Sunday, September 25, 2022
Home Sports ભારતને પછાડી નંબર-1 બનવાનું પાકિસ્તાનનું સપનું ચકનાચૂર

ભારતને પછાડી નંબર-1 બનવાનું પાકિસ્તાનનું સપનું ચકનાચૂર

  • ખરાબ પ્રદર્શન છતાં T20 ટીમ રેન્કિંગમાં ભારત ટોચ પર
  • T20 ટીમ રેન્કિંગમાં પાકિસ્તાન ચોથા સ્થાને સરકી ગયું
  • એશિયા કપમાં પાકિસ્તાને ભારત-અફઘાનિસ્તાનને હરાવ્યું હતું

T20 ટીમોની રેન્કિંગમાં પાકિસ્તાન ચોથા સ્થાને સરકી ગયું છે. એશિયા કપ 2022માં ભારત અને અફઘાનિસ્તાનને હરાવ્યા બાદ પાકિસ્તાન ટીમ ઈન્ડિયાની નજીક આવી ગયું હતું, પરંતુ નંબર-1 બનવાનું સપનું અત્યારે ચકનાચૂર થઈ ગયું.

- Advertisement -

ભારત T20 ટીમ રેન્કિંગમાં ટોચ પર

ટીમ ઈન્ડિયા ભલે એશિયા કપ 2022ની ફાઇનલમાં ન પહોંચી હોય, પરંતુ ICC T20 ટીમ રેન્કિંગમાં ટોચ પર છે. આ સાથે જ પાકિસ્તાનનું ટોપ ટીમ બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. એશિયા કપમાં પાકિસ્તાનને શ્રીલંકા દ્વારા સતત બે મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ તેને રેન્કિંગમાં નુકસાન થયું હતું અને ટીમ ચોથા સ્થાને સરકી ગઈ છે. બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમ T20 ટીમ રેન્કિંગમાં ભારતની ખૂબ નજીક આવી ગઈ હતી, પરંતુ બે પરાજયથી તેનું સપનું હાલ પૂરતું ચકનાચૂર થઈ ગયું છે.

શ્રીલંકાની ટીમ આઠમા સ્થાને પહોંચી

- Advertisement -

બીજી તરફ શ્રીલંકાની ટીમ આઠમા સ્થાને પહોંચી ગઈ છે. શ્રીલંકાની ટીમ આ વર્ષે T20 વર્લ્ડકપ માટે સુપર-12માં સીધી રીતે ક્વોલિફાય કરી શકી નથી, પરંતુ એશિયા કપ ચેમ્પિયન બનીને આ ટીમે બતાવી દીધું છે કે T20માં કોઈ પણ ટીમ તેને હળવાશથી લેવાની ભૂલ નહીં કરે.

ભારત 268 રેટિંગ પોઈન્ટ સાથે નંબર-1 

T20 મેન્સ ટીમની રેન્કિંગની વાત કરીએ તો ભારત 268 રેટિંગ પોઈન્ટ સાથે ટોપ પર છે, જ્યારે ઈંગ્લેન્ડ 262 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાન પર છે. દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન બંનેના ખાતામાં 258-258 રેટિંગ પોઈન્ટ છે. ત્યારબાદ ન્યુઝીલેન્ડ 252 રેટિંગ પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. વર્તમાન વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

IND Vs AUS LIVE: 11 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 95/4

કેમેરોન ગ્રીને 21 બોલમાં 52 રન બનાવી આઉટ એરોન ફિન્ચ 7, સ્મિથ 9 રન બનાવી આઉટ અક્ષર-ભુવનેશ્વર-ચહલે ઝડપી વિકેટ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!