Wednesday, September 28, 2022
Home National PM મોદીના જન્મ દિવસે તમિલનાડુ ભાજપ સોનાના સિક્કા વહેંચશે

PM મોદીના જન્મ દિવસે તમિલનાડુ ભાજપ સોનાના સિક્કા વહેંચશે

  • આવતીકાલે વડાપ્રધાન મોદીનો જન્મ દિવસની ખાસ ઉજવણી કરાશે
  • તમિલનાડુ ભાજપ હોસ્પિટલમાં નવજાતને સોનાના સિક્કા આપશે
  • તમિલનાડુમાં બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો પણ યોજાશે

કેન્દ્રના માહિતી અને બ્રોડકાસ્ટિંગ વિભાગના મિનિસ્ટર ઓફ સ્ટેટ એલ. મુરુગને જાહેર કર્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ષગાંઠ 17 સપ્ટેમ્બરના દિવસે ચેન્નાઈની RSRM હોસ્પિટલમાં જન્મનાર દરેક નવજાતને તામિલનાડુ ભાજપ દ્વારા એક એક સોનાનો સિક્કો ભેટ આપવામાં આવશે. સોનાનો સિક્કો બે ગ્રામનો હશે. સાથે જ વડાપ્રધાનની 72મી વર્ષગાંઠ હોવાથી ચેન્નાઈમાં 720 કિલો માછલી મફત વહેંચવામાં આવશે. તામિલનાડુ ભાજપે કાર્યકર્તાઓને વડાપ્રધાનના જન્મદિનને યાદગાર બનાવવા માટે બ્લડ ડોનેશન કેમ્પ જેવા કાર્યક્રમો યોજવા આહવાન કર્યું છે. જન્મદિનની ઉજવણી માટે કેક-કટિંગ કે હવન ન કરવા ખાસ સૂચના આપવામાં આવી છે. એલ. મુરુગને કહ્યું કે સોનાનો આ સિક્કો રેવડી નથી, તે વડાપ્રધાનના જન્મદિને નવા જન્મનાર બાળકોને આવકારવાનો પ્રતીકાત્મક પ્રયાસ છે. ભાજપના તામિલનાડુ એકમે જણાવ્યું કે 17 સપ્ટેમ્બરે RSRM હૉસ્પિટલમાં 10થી 15 બાળકો જન્મવાનો અંદાજ છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

હવે ઘેર બેઠા મોટા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી લાઇવ જોવા મળશે

સીજેઆઈ યુ.યુ. લલિત લાઈવ સ્ટ્રીમિંગ માટે સુપ્રીમકોર્ટનું પ્લેટફોર્મ હોવાની તરફેણ કરે છેહવે ઘેર બેઠા મોટા મોટા કેસની સુપ્રીમમાં કેવી રીતે સુનાવણી થાય છે તે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!