Friday, October 7, 2022
Home National ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં મદરેસાઓના સર્વે બાબતે ઔવીસીએ આપ્યું નિવેદન

ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં મદરેસાઓના સર્વે બાબતે ઔવીસીએ આપ્યું નિવેદન

  • ઉતર પ્રદેશ બાદ ઉત્તરાખંડમાં પણ માન્યતા વગરના મદરેસાઓનો સર્વે કરાશે
  • સરકારને મદરેસાઓના કામકાજમાં હસ્તક્ષેપનો અધિકાર નથી: ઔવીસી
  • યોગ્ય અને પાયાની સુવિધાઓ આપવા માટે મદરેસાઓનો સર્વે જરૂરી: CM ધામી

ઉત્તર પ્રદેશ બાદ હવે ઉત્તરાખંડ સરકારે પણ માન્યતા વિનાની મદરેસાઓનો સર્વે કરવાનો આદેશ આપ્યો છે. આ દરમિયાન AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ યુપી અને ઉત્તરાખંડ સરકારના આ પગલાને ખોટું ગણાવ્યું છે અને કહ્યું છે કે તેમના દ્વારા મુસ્લિમ સમુદાયને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

- Advertisement -

ઓવૈસીએ કહ્યું હતું કે, આ મુસ્લિમો વિરુદ્ધ ટાર્ગેટેડ સર્વે છે. ખાનગી શાળાઓ, મિશનરી શાળાઓ, સરકારી શાળાઓ અને RSS શાળાઓનો પણ સર્વે કરવો જોઈએ. વધુમાં ઓવૈસીએ કહ્યું હતું કે સરકારને મદરેસાઓના કામકાજમાં હસ્તક્ષેપ કરવાનો કોઈ અધિકાર નથી કારણ કે આ ખાનગી મદરેસા છે અને મદરેસા બોર્ડ દ્વારા તેને માન્યતા આપવામાં આવી નથી. તેમણે કહ્યું કે બંધારણની કલમ 30 મુજબ લઘુમતીઓ પોતાની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું હતું કે મદરેસાના શિક્ષકોની સંખ્યા, અભ્યાસક્રમ અને પાયાની સુવિધાઓ વિશે માહિતી એકત્ર કરવા માટે માન્યતા વિનાના મદરેસાઓનો સર્વે કરવામાં આવી રહ્યો છે. ઉત્તર પ્રદેશ બાદ હવે ઉત્તરાખંડની ધામી સરકારે પણ આવો જ નિર્ણય લીધો છે. ઓવૈસીનો આરોપ છે કે આ બધું ભાજપ શાસિત રાજ્યોમાં મુસ્લિમોને હેરાન કરવા માટે કરવામાં આવી રહ્યું છે.

ઉત્તરાખંડમાં લગભગ 103 મદરેસા છે. જે બાબતે સીએમ ધામીએ કહ્યું હતું કે, યોગ્ય અને પાયાની સુવિધાઓ આપવા માટે મદરેસાઓનો સર્વે જરૂરી છે. બીજી તરફ બીજેપી શાસિત રાજ્ય આસામમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ મદરેસાઓને તોડી પાડવાની ઝુંબેશ ચાલી રહી છે. આસામની બિસ્વા સરમા સરકારે અત્યાર સુધીમાં ત્રણ મદરેસાઓ તોડી પાડ્યા છે. જ્યારે એક મદરેસાને સ્થાનિક લોકોએ તોડી પાડ્યો હતો.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

ચમચાગીરીની હદ હોય… રાષ્ટ્રપતિ વિશે કોંગ્રેસ નેતા ઉદિત રાજની જીભ લપસી

કોંગ્રેસી નેતા હવે ખુલાસા કરવા મજબૂરઉદિત રાજના નિવેદન બદલ NCWએ નોટિસ ફટકારી ભાજપે નિવેદનને સીધું કોંગ્રેસની આદિવાસી વિરોધી માનસિકતા સાથે જોડયું કોંગ્રેસના વિવાદપ્રિય નેતા ઉદિત...

ઉત્તરાખંડ હિમસ્ખલન કરુણાંતિકાનો મૃત્યુઆંક વધીને 16 પર પહોંચ્યો

હજુ સુધીમાં આ હિમસ્ખલનમાં કુલ 16 લોકોના મોત થયા છેનેહરુ ઇન્સ્ટીટયૂટ ઓફ માઉન્ટેનિરિંગના અનુસાર વધુ 12 મૃતદેહ મળી આવ્યા તાલીમાર્થીઓ પર્વતારોહણ અભિયાનને અંજામ આપ્યા બાદ...

સપ્ટેમ્બરમાં દેશમાં સર્વિસ સેક્ટરનો વૃદ્ધિદર છ મહિનાની નીચી સપાટી પર પહોંચ્યો

ભારતનો પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) 54.3ના સ્તર પર રહ્યોસતત 14મા મહિને સર્વિસ PMI 50ના સ્તરની ઉપર જળવાયો છે જે વિસ્તરણ દર્શાવે છે . સપ્ટેમ્બરમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!