Wednesday, September 28, 2022
Home National PM મોદી આ જગ્યાએ મનાવશે જન્મદિવસ, જાણો સમગ્ર કાર્યક્રમ

PM મોદી આ જગ્યાએ મનાવશે જન્મદિવસ, જાણો સમગ્ર કાર્યક્રમ

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસ પર ચાર મોટા કાર્યક્રમોમાં હાજરી આપશે
  • વડાપ્રધાન કુનો નેશનલ પાર્કમાં ચિત્તા છોડશે, આ એક ઐતિહાસિક અવસર હશે
  • પીએમ મોદી મહિલા સ્વ-સહાય જૂથો સાથે ચર્ચા કરશે અને કાર્યક્રમને સંબોધિત કરશે

પોતાના જન્મદિવસ પર, ઘણા લોકો કામ પરથી રજા લીધા પછી આરામ કરવાનું પસંદ કરે છે, જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસ પર 4 મોટા કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશે. આ ચારેય બાબતો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પૈકી પ્રથમ કાર્યક્રમ વન્યજીવ અને પર્યાવરણ સાથે સંબંધિત છે, જ્યારે બીજો કાર્યક્રમ મહિલા સશક્તિકરણનો છે. ત્રીજો કાર્યક્રમ કૌશલ્ય અને યુવા વિકાસ સાથે સંબંધિત છે અને ચોથો કાર્યક્રમ નેક્સ્ટ જનરેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની નીતિ સાથે સંબંધિત છે.

- Advertisement -

8 ચિત્તાને કુનો નેશનલ પાર્કમાં લવાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બર 2022ના રોજ 72 વર્ષના થશે. રાષ્ટ્ર પ્રત્યેની તેમની નિઃસ્વાર્થ સેવાનું આ બીજું વર્ષ હશે. દર વર્ષની જેમ આ વખતે પણ વડા પ્રધાન તેમનો જન્મદિવસ ખાસ કરીને દેશના વિકાસ માટે, નવી પહેલ શરૂ કરવા અને સામાન્ય નાગરિકોના જીવનને ઉત્થાન માટે કંઈક નોંધપાત્ર કરવા માટે સમર્પિત કરશે. 17 સપ્ટેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદી એક ઐતિહાસિક પ્રસંગ સાથે તેમની દિનચર્યાની શરૂઆત કરશે. તેઓ ચિત્તાઓને ભારત પરત લાવવા અને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં છોડવાનું મહત્વપૂર્ણ કાર્ય કરશે. વિશ્વના સૌથી ઝડપી સસ્તન પ્રાણીઓ આઠ ચિત્તા, ચાર માદા અને ત્રણ નર, ખાસ અનુકૂલિત બોઇંગ 747 જેટમાં નામીબિયાથી ભારતમાં લવાયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચિતા પ્રજનન પ્રોજેક્ટને લઈને દેશને સંબોધિત કરશે.

PM મહિલા સ્વ-સહાય જૂથો સાથે પણ વાતચીત કરશે

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર મધ્યપ્રદેશમાં પણ બીજો મોટો કાર્યક્રમ યોજાશે. તેઓ મધ્યપ્રદેશના મહિલા સ્વ-સહાય જૂથો સાથે વાતચીત કરશે અને એક કોન્ફરન્સને સંબોધશે. PM નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે વિશ્વકર્મા જયંતિના અવસર પર તેમના ત્રીજા કાર્યક્રમ દરમિયાન ITI વિદ્યાર્થીઓના પ્રથમ દીક્ષાંત સમારોહને પણ સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં લગભગ 40 લાખ વિદ્યાર્થીઓ ભાગ લે તેવી અપેક્ષા છે. તો સાંજે પીએમની નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી પણ લોન્ચ કરવાના છે. આ પોલિસીથી દેશભરમાં ઉત્પાદનોને અડચણ વગર લાવા-લઈ જવાને પ્રોત્સાહન મલશે, જેનાથી નૂરની કિંમતમાં ઘટાડો થશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

હવે ઘેર બેઠા મોટા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી લાઇવ જોવા મળશે

સીજેઆઈ યુ.યુ. લલિત લાઈવ સ્ટ્રીમિંગ માટે સુપ્રીમકોર્ટનું પ્લેટફોર્મ હોવાની તરફેણ કરે છેહવે ઘેર બેઠા મોટા મોટા કેસની સુપ્રીમમાં કેવી રીતે સુનાવણી થાય છે તે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!