Wednesday, September 28, 2022
Home National વિકસિત ભારતને વધુ વેગ આપવા PM મોદીએ મહત્વપૂર્ણ પોલિસી લોન્ચ કરી

વિકસિત ભારતને વધુ વેગ આપવા PM મોદીએ મહત્વપૂર્ણ પોલિસી લોન્ચ કરી

  • પોલિસી લોન્ચ પ્રસંગે મોદીએ કહ્યું, વિકસિત ભારત તરફ આ મહત્વપૂર્ણ પગલું
  • PM મોદીએ કહ્યું, ભારત આજે લોકતાંત્રિક મહાસત્તા તરીકે ઉભરી રહ્યું છે
  • નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી તમામ ક્ષેત્રો માટે નવી ઉર્જા લઈને આવી છે

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. આ અવસર પર પીએમ નરેન્દ્ર મોદીએ નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી લોન્ચ કરી છે. આ અવસરે પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, વિકસિત ભારતના નિર્માણની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ પોલિસી એ ભારતમાં લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમની કાર્યક્ષમતા વધારવાનો વ્યાપક પ્રયાસ છે. આવી સ્થિતિમાં નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી તમામ ક્ષેત્રો માટે નવી ઉર્જા લઈને આવી છે.

- Advertisement -

ભારત મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી રહ્યું છે : વડાપ્રધાન

મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત પર ભાર મૂકતા પીએમ મોદીએ કહ્યું કે આજે મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતની ચારેકોર ગુંજ છે. ભારત માત્ર મોટા નિકાસ લક્ષ્યો નક્કી કરી રહ્યું નથી, પરંતુ તેને પૂર્ણ પણ કરી રહ્યું છે. ઉપરાંત ભારત મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી રહ્યું છે.

- Advertisement -

દેશમાં ઘણા નવા જળમાર્ગો પણ બની રહ્યા છે : મોદી

આજે ભારતીય બંદરની કુલ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે અને કન્ટેનર જહાજનો સરેરાશ આવાન-જાવનનો સમય 44 કલાકથી ઘટીને 26 કલાક થઈ ગયો છે. આપણે જળમાર્ગો દ્વારા પર્યાવરણને અનુકૂળ અને ઓછા ખર્ચે ટ્રાન્સપોર્ટેશન કરી શક્યા. આ માટે દેશમાં ઘણા નવા જળમાર્ગો પણ બનાવવામાં આવી રહ્યા છે. લોજિસ્ટિક કનેક્ટિવિટી સુધારવા અને વ્યવસ્થિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે અમે સાગરમાલા, ભારતમાલા જેવી યોજનાઓ શરૂ કરી છે. એટલું જ નહીં, ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરના કામમાં પણ અભૂતપૂર્વ ઝડપ જોવા મળી છે.

વિશ્વના નિષ્ણાતો ભારતના સંકલ્પ અને પ્રગતિના વખાણ કરી રહ્યા છે : મોદી

પીએમ મોદીએ કહ્યું કે, નેશનલ લોજિસ્ટિક્સ પોલિસીને સૌથી વધુ સમર્થન મળતું હોય તો તે પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન છે. તેમણે કહ્યું કે, મને ખુશી છે કે આજે દેશના તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ એકમો તેમાં જોડાયા છે અને લગભગ તમામ વિભાગોએ સાથે મળીને કામ કરવાનું શરૂ કરી દીધું છે. પીએમ મોદીએ કહ્યું કે, વિશ્વના મોટા-મોટા નિષ્ણાતો કહી રહ્યા છે કે ભારત આજે લોકતાંત્રિક મહાસત્તા તરીકે ઉભરી રહ્યું છે. નિષ્ણાતો ભારતની અસાધારણ પ્રતિભા ઇકોસિસ્ટમથી ખૂબ પ્રભાવિત છે. એટલું જ નહીં તેઓ ભારતના સંકલ્પ અને પ્રગતિના વખાણ કરી રહ્યા છે.

ડ્રોન દ્વારા લોજિસ્ટિક્સ સેક્ટરમાં સુધારો થશે : વડાપ્રધાન

રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ પોલિસીનો પ્રારંભ કરતાં વડાપ્રધાને કહ્યું કે, ભારતમાં બનેલા ઉત્પાદનો વિશ્વ બજારોમાં પ્રભુત્વ મેળવે તે માટે દેશમાં મજબૂત સપોર્ટ સિસ્ટમ હોવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી આ સપોર્ટ સિસ્ટમને આધુનિક બનાવવા માટે ખૂબ આગળ વધશે. ડ્રોન દ્વારા લોજિસ્ટિક્સ સેક્ટરમાં સુધારો થશે. પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રહેલી ખામીઓને દૂર કરી રહી છે. વિશ્વને ભારત પાસેથી ઘણી આશાઓ છે. નિષ્ણાતો કહે છે કે ભારત લોકશાહીની મહાસત્તા તરીકે ઉભરી રહ્યું છે.

નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી શું છે?

આ પોલિસીમાં પ્રોસેસ એન્જિનિયરિંગ, ડિજિટાઈઝેશન અને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના છે. અન્ય અર્થતંત્રોની તુલનામાં ભારતમાં લોજિસ્ટિક્સની કિંમત વધુ છે, તેથી તેની જરૂરીયાત જરૂરી છે. સ્થાનિક અને નિકાસ બંને બજારોમાં ભારતીય માલસામાનની સ્પર્ધાત્મકતા વધારવા માટે ભારતમાં લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરવો હિતાવહ છે. આ પોલિસી હેઠળ લોજિસ્ટિક્સના ખર્ચને જીડીપીના લગભગ 13 ટકાથી ઘટાડીને 7.5 ટકા સુધી લાવવાના પ્રયાસો કરવામાં આવશે.Source link

- Advertisement -
RELATED ARTICLES

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

હવે ઘેર બેઠા મોટા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી લાઇવ જોવા મળશે

સીજેઆઈ યુ.યુ. લલિત લાઈવ સ્ટ્રીમિંગ માટે સુપ્રીમકોર્ટનું પ્લેટફોર્મ હોવાની તરફેણ કરે છેહવે ઘેર બેઠા મોટા મોટા કેસની સુપ્રીમમાં કેવી રીતે સુનાવણી થાય છે તે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!