Monday, September 26, 2022
Home Gujarat ડ્રેનેજની સફાઈ કામના કોન્ટ્રાક્ટ ફાળવવામાં ગેરરિતીના આક્ષેપ સાથે પીઆઈએલ

ડ્રેનેજની સફાઈ કામના કોન્ટ્રાક્ટ ફાળવવામાં ગેરરિતીના આક્ષેપ સાથે પીઆઈએલ

  • AMC દ્વારા એક જ મંડળીને વર્ષોથી કોન્ટ્રાક્ટ આપી અન્યની અવગણના: અરજદાર
  • શા માટે ટેન્ડર દ્વારા આ કોન્ટ્રાક્ટની ફાળવણી કરાતી નથી?: હાઈકોર્ટની ટકોર
  • સફાઈના કામના કોન્ટ્રાક્ટ એક જ મંડળીને આપીને ગેરરીતિ આચરાઈ હોવાના આક્ષેપ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સેટેલાઈટ, સરખેજ, જોધપુર, મકરબા, વેજલપુર સહિતના વોર્ડમાં ગટરલાઈનની સફાઈ સંદર્ભના કામના કોન્ટ્રાક્ટ એક જ મંડળીને આપીને ગેરરીતિ આચરાઈ હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે.

- Advertisement -

સુનાવણી બાદ, હાઈકોર્ટે AMC કમિશનર, ડેપ્યુટી કમિશનર સહિતના તમામ પક્ષકારોને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી પાંચ ડિસેમ્બરે હાથ ધરાશે. અરજદારની માગ હતી કે, એક કોમ્પ્લેક્સ અને સરનામા પર આવેલી મંડળીને ગટર લાઈન સફાઈ સંદર્ભના કોન્ટ્રાક્ટ આપવા માટે જવાબદાર અધિકારીઓ સામે પગલા લો, જે મંડળીઓ સામે આક્ષેપ થયેલા છે, તેની સામે વિજિલન્સ તપાસ હાથ ધરો, કોન્ટ્રાક્ટ આપવા માટેની જરુરી પ્રક્રિયાનુ પાલન કર્યા વગર આ મંડળીને અત્યાર સુધીમાં જે કોન્ટ્રાક્ટ અપાયા છે, તેને રદ કરો અને અન્ય યોગ્યતા પાત્ર મંડળીઓને કામ સોંપો. સુનાવણી સમયે, હાઈકોર્ટે ટકોર કરેલી કે, શા માટે ટેન્ડર દ્વારા આ કોન્ટ્રાક્ટની ફાળવણી કરાતી નથી?

સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે, AMC દ્વારા સેટેલાઈટ, જોધપુ, વેજલપુર, મકરબા, સરખેજ સહિતના વોર્ડમાં મેનહોલ, ચેમ્બર, કેચપીટ સહિત ડ્રેનેજ લાઈનના સફાઈ કામ સહિતના કોન્ટ્રાક્ટના કામ એક જ મંડળીને ફાળવાય છે. આ મંડળી એક જ કોમ્પ્લેક્સમાં એક જ સરનામે આવેલી છે. છેલ્લા ઘણા વર્ષોથી AMC આ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવે છે. જેના લીધે, વાલ્મિકી સમાજની અન્ય યોગ્યતા પાત્ર મંડળીઓને આ કોન્ટ્રાક્ટ ફાળવવામાં આવતા નથી. અરજદારે AMCના સત્તાધીશોને આ અંગે જાણ કરેલી. જો કે, AMC દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી. મહત્વનુ છે કે, અમદાવાદમાં આ પ્રકારના કામ કરવા માટે અનેક મંડળીઓ કાર્યરત છે. જે આ કામના કોન્ટ્રાક્ટ લેવા માટે અરજીઓ કરતી રહે છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

અમિત શાહ આજથી બે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

આજે અમદાવાદ-સાણંદમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે આવતીકાલે રૂપાલ મંદિર જશે અને માણસામાં પણ કાર્યક્રમમાં જશે મંગળવારે પરત ફરતા પહેલાં માણસા ખાતે આરતી કાર્યક્રમમાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહૃસહકાર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

લંડનમાં પાકિસ્તાનના મંત્રી મરિયમની બેઇજ્જતી, ચોર-ચોરના નારા લાગ્યા

પાકિસ્તાનના મંત્રી મરિયમ ઔરંગઝેબની લંડનમાં બેઇજ્જતી મરિયમ ઔરંગઝેબ પાકિસ્તાનના સૂચના-પ્રસારણ મંત્રી કોફી શોપમાં થઇ ભારે બેઇજ્જતી પાકિસ્તાનના (Pakistan) મંત્રી મરિયમ ઔરંગઝેબ (Marriyum Aurangzeb) જ્યારે કોફી શોપમાં ગયા...

ફિફા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં સિંગાપોર-ભારતની મેચ 1-1થી ડ્રો

સિંગાપોર માટે ઇખસાન ફાંડીએ 37મી મિનિટે કર્યો ગોલભારતના આશિક કુરુનિયને 43મી મિનિટે ગોલ કરી બરાબરી કરીકુરુનિયને જોરદાર કિક મારી સિંગાપોરના ગોલકીપરને બીટ કર્યોફિફા ઇન્ટરનેશનલ...

હિન્દુ બનવા ધર્મ પરિવર્તનની જરૂર નથી, ભારતમાં રહેતા તમામ હિન્દુ: ભાગવત

'ભારતીય અને હિન્દુ બંને સમાનાર્થી છે, ભારતમાં રહેતા તમામ લોકો ઓળખની દ્રષ્ટિએ હિન્દુ છે' 'ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ ફેલાવનારા મુઘલો, બ્રિટિશ શાસકો પહેલા પણ હિંદુઓ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!