Monday, September 26, 2022
Home Gujarat OPS-ફિક્સ વેતન મુદ્દે આજથી કર્મચારીઓ કાળા કપડાં પહેરશે, કાલે વિધાનસભા ઘેરશે

OPS-ફિક્સ વેતન મુદ્દે આજથી કર્મચારીઓ કાળા કપડાં પહેરશે, કાલે વિધાનસભા ઘેરશે

  • આરોગ્યકર્મીઓ સાથે મંત્રણાં પડીભાગી, સેન્ટ્રલ વિસ્ટામાં ફરીથી આંદોલનકારીઓથી ઊભરાયું
  • VCE, મધ્યાહન ભોજન યોજના અને વર્ગ-4ના કર્મચારીઓએ સચિવાલયમાં ફરી રેલી કાઢી
  • સત્યાગ્રહ છાવણીમાં બે IPS સહિત બે જિલ્લાની પોલીસ ઠલવાઇ, RPF-SRPFએ તંબુ તાણ્યા

રાજ્ય કર્મચારી મહામંડળના ગીતાબા, સંયુક્ત મોરચાના દિગ્વિજયસિંહ જાડેજા, શૈક્ષિક સંઘના ભીખા પટેલે સરકાર સાથે નક્કી કરેલી સમાધાનની ફોમ્યુલાથી કર્મચારીઓના આંદોલનો ઠરવાને બદલે વધુ ઉકળ્યા છે. આ ત્રણેય સંગઠનો સાથે અનેક મંડળો, એસોસિએશનોે દ્વારા છેડો ફાડવા, પદાધિકારીઓને બરખાસ્ત કરવાના ઘટનાક્રમ વચ્ચે હવે રાષ્ટ્રીય કક્ષાના નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટ્રોરેશન યુનાઈટેડ ફ્રંટ- NOPRFU સહિત સ્વંય કર્મચારીઓએ મોરચો સંભાળ્યો છે. જૂની પેન્શન યોજના- OPSના અમલ અને ફિક્સ વેતન નાબુદી સહિતના મુદ્દે અગાઉથી જાહેર કર્યા મુજબ 20 સપ્ટેમ્બરને મંગળવારથી જ્યાં સુધી સરકાર દ્વારા પડતર માંગણીઓ ઉકેલવામાં ન આવ્યો ત્યાં સુધી કાળા કપડા પહેરીને કચેરીઓમાં ફરજ અદા કરી વિરોધ નોંધાવવા, સુત્રોચ્ચાર કરવાનો કાર્યક્રમ યથાવત રખાયો છે. એટલુ જ નહિ, 21 સપ્ટેમ્બરને બુધવારે વિધાનસભાનો ઘેરાવો કરવા તેમજ 22 સપ્ટેમ્બરથી પેન ડાઉન કરી હડતાલનું એલાન આપ્યુ છે.

- Advertisement -

રવિવારની જાહેર રજા વચ્ચે પણ આંદોલનથી ધમધમતા રહેલા ગાંધીનગરમાં સોમવારની સવારે ગ્રેડ-પે સુધારણા અને બઢતીની માંગણી કરી રહેલા છ હજારથી વધુ વનરક્ષકો- વનપાલો ખાખીવર્દીમાં ઉમટી પડયા હતા. વન વિભાગના તાબા હેઠળના વર્ગ-૩ના કર્મચારીઓ ત્રણ મુખ્ય પ્રશ્નો ઉકેલવાની માંગણી કરી રહ્યા છે. એક સપ્તાહથી તેઓ હડતાલ ઉપર છે. સોમવારની સવારે તેઓ ગાંધીનગર ન પહોંચે તે માટે દરેક જિલ્લામાં ગાંધીનગર પહોંચતા રસ્તે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. સત્યાગ્રહ છાવણીમાં ફોરેસ્ટની ખાખીવર્દીમાં એકત્ર થયેલા વનકર્મીઓએ સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યો હતો. છાવણીમાં પહેલાથી જ ચાર પ્રકારના સંગઠનો આંદોલન કરી રહ્યા છે. આથી, ગાંધીનગર પોલીસને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે વધુ બે IPS તેમજ અન્ય જિલ્લામાંથી પોલીસ કુમકને ઉતારવી પડી છે. કારણ કે, અધિકાંશ પોલીસ સચિવાલયની સામે અને તેના ફરતે ચાલતા આંદોલનોના બંદોબસ્તમાં છે. જ્યારે ટૂંકી મુદ્દત માટે બોલાવેલી SFPF અને RPFની ટીમોને હવે બંદોબસ્તના સ્થળે જ તંબુ ચોકી બંધાવીને તૈનાત કરી દેવાઈ છે.

શનિવારે પોતાના જિલ્લામાં પરત જવાના આદેશો બાદ પણ પંચાયત વિભાગના આરોગ્ય કર્મીઓએ ગાંધીનગર છોડયુ નથી. એક મહિનાથી હડતાલ પર રહેલા આરોગ્ય કર્મીઓથી સોમવારે પણ સેન્ટ્રલ વિસ્ટા ઉભરાતુ રહ્યુ હતુ. સરકાર સાથે મંત્રણાઓ ભાંગી પડયા બાદ આ કર્મચારીઓ પણ રોષે ભરાયા છે. તેવામાં 11 દિવસથી સમાન કામ સમાન વેતન મુદ્દે હડતાલ પર રહેલા 13 હજારથી વધુ વિલેજ કમ્પ્યુટર આંત્ર્યપ્રિન્યોર- VCE પૈકી 6 હજારથી વધુ કર્મચારીઓ, મધ્યાહન ભોજન અને વર્ગ-4ના કર્મચારીઓએ પણ સચિવાલયની ફરતે રેલી યોજી સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા. તે પૈકી કેટલાકને સત્યાગ્રહ છાવણી અને સચિવાલયના દરવાજે અટકાવતા આ કાર્યવાહીમાં વારંવાર ફેરાને કારણે પોલીસના પ્રિઝન વ્હિકલ અર્થાત કેદી વાહનો પણ બંધ પડયા હતા. દિવસભર આંદોલનના માહોલ વચ્ચે મોડી રાત સુધી હજારો કર્મચારીઓ સેન્ટ્રલ વિસ્ટા, સત્યાગ્રહ છાવણી, સચિવાલયના ગેટ નંબર એકની સામે મોરચાબંધી કરીને બેસી રહ્યા છે.

અફરાતફરીનો માહોલઃ સચિવાલયમાં એક પણ મંત્રી ચેમ્બરમાં હાજર ન રહ્યા

શહેરમાં દિવસભર અફરાતફરી અને પાટનગરને અમદાવાદ, ઉત્તરગુજરાતને જોડતા માર્ગો ઉપર પોલીસ ચેંકિગ- ટ્રાફિક જામના દર્શ્યો વચ્ચે સચિવાલયમાં એક પણ મંત્રી પોતાની ચેમ્બરમાં જોવા મળ્યા નહોતો. આથી, વનરક્ષકો, VCE, મધ્યાહન ભોજન અને વર્ગ-2 સહિતના કર્મચારી આગેવાનો પડતર માંગણીઓના આવેદનપત્રો મંત્રી કાર્યલાયના અધિકારીઓ અને સંબંધિત વિભાગોના સેક્રેટરીઓને સોંપીને રોષ ઠાલવતા નજરે ચઢયા હતા.માત્ર સરકારી કર્મચારીઓ કે આંદોલનકારીઓ જ નહિ સચિવાલયમાં સોમવારે સરકારી કામકાજના ચાલુ દિવસે જવાબદાર મંત્રીઓની ગેરહાજરીને કારણે સામાન્ય નાગરીકો, અરજદારો પણ રખડી પડયા હતા. અધિકાંશ મંત્રીઓ પોતાના નિવાસસ્થાને રહીને મળવા આવેલા ધારાસભ્યો, સાંસદો અને ભાજપના હોદ્દેદારોને ત્યાં જ બોલાવ્યા હતા.

- Advertisement -

સરકાર સામે 22 આંદોલનોની ધરી રચાણી

1. પૂર્વ સૈનિકોના સચિવાલયની સામે ધરણાં

2. શિક્ષકોનું રાજ્યભરમાં ચાલતુ આંદોલન

3. રાજ્ય કર્મચારી મહામંડળનો મોરચો ચાલુ

4. હડતાલ વચ્ચે VCE કર્મીઓ દ્વારા ઘેરાવો

5. આંગણવાડી બહેેનો રાજ્યભરમાં રેલીઓ

6. વનરક્ષક- વનપાલો સત્યાગ્રહ છાવણીમાં

7. સેન્ટ્રલ વિસ્ટામાં કિસાન સંઘનો મોરચો

8. LRD વેઈટિંગના ઉમેદવારોનું આંદોલન

9. ગ્રેડ-પે મુદ્દે પોલીસ કર્મી સચિવાલય સામે

10. ગૌચર મુદ્દે માલધારીઓનું આંદોલન

11. પડતર પ્રશ્નો ઉકેલાવા વર્ગ 3-4 મેદાને

12. મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ

13. કરાર આધારિત કર્મીઓનો મોરચો ખુલ્યો

14. પંચાયતના હેલ્થ વર્કરો સેન્ટ્રલ વિસ્ટામાં

15. OPDના સમય મુદ્દે ડોક્ટરોનું આંદોલન

16. વિદ્યાસહાયકની ભરતી કરવા રેલીઓ

17. પડતર પ્રશ્નો મુદ્દે તલાટીઓ મેદાને છે

18. ST બસના કર્મચારીઓનું આંદોલન

19. હોમગાર્ડ, GISF પગાર વધારા મુદ્દે

20. આઉટસોર્સિંગ કર્મીઓનું આંદોલન

21. મશીન મંગલમ, મનરેગા કર્મચારીઓ

22. ગ્રામ સેવકની ભરતીમાં ડખો યથાવત

Source link

- Advertisement -
RELATED ARTICLES

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

અમિત શાહ આજથી બે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

આજે અમદાવાદ-સાણંદમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે આવતીકાલે રૂપાલ મંદિર જશે અને માણસામાં પણ કાર્યક્રમમાં જશે મંગળવારે પરત ફરતા પહેલાં માણસા ખાતે આરતી કાર્યક્રમમાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહૃસહકાર...

વિશ્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવ નવરાત્રિનો આજથી શુભારંભ

બે વર્ષ બાદ તહેવારની છેલ્લી ઘડીની ભીડે બજારમાં રોનક જમાવી, ખેલૈયાઓનું કીડિયારું ઊમટયુંલૉ-ગાર્ડન અને માણેકચોકમાં ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં  ચૂંદડી સહિત પૂજાપાની ખરીદી ખૂલી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ફિફા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં સિંગાપોર-ભારતની મેચ 1-1થી ડ્રો

સિંગાપોર માટે ઇખસાન ફાંડીએ 37મી મિનિટે કર્યો ગોલભારતના આશિક કુરુનિયને 43મી મિનિટે ગોલ કરી બરાબરી કરીકુરુનિયને જોરદાર કિક મારી સિંગાપોરના ગોલકીપરને બીટ કર્યોફિફા ઇન્ટરનેશનલ...

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!