Saturday, October 1, 2022
Home National વધુ એક પક્ષનું ભાજપમાં વિલીનીકરણ થશે, તૈયારીઓ શરૂ

વધુ એક પક્ષનું ભાજપમાં વિલીનીકરણ થશે, તૈયારીઓ શરૂ

  • પંજાબ લોક કોંગ્રેસ પક્ષનું દિલ્હીમાં 19 સપ્ટેમ્બરે ભાજપમાં વિલીનીકરણ
  • અમરિન્દરનો પક્ષ ભાજપમાં થશે વિલીન, પૂર્વ વિધાનસભ્યો પણ ભાજપમાં જોડાશે
  • ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા કાર્યક્રમમાં કેપ્ટન અમરિન્દરને ભાજપમાં આવકારશે

તાજેતરમાં યોજાયેલી પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ છોડીને નવા પક્ષ પંજાબ લોક કોંગ્રેસની રચના કરી ચૂકેલા કેપ્ટન અમરિન્દરસિંહે હવે ભાજપમાં જોડાવાની તૈયારી કરી લીધી છે. સોમવારે અર્થાત 19 સપ્ટેમ્બરે દિલ્હીમાં તેમના પક્ષનું ભાજપમાં વિલીનીકરણ થશે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા અમરિન્દરસિંહને ભાજપનું સભ્યપદ આપે તે સાથે જ પંજાબ લોક કોંગ્રેસનું ભાજપમાં વિલીનીકરણ થઇ જશે. તે પ્રસંગે કેપ્ટન અમરિન્દરની પુત્રી જય ઇન્દર કૌર, પુત્ર રણઇન્દર કૌર અને પૌત્ર નિર્વાણસિંહ પણ ભાજપમાં દાખલ થઇ શકે છે. જોકે કેપ્ટનના પત્ની પરનીત કૌર હજી કોંગ્રેસના સાંસદ છે. કોંગ્રેસી પરનીત કૌર સામે પગલાં લેવાની માગણી કરતા રહે છે.

- Advertisement -

કેપ્ટન અમરિન્દરસિંહ ભાજપમાં જોડાશે

કેપ્ટન અમરિન્દરસિંહે આ સપ્તાહે દિલ્હી આવીને ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તે પછી અટકળો શરૂ થઇ ગઇ હતી કે કેપ્ટન હવે ભાજપમાં જોડાશે. પંજાબ વિધાનસભા ચૂંટણી પણ ભાજપ અને પંજાબ લોક કોંગ્રેસ સાથે મળીને લડયા હતા. પરંતુ કેપ્ટનનો પક્ષ એક પણ બેઠક જીતી શક્યો નહોતો. કેપ્ટન પોતે પટિયાલાની પરંપરાગત બેઠક પર હારી ગયા હતા. પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટનની સાથે રાજ્યના અડધો ડઝન વિધાનસભ્ય પણ ભાજપમાં જોડાઇ શકે છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા સુનીલ જાખડ ભાજપમાં સામેલ થઇ ચૂક્યા છે. પંજાબમાં ભાજપના ભલે ત્રણ જ વિધાનસભ્યો હોય, પરંતુ અનેક વરિષ્ઠ નેતાઓને ભાજપમાં સામેલ કરીને ભાજપે રાજ્યમાં પોતાનું વર્ચસ્વ વધાર્યું છે.

2014માં GPPનું ભાજપમાં વિલીકરણ થયું હતું

શિરોમણિ અકાલી દળ સાથે ગઠબંધન તોડયા પછી ભાજપ પંજાબમાં પોતાની તાકાત વધારવાને કામે લાગી છે. કેપ્ટન અમરિન્દરસિંહ 9 વર્ષો સુધી પંજાબના મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે. રાજ્યમાં તેઓ સારી સાખ ધરાવે છે. ભાજપ કેપ્ટનને પોતાના પક્ષમાં લાવીને સરસાઇ હાંસલ કરવા માંગે છે. ઉલ્લેખનિય છે કે, 4 ઓગસ્ટ 2012ના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટ્ણી માટે ગુજરાત પરિવર્તન પાર્ટી નામે એક નવો રાજકીય પક્ષ સ્થપાયો હતો, ત્યારબાદ 24 ફેબ્રુઆરી 2014ના રોજ ગુજરાત પરિવર્તન પાર્ટીનું ભાજપમાં વિલિનીકરણ થયું હતું.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ ચુકવવા નવી સિસ્ટમ અમલી બનશે

ફ્રોડ રોકવા આજથી ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ માટે ટોકન સિસ્ટમનો અમલ શરૂ કાર્ડ નંબર, એક્સ્પાયરી ડેટ, સીવી નંબર લીક ન થતાં ફ્રોડ પર બ્રેક લાગવાની આશા પીઓએસ,...

અશ્લીલ સામગ્રી પિરસતી 63 પોર્ન સાઇટ પર પ્રતિબંધ લગાવાયો

અત્યાર સુધીમાં કુલ 800થી વધુ પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવાયો સરકારે ઈન્ડિયન ISPsને આદેશ આપીને સાઈટ્સો બ્લોક કરી દીધી નવા આઈટી નિયમ 2021 હેઠળ તમામ વેબસાઈટ્સને...

300થી વધુ દવાઓ પર બારકોડ અથવા QR કોડ લગાવવાના આદેશની તૈયારી

ભારતમાં વેચાતો ફાર્મા સામાન 20 ટકા નકલી હોવાની અમેરિકાએ દાવો કર્યો હતો અમેરિકાએ ભારતને નકલી દવાઓની વધી રહેલી સમસ્યા વિશે ચેતવણી આપી હતી દવાઓના પેકેટ પર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!