Saturday, October 1, 2022
Home National કોંગ્રેસ અધ્યક્ષ પદ : પાયલોટે કહ્યું, કોઈ બે હોદ્દા પર રહી શકેનહીં

કોંગ્રેસ અધ્યક્ષ પદ : પાયલોટે કહ્યું, કોઈ બે હોદ્દા પર રહી શકેનહીં

  • અશોક ગેહલોતે ધારાસભ્યોને સંકેત આપ્યો હતો કે તેઓ મુખ્યમંત્રી તરીકે પદ પર રહેશે
  • કોંગ્રેસમાં કોઈ બે હોદ્દા પર રહી શકે નહીં : સચિન પાયલોટ
  • આગામી 2-3 દિવસમાં સ્થિતિ સ્પષ્ટ થઈ જશે: પાયલોટ

કોંગ્રેસમાં પ્રમુખ પદની ચૂંટણી વચ્ચે રાજસ્થાનના રાજકારણ પર પણ સૌની નજર ટકેલી છે. સ્પીકર પદ માટેના નોમિનેશન વચ્ચે અશોક ગેહલોતે ધારાસભ્યોને સંકેત આપ્યો હતો કે તેઓ મુખ્યમંત્રી તરીકે પદ પર રહેશે. આ મામલે હવે સચિન પાયલોટે કહ્યું કે કોંગ્રેસમાં કોઈ બે હોદ્દા પર રહી શકે નહીં.

- Advertisement -

અશોક ગેહલોતના કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાના સવાલ પર પાયલોટે કહ્યું કે આગામી 2-3 દિવસમાં સ્થિતિ સ્પષ્ટ થઈ જશે કે કોણ ઉમેદવારી નોંધાવશે. કોંગ્રેસ એકમાત્ર એવો પક્ષ છે જ્યાં પ્રમુખ પદ માટેની ચૂંટણી આટલી પારદર્શી રીતે થઈ રહી છે.

પાયલોટનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સીએમ અશોક ગેહલોતના કોંગ્રેસ અધ્યક્ષ બનવાની સ્થિતિમાં રાજસ્થાનના નવા સીએમને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર – અશોક ગેહલોતે મંગળવારે રાત્રે જ ધારાસભ્યો સાથે મીટિંગ કરી હતી, આ મીટિંગમાં ગેહલોતે ધારાસભ્યોને કહ્યું કે પહેલા તેઓ રાહુલ ગાંધીને ચૂંટણી લડવા માટે રાજી કરશે અને જો તેઓ રાજી નહીં થાય તો તેઓ પોતે ઉમેદવારી નોંધાવશે. પાર્ટી હાઈકમાન્ડ કહેશે તેમ કરીશું. તેમણે કહ્યું કે તેઓ પાર્ટીના વફાદાર સૈનિક છે.

આ સાથે, ધારાસભ્યો સાથેની બેઠકમાં, ગેહલોતે સંકેત આપ્યો કે તેઓ મુખ્યમંત્રી તરીકે સત્તામાં રહેશે. તેમણે કહ્યુ કે, “હું ક્યાંય જતો નથી, ચિંતા ન કરો. હું જ્યાં પણ જઈશ, હું રાજસ્થાનની સેવા કરીશ અને હું તમારાથી દૂર જવાનો નથી.”

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ગેહલોત ઉમેદવારી નોંધાવશે તેવી અટકળો પર અન્ન પુરવઠા મંત્રી પ્રતાપસિંહ ખાચરીયાવાસે બેઠક બાદ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી પોતે વરિષ્ઠ નેતા છે, તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ માટે નોમિનેશન ભરશે, નહીં ભરશે, શું થશે, ગેહલોત વિશે આ બધી વાતો સોનિયાજી ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે બેસીને નિર્ણય લેશે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ ચુકવવા નવી સિસ્ટમ અમલી બનશે

ફ્રોડ રોકવા આજથી ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ માટે ટોકન સિસ્ટમનો અમલ શરૂ કાર્ડ નંબર, એક્સ્પાયરી ડેટ, સીવી નંબર લીક ન થતાં ફ્રોડ પર બ્રેક લાગવાની આશા પીઓએસ,...

અશ્લીલ સામગ્રી પિરસતી 63 પોર્ન સાઇટ પર પ્રતિબંધ લગાવાયો

અત્યાર સુધીમાં કુલ 800થી વધુ પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવાયો સરકારે ઈન્ડિયન ISPsને આદેશ આપીને સાઈટ્સો બ્લોક કરી દીધી નવા આઈટી નિયમ 2021 હેઠળ તમામ વેબસાઈટ્સને...

300થી વધુ દવાઓ પર બારકોડ અથવા QR કોડ લગાવવાના આદેશની તૈયારી

ભારતમાં વેચાતો ફાર્મા સામાન 20 ટકા નકલી હોવાની અમેરિકાએ દાવો કર્યો હતો અમેરિકાએ ભારતને નકલી દવાઓની વધી રહેલી સમસ્યા વિશે ચેતવણી આપી હતી દવાઓના પેકેટ પર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!