Wednesday, September 28, 2022
Home National SCO સંમેલન : ઉઝબેકિસ્તાન જતા પહેલા PM મોદીએ આપી પ્રતિક્રિયા

SCO સંમેલન : ઉઝબેકિસ્તાન જતા પહેલા PM મોદીએ આપી પ્રતિક્રિયા

  • ચીન, પાકિસ્તાન અને રશિયાના દેશોના વડાઓ પણ ભાગ લઈ રહ્યા છે : PM નરેન્દ્ર મોદી
  • સમિટમાં વેપાર, અર્થતંત્ર, સંસ્કૃતિ, પર્યટનના ક્ષેત્રો અંગે મહત્વના નિર્ણયો થવાની શક્યતા
  • મોદી SCOના રાષ્ટ્રાધ્યક્ષોની પરિષદની બેઠકમાં ભાગ લેવા 15-16 સપ્ટેમ્બરે સમરકંદમાં હશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ઉઝબેકિસ્તાનની મુલાકાત પહેલા એક નિવેદન જારી કર્યું છે. PMO દ્વારા જારી કરાયેલા નિવેદનમાં પીએમ મોદીએ જણાવ્યું કે, હું શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના રાજ્યના વડાઓની પરિષદની બેઠકમાં ભાગ લેવા ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝિયોયેવના આમંત્રણ પર સમરકંદની મુલાકાત લઈશ. SCO સમિટમાં ચીન, પાકિસ્તાન અને રશિયાના રાષ્ટ્રાધ્યક્ષો પણ ભાગ લઈ રહ્યા છે.

- Advertisement -

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, એસસીઓ સમિટમાં હું ગ્રૂપની અંદરના વર્તમાન મુદ્દાઓ, સહયોગને વિસ્તારવા અને ગાઢ બનાવવા માટે વિચારોની આપ-લે કરવા માટે આતુર છું. ઉઝબેકિસ્તાનની અધ્યક્ષતામાં યોજાનાર આ સમિટમાં વેપાર, અર્થતંત્ર, સંસ્કૃતિ અને પર્યટનના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ માટે ઘણા નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતા છે.

પીએમ મોદીએ શું કહ્યું ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, હું સમરકંદમાં રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવને મળવા માટે પણ ઉત્સુક છું. હું 2018માં તેમની ભારતની મુલાકાત યાદ કરું છે. તેમણે 2019માં વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં પણ ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપી હતી. ઉપરાંત હું સમિટમાં ભાગ લેનારા અન્ય કેટલાક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરીશ.

સમરકંદમાં SCO સંમેલન યોજાશે

- Advertisement -

ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિના આમંત્રણ પર વડાપ્રધાન મોદી SCOના રાષ્ટ્રાધ્યક્ષોની પરિષદની બેઠકમાં ભાગ લેવા માટે 15-16 સપ્ટેમ્બરના રોજ સમરકંદમાં હશે. SCOના સ્થાપક સભ્ય દેશો રશિયા, તાજિકિસ્તાન, ચીન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને કિર્ગિસ્તાન છે. ભારત અને પાકિસ્તાન 2017માં તેમાં સભ્યો તરીકે જોડાયા હતા. મોદીની મુલાકાત અંગે વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કહ્યું કે પીએમ મોદી 2017માં તેમાં સભ્ય બન્યા ત્યારથી દર વર્ષે SCO સમિટમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ 2020-2021ની સમિટમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

હવે ઘેર બેઠા મોટા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી લાઇવ જોવા મળશે

સીજેઆઈ યુ.યુ. લલિત લાઈવ સ્ટ્રીમિંગ માટે સુપ્રીમકોર્ટનું પ્લેટફોર્મ હોવાની તરફેણ કરે છેહવે ઘેર બેઠા મોટા મોટા કેસની સુપ્રીમમાં કેવી રીતે સુનાવણી થાય છે તે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!