Sunday, September 25, 2022
Home Gujarat હવે વનરક્ષક અને વનપાલ કર્મચારીઓ આજે સત્યાગ્રહ છાવણીથી રેલી કાઢશે

હવે વનરક્ષક અને વનપાલ કર્મચારીઓ આજે સત્યાગ્રહ છાવણીથી રેલી કાઢશે

  • સરકારી-આરોગ્ય કર્મી અને શિક્ષકો પણ સરકાર સામે લડી લેવાના મૂડમાં
  • ગ્રેડ પે, રજા પગાર, પીટીએ ભરતી-બઢતી રેશિયો સહિતની મુખ્ય માગ
  • 26મીએ સૂત્રોચ્ચાર અને તા.30મીએ માસ સીએલ કરવામાં આવશે

ગુજરાત સરકાર હાલમાં એક પછી એક આંદોલનનો સામનો કરી રહી છે. શિક્ષકોથી લઈને આરોગ્ય કર્મચારીઓના મંડળોએ સરકાર સામે મોરચો માંડયો છે. રાજ્યના અનેક શિક્ષકો માસ સીએલ પર ઉતરી ગયા છે. ત્યારે હજુ સુધી કોઈ નિર્ણય ન લેવાતા તેઓ હવે લડી લેવાના મૂડમાં છે. હાલ જે આંદોલનો ચાલી રહ્યા છે તેને જોતાં એવું લાગી રહ્યું છે કે, હજુ અનેક દિવસો સુધી ચાલુ જ રહેશે. ત્યારે હવે વન વિભાગમાં ફરજ બજાવતા વનરક્ષક અને વનપાલ કર્મચારીઓએ સરકાર સામે મોરચો માંડયો છે.

- Advertisement -

ગુજરાત રાજ્યના વન વિભાગમાં ફરજ બજાવતાં વનરક્ષક-વનપાલ કર્મચારી ગ્રેડ-પે, રજા પગાર, પીટીએ, ભરતી-બઢતી રેશિયો વગેરે માગણીને લઈ છઠ્ઠી સપ્ટેમ્બરથી અચોક્કસ મુદ્તની હડતાળ પર ઊતર્યા છે, જોકે તેમની માગ હજુ સુધી સંતોષાઈ નથી, જેને લઈ આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી સેક્ટર-6થી અરણ્ય ભવન સેક્ટર-10 સુધી આ કર્મચારીઓ રેલી કાઢશે અને અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગરને આવેદન પત્ર આપશે, રેલી સવારે 11 વાગ્યે શરૂ થશે, જેને લઈ ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ, ગાંધીનગર દ્વારા કલેક્ટર સમક્ષ રેલી માટે પરવાનગી માગવામાં આવી છે.

સરકારી વીજ કંપનીના કર્મીઓ પણ 26મીથી આંદોલનના માર્ગે

વડોદરા : ગુજરાત ઊર્જા વિકાસ નિગમ અને તેની સહયોગી વીજ કંપનીઓના કર્મચારીઓની ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા આગામી તા.26મીથી પુનઃ આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ આંદોલન અગાઉ થયેલા સમાધાન, કરારનો અમલ થયો ન હોવાનું જણાવીને 26મીએ સૂત્રોચ્ચાર અને તા.30મીએ માસ સીએલ કરવામાં આવશે તેમ જણાવાયું છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

વાઘોડિયાના જેસીંગપુરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી 6 ફુટના અજગરનું રેસક્યુ

રેસક્યુ કરી અજગર વન વિભાગને સોપવામાં આવ્યોઅર્ધો કલાકની જહેમત બાદ ઝડપી પાડવામાં આવ્યો ટ્રસ્ટના કાર્યકરોએ અજગરનું રેસક્યુ કર્યું વાઘોડિયા તાલુકાના જેસીંગપુરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી શનિવારે...

સહકારી ક્ષેત્રે બે પક્ષોનું ઇલુ ઇલુ ચાલતું હતું, મે બંધ કર્યું: પાટીલ

રાજકોટ જિલ્લા સહકારી બેંકની જામકંડોરણામાં સામાન્ય સભા મળીવડાપ્રધાન 11 ઓક્ટોબરે જામકંડોરણાની મુલાકાત કરશે: પાટીલમોસમી ધિરાણ તેમજ અન્ય ધિરાણ આપવા જાહેરાત કરી રાજકોટ જિલ્લા સહકારી બેંકની...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

VIDEO : ઉર્ફી જાવેદની એરપોર્ટ પર ખુશનુમા અદા, નવા લુકમાં આપ્યા પોઝ

નવા લુક સેન્સ માટે જાણીતી ઉર્ફી જાવેદની વધુ એક કાતિલ અદાથી ચાહકોના હોશ ઉડ્યા ઉર્ફી જાવેદે ફ્લાવર ડિઝાઈનની બ્રાલેટ સાથે ડેનિમ શોર્ટ સ્કર્ટમાં એરપોર્ટ પર...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!