Saturday, October 1, 2022
Home Sports ઇમા રાડૂકાનુ ક્વા. ફાઇનલમાં, ઓસ્ટાપેન્કોનો પણ વિજય થયો

ઇમા રાડૂકાનુ ક્વા. ફાઇનલમાં, ઓસ્ટાપેન્કોનો પણ વિજય થયો

  • જેલેના ઓસ્ટાપેન્કો અને લૌરા રાડોવેકિકે પણ અંતિમ-8માં
  • રાડૂકાનુએ બેલ્જિયમની વિકમાયરને 6-3, 7-5થી પરાજય આપ્યો
  • મગ્દા લિનેટ્ટ અને રાડોવેકિક પણ અંતિમ-8માં પ્રવેશી

બ્રિટનની છઠ્ઠી ક્રમાંકિત ઇમા રાડૂકાનુએ સમર્થકોના પ્રોત્સાહનની મદદથી યાનિના વિકમાયર સામે સીધા સેટમાં વિજય હાંસલ કરીને કોરિયા ઓપન ડબ્લ્યૂટીએ ટેનિસ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આ ઉપરાંત ટૂર્નામેન્ટમાં પ્રથમ ક્રમાંક ધરાવતી જેલેના ઓસ્ટાપેન્કો અને લૌરા રાડોવેકિકે પણ પોતાના અભિયાનને આગળ વધારીને અંતિમ-8માં સ્થાન મેળવ્યું હતું.

- Advertisement -

રાડૂકાનુનો 6-3, 7-5થી વિજય

ગયા સપ્તાહે યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમના પ્રથમ રાઉન્ડમાં જ પરાસ્ત થયેલી રાડૂકાનુએ બેલ્જિયમની વિકમાયરને 6-3, 7-5થી પરાજય આપ્યો હતો. મેચ દરમિયાન તેણે નવ એસ ફટકાર્યા હતા. તેનો આગામી મુકાબલો ત્રીજી ક્રમાંકિત મગ્દા લિનેટ્ટે સામે થશે જેણે મ્લાદેનોવિચને ત્રણ સેટ સુધી રમાયેલી મેચમાં 4-6, 7-6 (7-5), 6-2થી પરાજય આપ્યો હતો. અન્ય મેચમાં ઓસ્ટાપેન્કોએ ગાસાનોવાને 6-3, 5-7, 7-5થી પરાજય આપીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું. રાડોવેકિકે બ્લિન્કોવા સામે 6-4, 7-6 (8-6)થી વિજય મેળવ્યો હતો.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને 13 કરોડ મળશે, IPL કરતાં સાત કરોડ

ICC મેગા ઇવેન્ટ માટે કુલ 45.67 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની અપાશેરનર્સ-અપ ટીમને 6.5 કરોડ રૂપિયા  પ્રથમ રાઉન્ડ હારનારી ટીમને 33.62 લાખ રૂપિયા અપાશે ટી20 વર્લ્ડ કપ...

વિમેન્સ એશિયા કપમાં ભારતનો આજે શ્રીલંકા સામે મુકાબલો થશે

ટી20 ક્રિકેટ ભારત છ વખત વન-ડે તથા બે વખત ટી20માં જીત્યું છેમિડલ ઓર્ડરમાં હસીની પરેરા અને હર્ષિતા સમરવિક્રમા જવાબદારી સંભાળશે કોવિડ-19ના કારણે ચાર વર્ષ બાદ...

ટીમ ઈન્ડિયા ગુવાહાટી પહોંચી, અર્શદીપ-ચાહરે કેક કાપી કરી ઉજવણી

દક્ષિણ આફ્રિકા સામે બીજી T20 માટે ટીમ ગુવાહાટી પહોંચી બીજી મેચ 2 ઓક્ટોબરે બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે પેહલી મેચમાં જીતના હીરો અર્શદીપ-દીપક ચાહરે કેક કાપીભારતીય...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!