Monday, September 26, 2022
Home Gujarat ગુજરાતી ફિલ્મને સબસિડી આપતા ઠરાવને રદ કરવાની માગ સાથે હાઈકોર્ટમાં અરજી

ગુજરાતી ફિલ્મને સબસિડી આપતા ઠરાવને રદ કરવાની માગ સાથે હાઈકોર્ટમાં અરજી

  • ગુજરાતી ફિલ્મના એક નિર્માતા અને લેખકની ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી
  • સબસિડી વધારવાની માગ સાથેની રજૂઆતને નકારતા તંત્રના હુકમને રદ કરો: અરજદાર
  • 12 ગુજરાતી ફિલ્મોને નવી સબસિડી નીતિ-2019 હેઠળ ગેરકાયદેસર રીતે કરોડો ચુકવાયા

ગુજરાતી ફિલ્મના એક નિર્માતા અને લેખકે હાઈકોર્ટમાં અરજી કરી છે કે, રાજ્યના માહિતી વિભાગના ફિલ્મ સ્ક્રિનિંગ કમિટીના ચેરપર્સને ચોથી એપ્રિલ-2022ના રોજ તેમની ફિલ્મને મળેલી રુ. 5 લાખની સબસિડી વધારવાની માગને નકારી છે, તે હુકમને રદ કરો. આ ઉપરાંત, ગુજરાતી ફિલ્મને સરકાર દ્વારા સબસિડી આપવા અંગે 5 ડિસેમ્બર-2019ના રોજ બહાર પાડવામાં આવેલા ઠરાવને રદ કરો. આ અરજી પરની સુનાવણી 15 સપ્ટેમ્બરે હાથ ધરાશે. ભૂતકાળમાં હાઈકોર્ટના આદેશ બાદ, સત્તાધીશોને રજૂઆત કરેલી પરંતુ તેમણે તે નકારી દીધેલી.

- Advertisement -

અરજીમાં અરજદારની રજૂઆત છે કે, આશરે 12 જેટલી ગુજરાતી ફિલ્મોને જૂની -2016ની સબસિડી નીતિ મુજબ સબસિડી ચુકવવાના બદલે, તેમને નવી સબસિડી નીતિ-2019 મુજબ કરોડો રુપિયા ચૂકવાયા છે. આ તમામ ફિલ્મો વર્ષ 2016, વર્ષ 2017 અને વર્ષ 2018માં ફિલ્મી પડદે રજૂ થઈ ચૂકી છે. આ તમામ ફિલ્મોને જૂની સબસિડી નીતિ-2016 મુજબ સબસિડી મળવા પાત્ર હોય છે. નવી સબસિડી નીતિ-2019 એ 08.0૩.2019થી અમલમાં આવેલી છે, તો તેમને પાછલી અસરથી લાભ મળી શકે નહીં. ગુજરાતી ફિલ્મોની સબસિડી માટે પેન ડ્રાઈવથી થતું ગુણાંકન કે ગ્રેડેશન એક મોટા છબરડા સમાન છે. સરકારની નીતિ કોઈપણ પ્રકારના ભેદભાવ વગરની હોવી જોઈએ. જો, આ ફિલ્મોને લાભ અપાય છે તો અમારી ફિલ્મને પણ આપવો પડે. જૂની નીતિ મુજબ, સામાન્ય રીતે ફિલ્મ રજૂ થયાના એક વર્ષમાં સબસિડી માટે અરજી કરવાની રહેતી હતી. નવી નીતિ મુજબ 1૩ માસમાં આ અરજી કરવાની હોય છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

નવલાં નોરતામાં ખોડલધામમાં ભક્તિમય માહોલ, પાટીદાર ભક્તોએ કરી પદયાત્રા

આજથી નવ દિવસ મહા આરતી ધજા રોહણ સહિતના કાર્યક્રમોખોડલધામ ખાતે આજે સવારથી જન સમુદાય ઉમટી પડ્યો નરેશ પટેલની આગેવાનીમાં પદયાત્રા યોજાય હતી પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર...

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

નવલાં નોરતામાં ખોડલધામમાં ભક્તિમય માહોલ, પાટીદાર ભક્તોએ કરી પદયાત્રા

આજથી નવ દિવસ મહા આરતી ધજા રોહણ સહિતના કાર્યક્રમોખોડલધામ ખાતે આજે સવારથી જન સમુદાય ઉમટી પડ્યો નરેશ પટેલની આગેવાનીમાં પદયાત્રા યોજાય હતી પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર...

અમદાવાદીઓને ટ્રાફિકમાંથી મળશે રાહત | કુલ્લુમાં અકસ્માત 7 વિદ્યાર્થીઓના મોત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અમિત શાહ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં...

દુલીપ ટ્રોફી: સાઉથ ઝોનને હરાવી વેસ્ટ ઝોન ચેમ્પિયન બન્યું

ફાઇનલમાં વેસ્ટ ઝોને સાઉથ ઝોનને 294 રનથી હરાવ્યું વેસ્ટ ઝોને છેલ્લા ત્રણ દિવસમાં મજબૂત પ્રદર્શન કર્યું યશસ્વી જયસ્વાલ પ્લેયર ઓફ મેચ બન્યો ઘરઆંગણાની ટૂર્નામેન્ટ દુલીપ...

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!