Saturday, October 1, 2022
Home Gujarat ગાંધીનગરમાં પ્રથમવાર મેયર પરિષદ યોજાશે, PM મોદીએ કરી ટ્વિટ

ગાંધીનગરમાં પ્રથમવાર મેયર પરિષદ યોજાશે, PM મોદીએ કરી ટ્વિટ

  • વિવિધ મેયર અને ડે. મેયર ગાંધીનગરમાં આવશે 
  • અંદાજે 140 લોકો ગાંધીનગરના મહેમાન બનશે
  • મેયર અને ડે. મેયર વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાશે

પાટનગર ગાંધીનગરમાં ભાજપ દ્વારા અખિલ ભારતીય મેયર પરિષદની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશના તમામ શહેરોના મેયર અને ડે.મેયર ભાગ લેવા ગાંધીનગર આવશે તેવી વિગતો છે. ગાંધીનગરમાં પ્રથમવાર આ રીતે મેયર પરિષદ યોજાશે. જેની તૈયારીઓમાં પ્રદેશ ભાજપથી લઈને ગાંધીનગર મહાનગર ભાજપ સંગઠન જોતરાયું છે.

- Advertisement -

મેયર અને ડે. મેયર વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાશે
20 અને 21 એમ બે દિવસ માટે અખિલ ભારતીય મેયર પરિષદ યોજાનાર છે. આ બે દિવસીય બેઠકમાં દેશના વિવિધ રાજ્યોમાંથી મેયર અને ડે. મેયર મળીને કુલ 140 લોકો
ગાંધીનગરના મહેમાન બનનાર છે. બે દિવસની પરિષદમાં ભાગ લેવા માટે મોટાભાગના મેયર-ડે.મેયરોનું 19મીએ ગુજરાતમાં આગમન થશે. મેયર પરિષદના આયોજન માટે થઈને પૂર્વ મેયરો અને પીર્વ ડે.મેયરોની સાથે મહાનગર ભાજપ સંગઠન દ્વારા બેઠક કરીને જવાબદારી સોંપવામાં આવી હોવાની વિગતો છે.

અંદાજે 140 લોકો ગાંધીનગરના મહેમાન બનશે
મહાનગર ભાજપ સંગઠન દ્વારા મહાપાલિકા ખાતે આયોજન અંતર્ગત બેઠક યોજવામાં આવી હતી. જેમાં મહિલા મોરચાથી લઈને તમામને જવાબદારીઓ સોંપવા અંગે ચર્ચા કરાઈ હતી.  બે દિવસીય બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરાશે. પ્રદેશ મોવડી પણ મેયર પરિષદને સફળ બનાવવા તથા દેશભરમાંથી આવનારા મેયરો ગુજરાત અને ખાસ કરીને ગાંધીનગરની છાપ ઉંચી લઈને જાય તે માટે એડીચોંટી જોર લગાવી રહ્યા છે. જોકે હાલમાં ગાંધીનગરમાં આંદોલનની સિઝન ખીલી છે. અનેક પ્રકારના આંદોલનોને લઈને પાટનગર ધણધણી ઉઠયું છે. એ સ્થિતીએ મેયર પરિષદ ગાંધીનગર યોજવાનો નિર્ણય કરાયો છે, તેને લઈને પણ પ્રદેશ સંગઠનના નેતાઓ ચિંતીત છે.

- Advertisement -

દેશભરમાંથી આવનાર મેયર-ડે. મેયરોની મહેમાનવાજીમા કચાશ ના રહી જવી જોઈએ તે માટે જે તે આગેવાનોને બોલાવીને સૂચના આપી દેવાઈ છે. ગાંધીનગરમાં પણ જેમણે મેયર અને ડે.મેયર પદ ભોગવ્યું છે તેમને આયોજનમાં ઉભા પગે તૈનાત રહેવા સૂચના આપવામાં આવી છે.Source link

- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!