Sunday, September 25, 2022
Home International PM મોદી જ રશિયા-યૂક્રેન વચ્ચે યુદ્ધ રોકી શકે છે, મેક્સિકોનો UNમાં પ્રસ્તાવ

PM મોદી જ રશિયા-યૂક્રેન વચ્ચે યુદ્ધ રોકી શકે છે, મેક્સિકોનો UNમાં પ્રસ્તાવ

  • મેક્સિકોએ UNને રશિયા-યુક્રેન યુદ્ધને રોકવા સમિતિની રચના કરવાનો પ્રસ્તાવ મૂક્યો
  • બે દેશો વચ્ચે શાંતિ સ્થાપવા મોદી, પોપ ફ્રાન્સિસ, ગુટેરસને સમાવવા મેક્સિકોનો પ્રસ્તાવ
  • શાંતિ પ્રત્યે ગંભીરતાથી વિચારવાનો આ યોગ્ય સમય : મેક્સિકોના વિદેશ મંત્રી

મેક્સિકોએ સંયુક્ત રાષ્ટ્રને રશિયા-યુક્રેન યુદ્ધને રોકવા માટે એક સમિતિની રચના કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સમિતિએ રશિયા અને યુક્રેન વચ્ચે સ્થાયી શાંતિ માટે મધ્યસ્થી માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પોપ ફ્રાન્સિસ અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ન્યુયોર્કમાં યુક્રેન પર યુએન સુરક્ષા પરિષદની ચર્ચામાં આ ઠરાવ મૂકવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ મેક્સિકોના વિદેશ મંત્રી માર્સેલો લુઈસ એબ્રાર્ડ કાસાબોન દ્વારા આગળ મૂકવામાં આવ્યો હતો.

- Advertisement -

મોદીના સંબોધનું પશ્ચિમી દેશોએ સ્વાગત કર્યું

ઉઝબેકિસ્તાનના સમરકંદમાં 22મી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠક દરમિયાન પુતિન સાથે મુલાકાત કરનારા મોદીએ રશિયન નેતાને કહ્યું હતું કે, “આજનો યુગ યુદ્ધનો નથી.” ભારતીય વડા પ્રધાનની આ ટિપ્પણીનું યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, ફ્રાન્સ અને યુનાઇટેડ કિંગડમ સહિતના પશ્ચિમી દેશોએ સ્વાગત કર્યું હતું.

આંતરરાષ્ટ્રીય સમુદાયે શાંતિ મેળવવા શ્રેષ્ઠ પ્રયાસો કરવા જોઈએ

કૈસાબોન દ્વારા યુએનમાં રખાયેલા પ્રસ્તાવમાં જણાવાયું કે, પોતાના શાંતિવાદી વલણના આધારે મેક્સિકોનું માનવું છે કે, આંતરરાષ્ટ્રીય સમુદાયે શાંતિ મેળવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવા જોઈએ. આ સંદર્ભમાં હું તમારી સાથે યુક્રેનમાં વાતચીત અને શાંતિ માટે સમિતિની રચના દ્વારા યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના મધ્યસ્થી પ્રયાસોને મજબૂત કરવા મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોરની દરખાસ્ત શેર કરવા માંગુ છું. જો શક્ય હોય તો, તેમાં મહામહિમ નરેન્દ્ર મોદી અને પોપ ફ્રાન્સિસ સહિત અન્ય રાજ્ય અને સરકારના વડાઓ શામેલ હોવા જોઈએ.

- Advertisement -

કૈસાબોને ઉમેર્યું હતું કે સેક્રેટરી જનરલે કહ્યું છે તેમ, શાંતિ માટે કામ કરવાનો અને શાંતિ માટે પ્રતિબદ્ધ બનવાનો આ સમય છે. મેક્સીકન વિદેશ મંત્રીએ દલીલ કરી હતી કે શાંતિ માત્ર સંવાદ, કુટનીતિ અને અસરકારક રાજકીય ચેનલોના નિર્માણ દ્વારા જ હાંસલ કરી શકાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે શાંતિ પ્રત્યે ગંભીરતાથી વિચારવાનો આ યોગ્ય સમય છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ચીનમાં લશ્કરી બળવો, જિનપિંગ નજરકેદ, કિયાઓમિંગ નવા રાષ્ટ્રપતિ બન્યાના અહેવાલોમાં કેટલું સત્ય?

સોશિયલ મીડિયા પર ચીન અને શી જિનપિંગની અફવાઓએ જોર પકડ્યું શી જિનપિંગ ઘરમાં નજરકેદ, લી કિયાઓમિંગ આગામી રાષ્ટ્રપતિની અફવા ચીનના કેટલાક સ્થળોએ ફ્લાઇટ્સ બંધ, લશ્કરી ગતિવિધિ...

અમેરિકાના પેન્સિલવેનિયાના કેનીવુડ એમ્યુઝમેન્ટ પાર્કમાં ફાયરિંગ, અનેક ઘાયલ

પાર્કમાં હેલોવીન-થીમ આધારિત ઇવેન્ટ દરમિયાન ફાયરિંગફાયરિંગમાં ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા છે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ઈમરજન્સી સેવાઓ બોલાવવામાં આવી હતી પેન્સિલવેનિયાના કેનીવુડ એમ્યુઝમેન્ટ પાર્કમાં હેલોવીન...

ભડકેલો તાનાશાહી! અમેરિકા-સાઉથકોરિયાએ કર્યો સેના અભ્યાસ, તો ઉત્તર કોરિયાએ છોડી મિસાઇલો

બે દિવસ બાદ ઉત્તર કોરિયાએ પૂર્વ સમુદ્રમાં બેલેસ્ટિક મિસાઈલ છોડીપ્યોંગયાંગે આઠ ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું ઉત્તર કોરિયાની ઉશ્કેરણી પર નજર રાખી રહ્યું છે:...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!