Tuesday, September 27, 2022
Home Gujarat ડીસા એલિવેટેડ પુલ પર ટાયરો સળગાવાયા, ગૌભકતોમાં આક્રોશ

ડીસા એલિવેટેડ પુલ પર ટાયરો સળગાવાયા, ગૌભકતોમાં આક્રોશ

  • આંદોલન કરતાં લોકોની અટકાયત કરાતા ટાયરો સળગાવાયા
  • ડીસા-રાધનપુર હાઇવે પર ચક્કાજામ કરાયો હતો
  • માલગઢ નજીક સંચાલકો દ્વારા રાધનપુર હાઇવે રોકવાનો પ્રયાસ

સરકાર દ્વારા જાહેર કરેલ 500 કરોડ ની સહાય ગૌશાળા જે ન ચૂકવતા કેટલા સમયથી ગૌશાળા સંચાલકો તેમજ ગૌભક્તોમાં સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે થોડા દિવસ અગાઉ બનસકાંઠા તેમજ ગાંધીનગરમાં પણ ગૌભક્તો તેમજ સાધુ સંતો દ્વારા સંમેલન યોજી સરકાર દ્વારા જાહેર કરેલ સહાય તાત્કાલિક ચૂકવવા ની માંગ ઉઠી રહી છે.

- Advertisement -

https://fb.watch/fJaqyOaXrr/   

પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકો ખૂબ જ રોષે ભરાયા હતા. હાલ મળતી માહિતી પ્રમાણે ડીસાના એલિવેટેડ બ્રીજ પર ગૌભકતો દ્વારા ટાયરો સળગાવતા આંદોલન ઉગ્ર બની ગયું છે. આંદોલન કરતાં લોકોની અટકાયત કરાતા ટાયરો સળગાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.

આજે સવારે તો ડીસા-રાધનપુર હાઇવે પર ચક્કાજામ કરી દેવાયો હતો. અડધો કલાકથી વધુ સમય નેશનલ હાઈવે બંધ થતા દસ કિલોમીટર સુધી લાંબી લાઈનો લાગી હતી. ડીસા પાંજરાપોળના પશુઓ છોડી મુકવામાં આવ્યા હતા. ગૌધન જાહેર માર્ગો પર છોડતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. તાલુકા પોલીસે પાંજરાપોળ આગળ બેરીકેટ લગાવ્યા હતા. ડીસા અને થરાદમાં પાંજરાપોળ સંચાલકોની અટકાયત કરાઇ હતી. પાંજરાપોળના સંચાલકોને ડીસા રૂરલ પોલીસ મથકે લવાયા હતા. તો બીજીબાજુ સંચાલકોનું કહેવું હતું કે પોલીસ ગમે તેટલી અટકાયત કરે આંદોલન પૂર્ણ નહીં થાય. માલગઢ નજીક સંચાલકો દ્વારા રાધનપુર હાઇવે રોકવાનો પ્રયાસ… તો રાજ્યના મંત્રીની કારને ઘેરી લેવામાં આવતા પરિસ્થિતિ બેકાબૂ થઇ હતી.

- Advertisement -

અનેક રજૂઆતો છતાં સહાય ન ચૂકવતા રાધનપુર શૂરભી ગૌશાળા સંચાલકો તેમજ ગૌભક્તો દ્વારા બે દિવસ પહેલા રાધનપુર પ્રાંત ને આવેદનપત્ર આપી તમામ ગાયો પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરી બાંધી દેવાની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે આજે વહેલી સવારે ગૌભક્તો દ્વારા 100થી વધુ ગાયો પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરીમાં બાંધી એક દિવસનો ઘાસચારો નાખી વિરોધ કરવામાં આવ્યો હતો જયારે રાધનપુર પોલીસને જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી ગાયો ને છોડી મુકવામાં આવી હતી તો ગૌભક્તો દ્વારા આવનાર સમયમાં હજુ પણ સરકાર જો સહાય નહિ ચૂકવે તો તમામ ગાયો જાહેર માર્ગો પર છોડી મુકાશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

સુરતમાં યુવકને ચોર સમજી ઢોર માર મારતા મોત, ઘટના CCTVમાં કેદ

યુવકને ઢોર માર મારી અધમૂઓ કરી દીધો તબીબે યુવાનનું મોત ગડદાપાટુનો માર મારવાથી થયાનો ખુલાસો કર્યો પોલીસ હત્યાનો ગુનો નોંધી શકમંદોની ડિટેઇન કર્યા સુરત શહેરમાં હત્યાનો સિલસિલો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!