Saturday, October 1, 2022
Home Gujarat લાંભવેલમાં પ્રા. શાળા પ્રેમની પાઠશાળા બનતા વાલીઓનો હોબાળો

લાંભવેલમાં પ્રા. શાળા પ્રેમની પાઠશાળા બનતા વાલીઓનો હોબાળો

  • શિક્ષણ વિભાગ મૂકપ્રેક્ષક બની રહેતા આખરે વાલીઓએ તાળાબંધી કરી રોષ ઠાલવ્યો
  • શિક્ષકોની પ્રેમલીલા ચાલતી હતી ત્યારે પ્રાથમિક શિક્ષણાધિકારીએ કમિટી રચી
  • શાળાના આચાર્યા પણ આ પ્રેમ પ્રકરણના વિરોધમાં હતા છતાં શિક્ષણ વિભાગે મૌન સેવ્યું

આણંદ નજીકના લાંભવેલમાં આવેલી ખોડિયાર નગરની પ્રાથમિક શાળા પ્રેમની પાઠશાળા બની હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. શાળાના એક શિક્ષક અને શિક્ષિકા વચ્ચેની પ્રેમલીલા એટલી તો વણસી કે અભ્યાસ માટે શાળામાં આવતા બાળકોની હાજરીમાં શારીરિક અડપલાં કરવા લાગ્યા, વાત આટલેથી ન અટકતા લંપટ શિક્ષક દ્વારા બીજી પણ કેટલીક શરમજનક હરકતો કરવામાં આવી હતી. આથી વાલીઓ અને ગ્રામજનો દ્વારા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆતોનું કોઈ પરિણામ ન મળતા રોષે ભરાયેલા ગ્રામજનોએ મંગળવારે આખરે આ શાળાને તાળાબંધી કરતા ભારે હોબાળો થયો હતો. જોકે, હદ તો ત્યારે થઈ કે અત્યાર સુધી તમાશો જોતા શિક્ષણ વિભાગે તાળાબંધીની ઘટના બાદ વાલીઓને તાળાબંધી કરવાનો કોઈ અધિકાર નથી, એવો જવાબ પ્રાથમિક શિક્ષણાધિકારીએ આપ્યો હતો.

- Advertisement -

લાંભવેલ ગામના ખોડિયાર નગર સ્થિત પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા તારીકમહંમદ મુસ્તુફામિયાં ઠાકોરને શાળાની જ એક શિક્ષિકા શિતલબેનની સાથે પ્રેમ સંબંધો બંધાયા હતા. આ સંબંધોએ એટલી હદે માઝા મૂકી હતી કે, ચાલુ શાળામાં અને બાળકોની હાજરીમાં પણ તારીફમહંમદ શિક્ષિકાને શારીરિક અડપલાં કરીને બિભત્સ ચેનચાળાં કરતો હોવાના ગંભીર આક્ષેપો થયા હતા. આ અંગે વાલીઓ તથા ગ્રામજનો દ્વારા શિક્ષક અને શિક્ષિકાને આવી હરકતો ન કરવા અને બાળકો પર તેની ખરાબ અસર પડતી હોવા અંગે સમજાવવા છતાં આ વાતની અવગણના કરી પોતાની શાળામાં પણ પ્રેમલીલા ચાલુ રાખી હતી. આથી વાલીઓ દ્વારા થોડા સમય અગાઉ પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં પણ ફરિયાદ સહ રજૂઆતો કરી હતી. આમ છતાં કોઈ અસરકારક પગલાં ન ભરાતા આખરે પોતાના બાળકોના હિતનો વિચાર કરી રોષે ભરાયેલા વાલીઓએ મંગળવારે સમૂહમાં શાળાએ પહોંચ્યા હતા, અને બાળકોને ઘેર લઈ જઈ આ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી પોતાનો ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.

શાળાના આચાર્યા પણ આ પ્રેમ પ્રકરણના વિરોધમાં હતા છતાં શિક્ષણ વિભાગે મૌન સેવ્યું

ખોડિયાર નગર પ્રાથમિક શાળાના આચાર્યા સંગીતાબેન સોલંકી પણ આ પ્રેમલીલાના વિરોધમાં હતા. તેઓએ પણ આ અંગે પગલાં ભરવા માટે શિક્ષણ વિભાગની કચેરીમાં રજૂઆત કરી હતી. પરંતુ વાલીઓની રજૂઆતને ધ્યાને ન લેનાર શિક્ષણ વિભાગે પોતાના આચાર્યાની રજૂઆતને પણ અવગણી હતી. આણંદ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી કેવી કામગીરી કરે છે તેનો આ નમૂનો છે.

શિક્ષકોની પ્રેમલીલા ચાલતી હતી ત્યારે પ્રાથમિક શિક્ષણાધિકારીએ કમિટી રચી

- Advertisement -

જિ. પ્રા. શિક્ષણાધિકારી નિવોદિતાબેન ચૌધરીએ પહેલાં એવું જણાવ્યું હતું કે, વાલીઓને તાળાબંધી કરવાનો અધિકાર નથી. આ અંગે કમિટી રચી છે, તેનો રિપોર્ટ આવે પછી કાર્યવાહી કરાશે. આટલી ગંભીર બાબતમાં કમિટી રચી શિક્ષક-શિક્ષિકાને છાવરાતા હોવાનો આક્ષેપ કરાયો છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!