Friday, October 7, 2022
Home Gujarat ગુજરાત કોલેજ પાસે TCS હુક્કાબારમાં પોલીસ કર્મીઓ જ હુક્કા પીતા ઝડપાયા

ગુજરાત કોલેજ પાસે TCS હુક્કાબારમાં પોલીસ કર્મીઓ જ હુક્કા પીતા ઝડપાયા

  • પોલીસની હુક્કા પાર્ટી પર પોલીસનો જ દરોડો, CCTV, DVR જપ્ત
  • બે મહિલા સહિત કુલ 20 પકડાયાં
  •  કવિ-કવ્વાલ નામના કર્મીઓની મહેફિલ જામતી

ગુજરાત કોલેજ પાસે TCS હુક્કાબાર પર વિજિલન્સ ની ટીમે રેડ કરી હતી, જ્યાં બે મહિલાઓ સહિત 20 લોકો હુક્કાના દમ મારતા ઝડપાયાં હતાં. ચોકાવનારી વાત તો એ છે કે, અહીં રોજ સાંજે પોલીસ કર્મીઓ મહેફિલ માણવા માટે ભેગા થઈ જતા હતા. એટલું જ નહીં કવિ અને કવ્વાલની મહેફ્લિમાં આખા અમદાવાદ શહેરનો હિસાબ થતો હતો. અહીંયા કોણ કોણ આવતું હતું. ને કોણ શું કરતું હતું તે જાણવા માટે વિજિલન્સ વિભાગે સીસીટીવી અને ડીવીઆર પણ કબજે કર્યા છે.

- Advertisement -

 શહેરના ગુજરાત કોલેજની બાજુમાં TCS હુક્કાબાર ખૂબ જાણીતો છે. શુક્રવારે અહીંયા હુક્કો પીવા બેઠેલા લોકો હોવાની જાણ સ્થાનિક પોલીસને નહીં પણ છેક વિજિલન્સને થઈ હતી. સ્થાનિક પોલીસ અહીંયા દરેક બાબતમાં નજરઅંદાજ કરતી હોય તેવું લાગી રહ્યું હતું. રેડ કરી તો અહીંયા એક બે નહીં પણ બે મહિલાઓ સહિત કુલ 20 લોકો હુક્કો પીવા આવ્યા હતા. વિજિલન્સની ટીમે અહીંયા અલગ અલગ ફ્લેવર અને ભુક્કાઓ સાથે મુદ્દા માલ રિકવર કર્યો છે, પરંતુ મહત્ત્વની બાબતે એ છે કે, પોલીસે આ સમગ્ર મામલે સીસીટીવી અને ડીવીઆર કબજે લીધા છે જેની અંદર અહીંયા રોજ આવતા લોકોના ફૂટેજ છે જેમાં કયા કયા મોટા લોકો કોણ કોણ શંકાસ્પદ લોકો અહીંયા રાતે બેસતા હતા તે પણ પોલીસી તપાસમાં બહાર આવી જશે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના બે વ્યક્તિઓ કવિ કવ્વાલના નામે જાણીતા છે જે અહીંયા અંધારું થતાં જ મહેફિલ માણવા ગોઠવાઈ જાય છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!