Monday, September 26, 2022
Home Health - Food વિટામિન્સથી ભરપૂર પપૈયાં

વિટામિન્સથી ભરપૂર પપૈયાં

વૈજ્ઞાનિક મત પ્રમાણે પપૈયામાં વિટામિન એ,બી,સી અને ડી છે. તેમાંય ખાસ કરીને વિટામિન એ તથા સીથી ભરપૂર છે. બીજાં ફળોની સરખામણીમાં પપૈયામાં વિટામિન એ વધારે પ્રમાણમાં હોય છે. આથી જ તે નેત્રના રોગ, મૂત્રાશય, શારીરિક વૃદ્ધિ રોગ વગેરે રોગોથી મનુષ્યનું રક્ષણ કરે છે. તેમાં વિટામિન સારા પ્રમાણમાં હોવાથી અસ્થિ રોગ, દાંતના રોગ, લોહીના દબાણની વૃદ્ધિ, પક્ષઘાત, ગાંઠિયો વા, ઊલટી વગેરે રોગોથી બચાવે છે. પેટના વિકારો દૂર કરવા માટે પપૈયાનો ઉપયોગ સર્વોત્તમ ગણાય છે. પપૈયાના સેવનથી પાચનક્રિયા સુધરે છે, ભૂખ લાગે છે અને શરીરની કાર્યશક્તિ વધે છે. વળી પપૈયું બીજા આહારને પચાવવામાં મદદરૂપ બને છે. પેટમાં સંચય થયેલા આમનો નાશ કરવાની પપૈયામાં અદ્ભુત શક્તિ છે. પાકા પપૈયામાં દસ્ત સાફ લાવવાનો ગુણ છે.

- Advertisement -

દોષ: અગ્નિદીપક અને ક્ષુધાવર્ધક છે. કાચાં પપૈયાં કફ તથા વાયુને કોપાવનાર અને પિત્તકારક છે.

આહારમાં લેવાની કાળજીઓ

1. સગર્ભાવસ્થામાં કાચું કે પાકું થયેલું ખાવું નહીં. જે સ્ત્રીઓને માસિક વધારે આવતું હોય તેમણે પણ પપૈયું ખાવું નહીં.

2. પ્રમેહના રોગીઓને, કોઠે ગરમીવાળાઓને અને અર્શ-મસાના રોગીઓને કાચું પપૈયું અતિ ઉષ્ણ પડે છે. તેનાથી હરસમાંથી લોહી પડે છે.

- Advertisement -

3. પાકા પપૈયાના કકડા કરી તેમાં સહેજ મીઠું, મરી અને લીંબુનો રસ નાંખીને ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે.

ઔષધીય ગુણ

1. બાળકોને નિયમિત રીતે પપૈયું ખવડાવવાથી તેમની ઊંચાઈ વધી શરીર મજબૂત અને તંદુરસ્ત બને છે.

2. અડધી ચમચી કાચા પપૈયાનું દૂધ ખાંડ સાથે લેવાથી અજીર્ણ મટે છે.

3. પપૈયાનાં પાનની ચા બનાવીને પીવાથી હૃદયરોગમાં ફાયદો થાય છે.

4. પપૈયાનું દૂધ અને ટંકણખારને ઉકળતા પાણીમાં મેળવીને લેપ કરવાથી ખરજવું અને ખૂજલી મટે છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

સરળતાથી વજન ઘટાડવા નવરાત્રિના ઉપવાસમાં આ ટિપ્સ અજમાવો

ભરપૂર પ્રમાણમાં પાણીનું સેવન વજન ઘટાડશે ફળ અને સૂકા મેવાનું સેવન વધારશે સ્ટેમિના દહીં, લસ્સીની સાથે સિંધવ મીઠાનો કરો પ્રયોગ આજથી પવિત્ર એવી નવરાત્રિનો અવસર શરૂ થયો...

નવરાત્રિના ઉપવાસમાં બનાવો સાબુદાણાના લાડુ, નહીં આવે મીઠાઈની યાદ

સાબુદાણામાં વધારે પ્રમાણમાં પ્રોટીન હોય છે વ્રતમાં સાબુદાણાનો ઉપયોગ હેલ્ધી રાખશે લાડુ ખાવાથી મળશે અલગ જ સંતોષ આવતીકાલથી એટલે કે 26 સપ્ટેમ્બરથી નવરાત્રિના તહેવારની શરૂઆત થઈ રહી...

કબજિયાતને દૂર કરવાની સાથે જાણો ગુલાબની પાંદડીના 10 ફાયદા

ગુલાબની પાંદડીઓ વજન ઓછું કરવામાં મદદ કરે છે. સ્કીન સંબંધી સમસ્યાઓ જેમકે પિંપલ્સ ઠીક કરવામાં મદદ કરે છે. ગુલાબની પાંદડીઓના સેવનથી એક્ટિવનેસ જળવાઈ રહેશે. ગુલાબની પાંદડીનો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

ફિફા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં સિંગાપોર-ભારતની મેચ 1-1થી ડ્રો

સિંગાપોર માટે ઇખસાન ફાંડીએ 37મી મિનિટે કર્યો ગોલભારતના આશિક કુરુનિયને 43મી મિનિટે ગોલ કરી બરાબરી કરીકુરુનિયને જોરદાર કિક મારી સિંગાપોરના ગોલકીપરને બીટ કર્યોફિફા ઇન્ટરનેશનલ...

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!