Tuesday, September 27, 2022
Home Sports PAK Vs ENG: એલેક્સ હાલેસે 41 મહિના બાદ અડધી સદી ફટકારી

PAK Vs ENG: એલેક્સ હાલેસે 41 મહિના બાદ અડધી સદી ફટકારી

  • પ્રથમ T20માં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને છ વિકેટે હરાવ્યું
  • સાત મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી
  • પાકિસ્તાન 7/158, ઇંગ્લેન્ડ 4/160, હાલેસ 53

ઓપનર એલેક્સ હાલેસની અડધી સદી અને હેરી બ્રૂકના અણનમ 42 રનની મદદથી ઇંગ્લેન્ડે અહીં રમાયેલી પ્રથમ T20 ઇન્ટરનેશનલ મેચમાં પાકિસ્તાનને છ વિકેટે હરાવીને સાત મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. પાકિસ્તાનના સાત વિકેટે 158 રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ઇંગ્લેન્ડની ટીમે ચાર બોલ બાકી રાખીને 19.2 ઓવરમાં ચાર વિકેટે 160 રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો.

- Advertisement -

એલેક્સ હાલેસની અડધી સદી

મેન ઓફ ધ મેચ બનેલા લૂક વૂડે 24 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ઓપનર હાલેસે 41 મહિના બાદ ટીમમાં પુનરાગમન કર્યું હતું અને તેણે 40 બોલમાં સાત બાઉન્ડ્રી વડે 53 રનની ઇનિંગ રમી હતી. હાલેસ છેલ્લે 2019માં ઇંગ્લેન્ડ તરફથી રમ્યો હતો. હાલેસને પ્રતિબંધિત ડ્રગ્સનું સેવન કરવા બદલ 2019માં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. પાકિસ્તાનના ઉસ્માન કાદિરે ડેવિડ મલાન (20) તથા બેન ડકેટને (21) આઉટ કરીને પાકિસ્તાનને મેચમાં પાછા લાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હાલેસ અને બ્રૂકે ચોથી વિકેટ માટે 55 રનની ભાગીદારી નોંધાવીને ઇંગ્લેન્ડને વિજય અપાવી દીધો હતો.

- Advertisement -

મોહમ્મદ રિઝવાનની ફિફ્ટી

પાકિસ્તાના ઓપનર મોહમ્મદ રિઝવાને 46 બોલમાં 68 તથા સુકાની બાબર આઝમે 31 રનની ઇનિંગ રમી હતી. મિડલ ઓર્ડરમાં ઇફ્તિખાર એહમદે 28 રનનું યોગદાન આપ્યું હતું. લેગ સ્પિનર આદિલ રશીદે 27 રનમાં બે વિકેટ ખેરવી હતી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ફ્લોપ કેએલ રાહુલના સમર્થનમાં આવ્યા સુનીલ ગાવસ્કર, કરી પ્રશંસા

એશિયા કપ-ઓસ્ટ્રેલિયા સામે કેએલ રાહુલ રહ્યો ફ્લોપ રહ્યો રાહુલે ટીમ માટે પોતાની વિકેટનું બલિદાન આપ્યું: ગાવસ્કર રાહુલ તે જ કરી રહ્યો હતો જે ટીમ કરાવવા માંગે...

તિરુવનંતપુરમમાં ભારતીય ટીમ પહોંચી, ચાહકોએ સંજુ-સંજુના નારા લગાવ્યા

પ્રથમ મેચ બુધવારે તિરુવનંતપુરમમાં રમાશેસાઉથ આફ્રિકાનો ભારત પ્રવાસ 28 સપ્ટેમ્બરથી શરૂ ચાહકોમાં અલગ જ ગુસ્સાનું વાતાવરણ જોવા મળ્યું T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે...

સ્વિમિંગ પૂલમાં દબદબો મેળવવા ગુજરાતના 18 સ્વિમર્સ તૈયાર, 12 મેડલ્સની સંભાવના

ગુજરાતના 18 સ્વિમર્ગ મેડલ્સ માટેના દાવેદાર રહેશેનેશનલ ગેમ્સમાં ગુજરાત ટોપ-5માં રહેશે તેવી આશા સ્વિમર્સ મોર્ડન ટેક્નિકવાળા પેડલ્સ, પુલ્લબૉય, સ્નોર્કલ સાથે પ્રેક્ટિસ કરે છે ઘરઆંગણે યોજાનારી 36મી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!