Saturday, October 1, 2022
Home National ઉભરતા યુવાઓ માટે અમારી લોન યોજનાઓ ખૂબ જ ઉપયોગી: PM મોદી

ઉભરતા યુવાઓ માટે અમારી લોન યોજનાઓ ખૂબ જ ઉપયોગી: PM મોદી

  • સંબોધનમાં વડાપ્રધાન PM મોદીએ કહ્યું, સરકારે આઠ વર્ષમાં 5000 નવી ITI ખોલી
  • ITIના કૌશલ્ય દિક્ષાંત સમારોહ વડાપ્રધાન મોદીએ કૌશલ્ય વિકાસ પર વિશેષ ભાર મૂક્યો
  • ITIમાંથી કૌશલ્ય સાથે સશક્ત બનેલા યુવાઓ માટે અમારી લોન યોજના ઉપયોગી: મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે વિશ્વકર્મા જયંતિ છે અને આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ITIના કૌશલ્ય દિક્ષાંત સમારોહમાં કૌશલ્ય વિકાસ પર ભાર મૂક્યો તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે, તમારે ભવિષ્યને અનુરૂપ તમારી કુશળતાને વધુ વિકસાવવી પડશે, તેથી તમારો મંત્ર “સ્કિલિંગ, રિસ્કિલિંગ અને અપસ્કિલિંગ” હોવો જોઈએ.

- Advertisement -

કૌશલ્ય વિકાસ પર ફોકસ

તેમણે કહ્યું કે દેશ ફરી એકવાર કૌશલ્યને સન્માન આપી રહ્યો છે. કૌશલ્ય વિકાસ પર ફોકસ છે. શાળા કક્ષાએ કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે, સ્કિલ હબ ખોલવામાં આવી રહ્યા છે. શાળાઓમાં કૌશલ્ય અભ્યાસક્રમો શરૂ કરવામાં આવી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે સરકારે 8 વર્ષમાં 5 હજાર નવી આઈટીઆઈ ખોલી છે.

દેશ ફરી એકવાર કૌશલ્યને સન્માન આપી રહ્યો છે

આઈટીઆઈના કૌશલ્ય દિક્ષાંત સમારોહમાં બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિશ્વકર્મા જયંતિ એ કૌશલ્યની પ્રાણ-પ્રતિષ્ઠાનો પર્વ છે. જેમ એક શિલ્પકાર મૂર્તિ બનાવે છે, પણ જ્યાં સુધી તે મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી તે મૂર્તિ ભગવાનનું સ્વરૂપ કહેવાતી નથી. છેલ્લા 8 વર્ષમાં ભગવાન વિશ્વકર્માની પ્રેરણાથી દેશે નવી યોજનાઓ શરૂ કરી છે. ‘શ્રમ એવ જયતે’ની પરંપરાને પુનર્જીવિત કરવાના પ્રયાસો હાથ ધરાયા છે. આજે દેશ ફરી એકવાર કૌશલ્યને સન્માન આપી રહ્યો છે. કૌશલ્ય વિકાસ પર સમાન ભાર મૂકવામાં આવી રહ્યો છે.

- Advertisement -

પ્રથમ વખત ITIના 9 લાખથી વધુ વિદ્યાર્થીઓના કૌશલ્ય દિક્ષાંત સમારોહ યોજાયો

વડાપ્રધાને કહ્યું કે, પ્રથમ વખત ITIના 9 લાખથી વધુ વિદ્યાર્થીઓના કૌશલ્ય દિક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા 40 લાખથી વધુ વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયેલા છે. હું આપ સૌને કૌશલ્ય દીક્ષાંતની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આપણા દેશમાં સૌપ્રથમ ITI 1950માં બની હતી. ત્યારપછીના સાત દાયકામાં 10 હજાર આઈટીઆઈ બનાવવામાં આવી. અમારી સરકારના 8 વર્ષમાં દેશમાં લગભગ 5 હજાર નવી ITI બનાવવામાં આવી છે. છેલ્લા 8 વર્ષમાં ITIમાં 4 લાખથી વધુ નવી બેઠકો પણ ઉમેરવામાં આવી છે.

અમે ગેરંટી વિના લોન માટે મુદ્રા યોજના પણ શરૂ કરી

વડાપ્રધાને કહ્યું કે કૌશલ્ય વિકાસની સાથે સાથે યુવાનોમાં સોફ્ટ સ્કિલ હોવી પણ ખુબ જરૂરી છે. હવે ITIમાં પણ આના પર વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. જ્યારે યુવા કૌશલ્ય સાથે સશક્ત બનીને બહાર આવે છે, ત્યારે તેના મનમાં એક વિચાર પણ આવે છે કે પોતાનું કામ કેવી રીતે શરૂ કરવું. સ્વ-રોજગારની આ ભાવનાને સમર્થન આપવા માટે આજે તમારી પાસે મુદ્રા યોજના, સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને સ્ટેન્ડઅપ ઈન્ડિયા જેવી યોજનાઓની શક્તિ પણ છે, જે ગેરંટી વિના લોન આપે છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ ચુકવવા નવી સિસ્ટમ અમલી બનશે

ફ્રોડ રોકવા આજથી ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ માટે ટોકન સિસ્ટમનો અમલ શરૂ કાર્ડ નંબર, એક્સ્પાયરી ડેટ, સીવી નંબર લીક ન થતાં ફ્રોડ પર બ્રેક લાગવાની આશા પીઓએસ,...

અશ્લીલ સામગ્રી પિરસતી 63 પોર્ન સાઇટ પર પ્રતિબંધ લગાવાયો

અત્યાર સુધીમાં કુલ 800થી વધુ પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવાયો સરકારે ઈન્ડિયન ISPsને આદેશ આપીને સાઈટ્સો બ્લોક કરી દીધી નવા આઈટી નિયમ 2021 હેઠળ તમામ વેબસાઈટ્સને...

300થી વધુ દવાઓ પર બારકોડ અથવા QR કોડ લગાવવાના આદેશની તૈયારી

ભારતમાં વેચાતો ફાર્મા સામાન 20 ટકા નકલી હોવાની અમેરિકાએ દાવો કર્યો હતો અમેરિકાએ ભારતને નકલી દવાઓની વધી રહેલી સમસ્યા વિશે ચેતવણી આપી હતી દવાઓના પેકેટ પર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!