્દિકને પણ આ બનાવની કોઈને વાત કરી તો રાહુલની જેમ દરિયામાં નાખી દેવાની ધમકી આપતા હાર્દિકે કોઈને આ વાત જણાવી ન હતી. પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

મેમનગરમાં બે દિવસ પહેલાં બનેલા રોડનો ડામર ફક્ત પેનથી ઊખડી ગયો

સળંગ ફૂટપાથ બનાવતા સોસાયટીના રહીશોને હાલાકીનબળી ગુણવત્તા, વ્યાપક ભ્રષ્ટાચારનો વિપક્ષી નેતાનો આક્ષેપ AMC દ્વારા VVIPના આગમન વેળા રાતોરાત રોડ બનાવી દેવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!