Tuesday, September 27, 2022
Home National ‘અનાથ’ શબ્દને બદલવાની માંગ કરતી PIL હાઈકોર્ટે ફગાવી

‘અનાથ’ શબ્દને બદલવાની માંગ કરતી PIL હાઈકોર્ટે ફગાવી

  • બોમ્બે કોર્ટમાં ‘અનાથ’ શબ્દને ‘સ્વનાથ’ કરવા માંગ કરાઈ હતી
  • ‘અનાથ’ શબ્દમાં કોઈ કલંક જોડાયેલું નથી : બોમ્બે હાઈકોર્ટ
  • ‘સ્વનાથ’ શબ્દનો અર્થ આત્મનિર્ભર, નિર્ધારિત હશે : અરજદાર

બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે એક પીઆઈએલને ફગાવી દેતા કહ્યું કે ‘અનાથ’ શબ્દ સાથે કોઈ સામાજિક કલંક જોડાયેલું નથી અને તેથી તેને બદલવાની કોઈ જરૂર નથી. ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ માધવ જામદારની બેંચે NGO સ્વનાથ ફાઉન્ડેશન દ્વારા દાખલ કરવામાં આવેલી તે PILની સુનાવણી કરી રહી હતી, જેમાં ‘અનાથ’ શબ્દને ‘સ્વનાથ’માં બદલવાની માંગ કરવામાં આવી હતી.

- Advertisement -

અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, માતા-પિતા ગુમાવનાર બાળકો પહેલેથી જ અસુરક્ષાની સ્થિતિનો સામનો કરતા હોય છે અને ‘અનાથ’ શબ્દ જરૂરીયાતમંદ, મજબૂર અને વંચિત બાળકોને પ્રતિબિંબિત કરે છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ‘સ્વનાથ’ શબ્દનો અર્થ આત્મનિર્ભર અને નિર્ધારિત હશે. જો કે બેન્ચે કહ્યું કે આ એવો મામલો નથી કે જેમાં કોર્ટે હસ્તક્ષેપ કરવો જોઈએ.

કોર્ટે પૂછ્યું શબ્દ ‘અનાથ’માં સામાજિક કલંક જેવું શું છે?

અરજીને ફગાવી દેતાં કોર્ટે કહ્યું કે, ‘અનાથ’ શબ્દ યુગોથી ઉપયોગ થાય છે. અમે અરજદારની દલીલ સાથે સહમત નથી કે માતા-પિતા ગુમાવનાર બાળક માટે વપરાયેલ ‘અનાથ’ શબ્દની સાથે કોઈ સામાજિક કલંક જોડાયેલું છે. કોર્ટે પૂછ્યું કે, ‘અનાથ’ શબ્દમાં સામાજિક કલંક શું છે? અંગ્રેજી શબ્દ ઑર્ફન છે અને હિન્દી, મરાઠી અને બંગાળી ભાષાઓમાં તેનો સમાનાર્થી ‘અનાથ’ છે. આ શબ્દ બદલવાનું કહેનાર અરજદાર કોણ છે? તે અરજદાર ભાષા વિશે શું જાણે છે? અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટ ઉદય વારુંજીકરે કહ્યું કે, આવા બાળકોનો ઉલ્લેખ કરતી વખતે સારા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ. જો કે બેન્ચે હાલનો શબ્દ બદલવાનો ઇનકાર કર્યો હતો.

Source link

- Advertisement -
RELATED ARTICLES

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

રાજસ્થાન રાજકીય ઉથલપાથલ, આજે સોનિયા ગાંધીને સોંપાશે રિપોર્ટ

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ગેહલોત ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા ઓછી અશોક ગેહલોતથી સોનિયા ગાંધી નારાજ રાજસ્થાન કટોકટી અંગે જયપુરથી...

આઠ રાજ્યોમાં NIAના દરોડા, આસામ-કર્ણાટકમાંથી 13ની ધરપકડ

22 સપ્ટેમ્બરે 106 સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી આસામમાં સવારે 5 વાગ્યે દરોડા NIAએ UAPA હેઠળ 5 FIR નોંધી છે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સહિત અન્ય એજન્સીઓએ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

રસોઈની આ વસ્તુઓને મિક્સ કરી બનાવો ફેસપેક, મળશે ગ્લોઈંગ લૂક

નહીં પડે મોંઘી સ્કીન કૅર પ્રોડક્ટ્સની જરૂર ઘઉંનો લોટ, હળદર, ચંદન પાવડર કરશે મદદ દહીં, બેસન, મલાઈ પણ કરો મિક્સ દાદી નાનીની સ્કીન જેવો ગ્લો મેળવવા માટે...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!