Saturday, October 1, 2022
Home Gujarat પ્રધાનમંત્રીના જન્મદિવસે પાલિકાનું સ્વચ્છતા અભિયાન, ડુમસ દરિયા કિનારે થઇ સફાઇ

પ્રધાનમંત્રીના જન્મદિવસે પાલિકાનું સ્વચ્છતા અભિયાન, ડુમસ દરિયા કિનારે થઇ સફાઇ

  • યુથ વર્સિસ ગાર્બેજ થીમ ઉપર સફાઈ અભિયાન
  • 3000થી વધુ યુવાનો દરિયા કિનારે સફાઇ માટે ઉમટી પડયા
  • ડુમસ બીચ અને તાપી નદીમાંથી 1.2 ટન કચરો બહાર કઢાયો

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72મા જન્મદિવસની સુરતમાં ઉત્સાહભેર ઉજવણી થઇ હતી. પાલિકાએ ડુમસ દરિયા કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. દરિયા કિનારે સ્વચ્છતા જાળવવા સાથે પ્લાસ્ટીક મુકત બનાવવા મેયર હેમાલી બોઘાવાલાના અધ્યક્ષ સ્થાને સફાઇ અભિયાન હાથ ધરાયું હતું. યુથ વર્સિસ ગાર્બેજ થીમ ઉપર 3000થી વધુ યુવાનો દરિયા કિનારે સફાઇ માટે ઉમટી પડયા હતા. ડુમસ બીચ અને તાપી નદીના વિવિધ ઓવારા ઉપરથી 1.2 ટન કચરો ઉલેચાયો હતો. કેન્દ્રીય રેલરાજ્ય મંત્રી દર્શના જરદોષે દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી વડાપ્રધાનનો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો.

- Advertisement -

ડુમસ દરિયા કિનારે અને તાપી નદીમાં સફાઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની સુરત શહેરમાં તન, મન અને ધનથી ઉજવણી થઇ હતી. પાલિકાએ સવારે સાત કલાકે ડુમસ દરિયા કિનારે સફાઇ અભિયાન હાથ ધર્યું હતું. આ સફાઇ અભિયાનમાં 3000થી વધુ યુવાનો જોડાયા હતા. યુવાઓએ દરિયા કિનારેથી પ્લાસ્ટીક વેસ્ટ સહિત નકામી ચીજવસ્તુઓ ઉપાડી સ્થળ ઉપર સુંદર સફાઇ કરી હતી. યુથ વર્સિસ ગાર્બેજ થીમ ઉપર યોજાયેલા અભિયાન અંતર્ગત ગણતરીના કલાકોમાં 1.2 ટન કચરો ઉલેચાયો હતો. સફાઇ ઝુંબેશમાં મેયર હેમાલી બોઘાવાલા, મ્યુ. કમિશનર બંછાનિધિ પાની સહિતના અધિકારીઓ જોડાયા હતા. ડુમસ દરિયા ગણેશ કિનારા ઉપરાંત તાપી નદીના વિવિધ આઠ ઓવારાઓ ઉપરથી ટનબંધ કચરો ઉપાડવામાં આવ્યો હતો.

- Advertisement -

25 ટકા ડિસ્કાઉન્ટ સાથે દેશનો કોઇ પણ દર્દી દવા મેળવી શકશે

શહેરના સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા પ્રધાનમંત્રીના જન્મદિને ‘નિરામય ભારત, ડિજિટલ ભારત’ પ્રકલ્પનો પ્રારંભ કરાયો હતો. આયુષ્યમાન ભારતના માધ્યમથી પ્રધાનમંત્રી મોદી છેવાડાના માનવીની આરોગ્યલક્ષી ચિંતા કરી રહ્યાં છે. તેમનો આ પ્રકલ્પ સિદ્ધિ કરવા સુરતના રેલરાજ્ય મંત્રી દર્શના જરદોષ, રાજ્યના મંત્રી પૂર્ણેશ મોદી અને પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહે આરોગ્યની દિશામાં આર્શિવાદ સમાન સેવા શરૂ કરી હતી. દેશના કોઇપણ ખૂણેથી દર્દી ડિજિટલ ઓર્ડર મુકી કોઇ પણ કંપનીની દવા નિરામય ભારત, ડિજિટલ ભારત અંતર્ગત મંગાવી શકશે. દર્દીને 25 ટકા ડિસ્કાઉન્ટ સાથે દવા આપવામાં આવશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!