Tuesday, September 27, 2022
Home National શરાબ પીને પાઇલટ અને કેબિન ક્રૂ વિમાનમાં સવાર નહીં થઈ શકે

શરાબ પીને પાઇલટ અને કેબિન ક્રૂ વિમાનમાં સવાર નહીં થઈ શકે

  • 15 ઓક્ટો.થી પાઇલટ, કેબિન ક્રૂ માટે બ્રીથ એનેલાઇઝર ટેસ્ટ ફરજિયાત
  • કોરોનાકાળમાં બ્રીથ એનેલાઇઝર ટેસ્ટ બંધ કરી દેવામાં આવ્યો હતો
  • નશાની હાલતમાં વિમાન ઉડાડશે તો કડક પગલાં લેવામાં આવશે

નશો કરેલી સ્થિતિમાં વિમાન ઉડાડવાની આદતને રોકવા માટે હવે તેવા વર્તન બદલ કડક પગલાં લેવામાં આવશે. નાગરિક વિમાન ઉડ્ડયન મહાનિદેશાલય અર્થાત ડીજીસીએ દ્વારા પાઇલટ્સ અને ક્રૂ મેમ્બર્સ માટે બ્રીથ એનેલાઇઝર ટેસ્ટ માટે નવી ગાઇડલાઇન જારી કરવામાં આવી છે. નવી ગાઇડલાઇન મુજબ 15 ઓક્ટોબરથી તમામ પાઇલટ અને ચાલક દળના સભ્યો(ક્રૂ મેમ્બર્સ) માટે બ્રીથ એનેલાઇઝર ટેસ્ટ ફરી ફરજિયાત થઇ જશે. દેશમાં કોરોના કેસ સતત ઘટતાં અને તેને કારણે એર ટ્રાફિકમાં વધારો થતાં લેવામાં આવ્યો છે. દેશમાં વિમાન ઉડ્ડયન સંચાલન હવે રાબેતા મુજબ થવા લાગ્યું છે તેથી જોખમ વધી જાય છે. ઉલ્લેખનીય છે કે કોરોનાકાળમાં બ્રીથ એનેલાઇઝર ટેસ્ટ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ ટેસ્ટની મદદથી પાયલટ અને ચાલક દળના સભ્યોએ વિમાન ઉડ્ડયન પહેલાં આલ્કોહોલનું સેવન કર્યું છે કે કેમ ? તેની જાણકારી મળશે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઇકોર્ટે સોમવારે કહ્યું હતું કે કોવિડ- 19ની વર્તમાન સ્થિતિને જોતાં ડીજીસીએ દ્વારા જાહેર થયેલી માર્ગદર્શિકા મુજબ વિમાની ઉડ્ડયન નિયંત્રકો, વાણિજ્ય પાઇલટ, ચાલક દળના સભ્યો અને સ્ટાફના અન્ય સભ્યો માટે તેમણે શરાબ સેવન કરેલું છે કે નહીં તેની તપાસ માટે બ્રીથ એનેલાઇઝર ટેસ્ટ જારી રહેશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

રાજસ્થાન રાજકીય ઉથલપાથલ, આજે સોનિયા ગાંધીને સોંપાશે રિપોર્ટ

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ગેહલોત ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા ઓછી અશોક ગેહલોતથી સોનિયા ગાંધી નારાજ રાજસ્થાન કટોકટી અંગે જયપુરથી...

આઠ રાજ્યોમાં NIAના દરોડા, આસામ-કર્ણાટકમાંથી 13ની ધરપકડ

22 સપ્ટેમ્બરે 106 સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી આસામમાં સવારે 5 વાગ્યે દરોડા NIAએ UAPA હેઠળ 5 FIR નોંધી છે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સહિત અન્ય એજન્સીઓએ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

રસોઈની આ વસ્તુઓને મિક્સ કરી બનાવો ફેસપેક, મળશે ગ્લોઈંગ લૂક

નહીં પડે મોંઘી સ્કીન કૅર પ્રોડક્ટ્સની જરૂર ઘઉંનો લોટ, હળદર, ચંદન પાવડર કરશે મદદ દહીં, બેસન, મલાઈ પણ કરો મિક્સ દાદી નાનીની સ્કીન જેવો ગ્લો મેળવવા માટે...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!