Monday, September 26, 2022
Home National હવે ક્ષણભરમાં મેળવી શકશો દોડતી ટ્રેનના તમામ અપડેટ: રેલવેની નવી સિસ્ટમ સજ્જ

હવે ક્ષણભરમાં મેળવી શકશો દોડતી ટ્રેનના તમામ અપડેટ: રેલવેની નવી સિસ્ટમ સજ્જ

  • રેલ્વેએ 2700 એન્જિનોમાં રિયલ ટાઈમ ટ્રેન ઈન્ફોર્મેશન સિસ્ટમ સાધનો સજ્જ કર્યા
  • આ નવી ટેકનોલોજીના કારણે ટ્રેન સંબંધિત માહિતી દર 30 સેકન્ડે અપડેટ થશે
  • ISROના સહયોગથી ટેક્નોલોજી વિકસાવાઈ : મુસાફરોને તમામ માહિતી મળશે

હવે લોકો દોડતી ટ્રેનનું ક્ષણેક્ષણનું નવીનતમ અપડેટ મેળવી શકશે. લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલ્વેએ 2700 લોકોમોટિવ્સ માટે રિયલ ટાઈમ ટ્રેન ઈન્ફોર્મેશન સિસ્ટમ (RTIS) સાધનો સ્થાપિત કર્યા છે. આ સાથે ટ્રેન સંબંધિત માહિતી દર 30 સેકન્ડે અપડેટ થશે. આ ટેક્નોલોજી ISROના સહયોગથી વિકસાવવામાં આવી છે.

- Advertisement -

RTIS દર 30 સેકન્ડે અપડેટ આપશે

ભારતીય રેલ્વેના જણાવ્યા મુજબ ટ્રેનના આગમન, પ્રસ્થાન, રિહર્સલ સહિત સ્ટેશનો પર ટ્રેનોની આવન-જાવનના સમયની જાણકારી લોકોને તુરંત મળી રહે તે માટે એન્જિનોમાં રિયલ ટાઈમ ટ્રેન ઈન્ફોર્મેશન સિસ્ટમ (RTIS) ટેકનોલોજી સજ્જ કરાઈ છે. આ ટ્રેનો કંટ્રોલ ઓફિસ એપ્લિકેશન (COA) સિસ્ટમમાં કંટ્રોલ ચાર્ટ પર કોષ્ટકો પણ તૈયાર કરી શકે છે. એટલું જ નહીં RTIS દર 30 સેકન્ડે દોડતી ટ્રેનો સહિતનું અપડેટ આપતું રહેશે.

મુસાફરોને ટ્રેનનું ઓટોમેટિક ચાર્ટિંગ અને ત્વરિત માહિતી મળી શકશે

- Advertisement -

દેશભરમાં 21 ઇલેક્ટ્રિક લોકો શેડમાં 2700 એન્જિનો માટે RTIS સાધનો સજ્જ કરવામાં આવ્યા છે. બીજા તબક્કાના રોલ આઉટના ભાગરૂપે ISROના સૈટકૉમ હબનો ઉપયોગ કરીને 50 લોકો શેડમાં વધુ 6000 એન્જિનને સામેલ કરવામાં આવશે. હાલમાં લગભગ 6500 લોકોમોટિવ્સ (RTIS અને REMMLOT) સીધા કંટ્રોલ ઓફિસ એપ્લિકેશન (COA)માં લોડ કરવામાં આવી રહ્યા છે. આનાથી મુસાફરોને ટ્રેનનું ઓટોમેટિક ચાર્ટિંગ અને ત્વરિત માહિતી મળી શકશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

હિન્દુ બનવા ધર્મ પરિવર્તનની જરૂર નથી, ભારતમાં રહેતા તમામ હિન્દુ: ભાગવત

'ભારતીય અને હિન્દુ બંને સમાનાર્થી છે, ભારતમાં રહેતા તમામ લોકો ઓળખની દ્રષ્ટિએ હિન્દુ છે' 'ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ ફેલાવનારા મુઘલો, બ્રિટિશ શાસકો પહેલા પણ હિંદુઓ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત, બસ ખાઇમાં ખાબકતા 7 વિદ્યાર્થીઓના મોત

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત 7 વિદ્યાર્થીઓના મોત, 10 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાહિમાચલના કુલ્લુમાં (Kullu) એક દર્દનાક અકસ્માત થયો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

લંડનમાં પાકિસ્તાનના મંત્રી મરિયમની બેઇજ્જતી, ચોર-ચોરના નારા લાગ્યા

પાકિસ્તાનના મંત્રી મરિયમ ઔરંગઝેબની લંડનમાં બેઇજ્જતી મરિયમ ઔરંગઝેબ પાકિસ્તાનના સૂચના-પ્રસારણ મંત્રી કોફી શોપમાં થઇ ભારે બેઇજ્જતી પાકિસ્તાનના (Pakistan) મંત્રી મરિયમ ઔરંગઝેબ (Marriyum Aurangzeb) જ્યારે કોફી શોપમાં ગયા...

એકલા મખાણા ન ભાવે તો ટ્રાય કરો ખીર, વધશે ઉપવાસની મજા

9 દિવસ સુધી કરાય છે માતાજીની આરાધના મખાણા ઉપવાસમાં આપે છે એનર્જી ગળ્યું ખાવાનું મન છે તો બનાવો ખીર આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. આ...

12 વર્ષ નાના અર્જુન સાથે મલાઇકાએ કરી સગાઇ! હાથમાં પહેરી રિંગ

મલાઇકાએ શેર કર્યો વીડિયોફ્લોન્ટ કરી ડાયમંડ રિંગવીડિયો થયો વાયુવેગે વાયરલઅરબાઝ ખાનની એક્સ પત્ની મલાઈકા અરોરા હવે 12 વર્ષ નાના અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!