Saturday, October 1, 2022
Home International PM મોદીએ SCOમાં પાકિસ્તાનનો ઉધડો લીધો, ટ્રાન્ઝિટ રૂટની કરી અપીલ

PM મોદીએ SCOમાં પાકિસ્તાનનો ઉધડો લીધો, ટ્રાન્ઝિટ રૂટની કરી અપીલ

  • અફઘાનિસ્તાનને ભારતની મદદ રોકવાને લઇ બરાબરનું સંભળાવ્યું
  • પીએમ મોદીએ SCO દેશોને ટ્રાન્ઝિટ રૂટ આપવાની અપીલ કરી
  • વડાપ્રધાન મોદીએ વિશ્વને ભારતના વિકાસ અંગે જણાવ્યું

શાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ની બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન પર આકરા શબ્દોમાં આકરા પ્રહારો કર્યા હતા. તેમણે અફઘાનિસ્તાનને આપવામાં આવતી મદદ રોકવા અંગે વડા પ્રધાન શાહબાઝ શરીફને ઘણું સંભળાવ્યું. પીએમ મોદીએ કહ્યું કે સભ્ય દેશોએ એકબીજાને ટ્રાન્ઝિટ અધિકાર આપવા જોઈએ. ઈશારામાં પાકિસ્તાનનું અપમાન કરતાં પીએમ મોદીએ ભારતની વિકાસ ગાથાનો ઉગ્ર ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ભારતની પાસે 70 હજાર સ્ટાર્ટઅપ્સનું પાવરહાઉસ છે. અમે અન્ય સભ્ય દેશોને પણ સહાયતા પ્રદાન કરીએ છીએ. આ બેઠકમાં શાહબાઝ શરીફ પોતે પણ હાજર હતા, તેઓ ચુપચાપ પોતાના દેશની લાચારીને અનુભવી રહ્યા હતા.

- Advertisement -

PM મોદીએ SCOની તાકાત જણાવી

પીએમ મોદીએ કહ્યું કે આજે આખું વિશ્વ કોવિડ મહામારી પછી આર્થિક રિકવરીના પડકારોનો સામનો કરી રહ્યું છે. આ સંદર્ભમાં SCOની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે SCOના સભ્ય દેશો વૈશ્વિક જીડીપીમાં 30 ટકા યોગદાન આપી રહ્યા છે. વિશ્વની 40 ટકા વસતી પણ SCO દેશોમાં રહે છે.

ટ્રાન્ઝિટ રૂટ વિશે પાકિસ્તાનને ઉગ્રતાથી જણાવ્યું

ભારત SCO સભ્ય દેશો વચ્ચે વધુ સહકાર અને પરસ્પર વિશ્વાસને પ્રોત્સાહન આપવાનું સમર્થન કરે છે. મહામારી અને યુક્રેન કટોકટી વૈશ્વિક પુરવઠા શૃંખલામાં ઘણા વિક્ષેપોનું કારણ બને છે. જેના કારણે સમગ્ર વિશ્વ અભૂતપૂર્વ ઉર્જા અને ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યું છે. SCO એ આપણા પ્રદેશમાં વિશ્વસનીય અને વૈવિધ્યસભર સપ્લાય ચેઈન વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આના માટે માત્ર વધુ સારી કનેક્ટિવિટી જરૂરી નથી પરંતુ એ પણ મહત્વનું રહેશે કે આપણે બધા એકબીજાને ટ્રાન્ઝિટના સંપૂર્ણ અધિકારો આપીએ.

- Advertisement -

વિશ્વને ભારતના વિકાસની ગાથા સંભળાવી

અમે ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં પ્રગતિ કરી રહ્યા છીએ. જે ભારતના યુવા અને પ્રતિભાશાળી વર્કફોર્સને સ્વાભાવિક રીતે સ્પર્ધાત્મક બનાવે છે. ભારતની અર્થવ્યવસ્થા 7.5 ટકાના દરે વૃદ્ધિ પામવાની ધારણા છે. તેમણે રૂસ-યુક્રેન યુદ્ધને કારણે ખાદ્ય સુરક્ષામાં ભારતની ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે ભારત ખૂબ જ ઝડપથી મેડિકલ ટુરિઝમ તરીકે ઉભરી આવ્યું છે. આજે દુનિયાભરમાંથી લોકો સારવાર માટે ભારતમાં આવી રહ્યા છે. તેમણે સભ્ય દેશો વચ્ચે પરંપરાગત દવા પર સહકાર વધારવા પર પણ ભાર મૂક્યો હતો.

Source link

- Advertisement -
RELATED ARTICLES

યુક્રેનનાં કિવમાં સામાન્ય નાગરિકો પર રશિયાનો હુમલો, 25ના મોત

વાહનોને પંચર કરવામાં આવ્યા હતાઆ હુમલા માટે યુક્રેનિયન દળોને જવાબદાર ઠેરવ્યા હતા ઝાપોરિઝ્ઝિયા શહેરનો વિસ્તાર એક મુખ્ય "ટ્રાન્ઝીટ પોઈન્ટ" યુક્રેનના નાગરિકના વાહનોનો કાફલો શુક્રવારે શહેરમાં...

રિસર્ચઃ શું આંગળીની લંબાઈનું પણ છે જાતીય સંબંધ સાથે કનેક્શન?

લેસ્બિયન મહિલાઓની આંગળી વચ્ચેનું અંતર વધુ પુરુષોમાં બીજી અને ચોથી આંગળી વચ્ચે હોય છે વધુ જગ્યા મહિલાઓની રિંગ ફિંગર અને તર્જની આંગળીની લંબાઈમાં અંતર હોય છે આર્કાઈવ...

આ ધર્મમાં નથી યુવતીઓને ક્યારેય વાળ કપાવવાની પરમિશન! મનાય છે ગુનો

આ નિયમોનું પાલન લાંબા સમયથી ચાલી રહ્યું છે મહિલાઓ ફક્ત ઘરની અંદર જ વાળ ખોલી શકે છે કોઈ મહિલા ભૂલથી પણ વાળ કાપે તો તેને પાપ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!