Tuesday, September 27, 2022
Home National રતન ટાટાને PM મોદીએ આપી મોટી જવાબદારી, બનાવ્યા PM કેર ફન્ડના ટ્રસ્ટી

રતન ટાટાને PM મોદીએ આપી મોટી જવાબદારી, બનાવ્યા PM કેર ફન્ડના ટ્રસ્ટી

  • સુપ્રીમના પૂર્વ જસ્ટિસ કેટી થોમસે પણ મહત્વની જવાબદારી સોંપાઈ
  • લોકસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર કરિયા મુંડાને પણ ટ્રસ્ટી બનાવાયા
  • કોરોના મહામારીમાં 2020માં PM કેર ફંડની રચના કરવામાં આવી હતી

દિગ્ગજ ભારતીય ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ચેરમેન રતન ટાટાને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, તેમને પીએમ કેર્સ ફંડના નવા ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રતન ટાટાની સાથે સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ કેટી થોમસ અને લોકસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર કરિયા મુંડાને પીએમ કેયર્સ ફંડના ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે.

- Advertisement -

પીએમ કેર ફંડમાં આ નવા સભ્યો

રિપોર્ટ અનુસાર, દેશની કેટલાક દિગ્ગજોને પણ સલાહકાર જૂથમાં નિમણૂક કરાઈ છે. સલાહકાર બોર્ડમાં પૂર્વ CAG રાજીવ મેહર્ષિ, ઈન્ફોસિસ ફાઉન્ડેશનના ભૂતપૂર્વ ચેરપર્સન સુધા મૂર્તિ, ઈન્ડીકોર્પ્સ અને પિરામલ ફાઉન્ડેશનના ભૂતપૂર્વ CEO આનંદ શાહને નામાંકિત કરવામાં આવ્યા છે.

પીએમની અધ્યક્ષતામાં બેઠક

મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ટ્રસ્ટી મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ હાજર રહ્યા હતા. આ સાથે નવા ચૂંટાયેલા સભ્યોએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન મોદીએ નવા ટ્રસ્ટીઓનું સ્વાગત કર્યું હતું. તમને જણાવી દઈએ કે PM CARES ફંડની રચના 2020માં કોરોના મહામારી દરમિયાન ઈમરજન્સી રાહત તરીકે કરવામાં આવી હતી. આ ફંડના અધ્યક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.

- Advertisement -

ઉદારતાથી દાન આપે છે રતન ટાટા

રતન ટાટાના વ્યક્તિત્વ પર નજર કરીએ તો, તેઓ માત્ર બિઝનેસમેન નહીં, પણ એક સરળ, ઉમદા અને ઉદાર વ્યક્તિ, એક આદર્શ અને લોકો માટે પ્રેરણાના સ્ત્રોત પણ છે. તેઓ તેમના ટાટા ગ્રુપ સાથે સંકળાયેલા નાનામાં નાના કર્મચારીને પણ પોતાનો પરિવાર માને છે અને તેમની સંભાળ રાખવામાં કોઈ કસર છોડતા નથી. ઉપરાંત તેઓ કમાણીનો મોટો હિસ્સો દાન કરવા માટે પણ જાણીતા છે.

વડાપ્રધાને મોટી વાત કહી

વડાપ્રધાન નાગરિક સહાયતા અને કટોકટીની સ્થિતિમાં રાહત ફંડ (PM CARES Fund)નું રજીસ્ટ્રેશન વર્ષ 2020માં 27મી માર્ચે નવી દિલ્હીમાં રજીસ્ટ્રેશન એક્ટ 1980 હેઠળ કરાયું હતું. આ ફંડમાં કરવામાં આવેલ દાન સંપૂર્ણપણે કરમુક્ત છે. વડા પ્રધાન કાર્યાલય અનુસાર વડાપ્રધાન મોદીએ કહ્યું કે નવા ટ્રસ્ટીઓ અને સલાહકારોની ભાગીદારીથી આ ભંડોળ હેઠળ કરાતા કાર્યને વ્યાપક દૃષ્ટિકોણ મળશે. તેમણે કહ્યું કે, જાહેર જીવનમાં તેમનો બહોળો અનુભવ આ ભંડોળને વિવિધ જાહેર જરૂરિયાતો સુધી પહોંચાડવા માટે વધુ પ્રોત્સાહન આપશે.

ભંડોળ લગભગ ત્રણ ગણો વધીને રૂ. 10,990 કરોડે પહોંચ્યો

ઉલ્લેખનીય છે કે હાલમાં જ ઓડિટ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, કોવિડ 19 મહામારી જેવી કટોકટીની સ્થિતિને પહોંચી વળવા બનાવવામાં આવેલ પ્રધાનમંત્રી નાગરિક સહાયતા અને રાહત ફંડ (પીએમ કેર ફંડ)માં નાણાકીય વર્ષ 2020-21માં લગભગ ત્રણ ગણો વધીને રૂ. 10,990 કરોડ થયો હતો. જ્યારે આ ભંડોળમાંથી ખર્ચવામાં આવેલી રકમ વધીને રૂ.3,976 કરોડ થઈ હતી. આમાં પ્રવાસી કલ્યાણ માટે રૂ.1,000 કરોડ અને કોવિડ રસીની ખરીદી માટે રૂ.1,392 કરોડથી વધુની રકમનો પણ સમાવેશ થાય છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

રાજસ્થાન રાજકીય ઉથલપાથલ, આજે સોનિયા ગાંધીને સોંપાશે રિપોર્ટ

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ગેહલોત ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા ઓછી અશોક ગેહલોતથી સોનિયા ગાંધી નારાજ રાજસ્થાન કટોકટી અંગે જયપુરથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!