Saturday, October 1, 2022
Home Gujarat 27મીએ અમિત શાહ રૂપાલ મંદિરની મુલાકાત લેશે, સોનાનો ગર્ભગૃહ ખૂલ્લો મૂકશે

27મીએ અમિત શાહ રૂપાલ મંદિરની મુલાકાત લેશે, સોનાનો ગર્ભગૃહ ખૂલ્લો મૂકશે

  • ગર્ભગૃહ અને પ્રવેશદ્વારને અંદાજે પાંચ કિલો સોનાથી મઢવામાં આવ્યુ
  • ગાંધીનગર સાંસદ માણસા ખાતે કુળદેવી બહુચર માતાના દર્શનાર્થે પણ જશે
  • રૂપાલ ગામના શરૂ થઇ ગઈ અમિત શાહના સ્વાગતની તૈયારીઓ

વિશ્વ પ્રસિધ્ધ રૂપાલ વરદાયિની માતાના મંદિરની કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આગામી 27મીના રોજ મુલાકાત લેશે. દરમિયાન મંદિરના સોનેથી મઢવામાં આવેલા ગર્ભગૃહ અને દ્વારને તેમના હસ્તે ખૂલ્લું મૂકવામાં આવશે. ગાંધીનગર સાંસદ અને ગૃહમંત્રી ફરી રૂપાલ આવી રહ્યા હોવાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

- Advertisement -

આગામી 27મીએ અને બીજા નોરતાના દિને અમિત શાહ ગુજરાતને પ્રવાસે આવી રહ્યા છે. તેમની આ મુલાકાત દરમિયાન જિલ્લા કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જેમાં ગાંધીનગર લોકસભાનું વિધાનસભા વિસ્તાર કલોલ અને તેમના માદરે વતન માણસા ખાતે મોયાપાયે કાર્યક્રમનું આયોજન છે. તેઓ દર વર્ષે નવરાત્રિના બીજા દિવસે પોતાના માદરે વતન માણસા ખાતે કુળદેવી બહુચર માતાના મંદિરે દર્શનાર્થે આવતા હોય છે. આ વખતે પણ તેમનું આ નિત્યક્રમ જળવાશે. માણસા એ અમિત શાહનું વતન છે. અને બહુચર માતા તેમના કુળદેવી હોવાથી તેઓ માણસા ખાતે કુળદેવીના દર્શન માટે પોતાના પરિવાર સાથે અચૂક આવતા હોય છે.

આ ઉપરાંત રૂપાલ ગામને અમિત શાહે સાસંદીય ગામ તરીકે દત્તક લીધું છે. આથી પણ રૂપાલ પ્રત્યે તેઓ વિશેષ ધ્યાન આપી રહ્યા છે. રૂપાલ મંદિરનું કેન્દ્રીય પ્રસાદ યોજનામાં સમાવેશ થતાં ટુરિસ્ટ પ્લેસ તરીકે આ ધાર્મિક સ્થળનો વિકાસ કરવા પર ભાર મૂકાશે. મંદિરની પાછળ આવેલા ઐતિહાસિક તળાવનું પણ રિ-ડેવલપમેન્ટ કરાશે. આ તળાવને આયોજનબધ્ધ રીતે વિકસાવવામાં આવશે. જેનું અમિત શાહના હસ્તે જ ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આગામી 27મીએ તેમના હસ્તે રૂપાલ મંદિરના સોનાના ગર્ભગૃહને ખુલ્લુ મુકાશે. પ્રાપ્ત વિગત મુજબ, વરદાયિની માતાના મંદિરમાં સોનાનો ગર્ભગૃહ તૈયાર કરવામાં આવ્યો છે તથા પ્રવેશ દ્વારને પણ સોનાથી મઢવામાં આવ્યો છે. આ કામ માટે વરદાયિની માતામાં અતૂટ શ્રાધ્ધા ધરાવતા એક માઈ ભક્ત દ્વારા અંદાજે પાંચ કિલો જેટલું સોનું દાનમાં આપવામાં આવ્યું હતું. જેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!